________________
૨૯૨
સર્ગ ૪ થે
લેકમાં હસ્તીનાપુર નામે એક નગર છે, તેમાં કૃતવીર્ય નામે તારા પ્રખ્યાત અને પરાક્રમી પિતા રાજા હતા. તારા પિતાને મારી પરશુરામે તે રાજ્ય ખુંચવી લીધું, અને બધી પૃથ્વીને તેણે નિ:ક્ષત્રિયા કરી દીધી છે. તેના ભયથી આપણે અહીં છાના રહીએ છીએ.” તે સાંભળતાં જ ભૂમ મંગલગ્રહની પેઠે ક્રોધથી પ્રજ્વલિત થઈ શત્રુ સાથે લડવા હસ્તીનાપુર તરફ ચાલ્યા. ક્ષાત્રતેજ જ દૂધૂર છે. ભૂમિગ્રહમાંથી નીકળી પરભાર્યો દાનશાળામાં જઈ સિંહની જેમ સિંહાસન પર બેઠે; અને તે વખતે ક્ષીરરૂપે થઈ ગયેલી પેલી ક્ષત્રિયોની દાઢને તે ખાઈ ગયો. તરતજ દાઢની રક્ષા કરનારા બ્રાહ્મણો યુદ્ધ કરવાને ઉઠયા, પરંતુ હરિણોને વાઘની જેમ મેઘનાદે તે સર્વને મારી નાંખ્યા. તે ખબર સાંભળી પરશુરામ ક્રોધથી દાંતવડે હોઠને પીસતો કાળપાશથી જાણે ખેંચા હોય તેમ સત્વર ત્યાં આવ્યું. પરશુરામે રેષથી સુભૂમ ઉપર પોતાની ફરશી નાખી, પરંતુ જળમાં અગ્નિના તણખાની જેમ તે તત્કાળ બુઝાઈ ગઈ. સુભેમની પાસે કોઈ શસ્ત્ર હતું નહીં એટલે તેણે દાઢને થાળ ફેંકયો, તે સદ્ય ચકરૂપ થઈ ગયા. “પુણ્ય સંપત્તિવાળાને શું ન થાય ?” પછી આઠમા ચકવર સુભૂમે તે પ્રકાશમાન ચક્રવડે પરશુરામના મસ્તકને કમળની જેમ છેદી નાંખ્યું. જેવી રીતે પરશુરામે પૃથ્વીને સાત વાર નિઃક્ષત્રિયા કરી હતી, તેવી રીતે સુભૂમ ચક્રીએ પૃથ્વીને એકવીશ વાર નિર્વાહ્મણી કરી.
ક્ષય પામેલા રાજાઓના હસ્તી, અશ્વ અને દિલના રૂધિરની નવી સરિતાને વહન કરતા સુભૂમે પ્રથમ પૂર્વ દિશા સાધી. પછી અનેક સુભટોના કપાએલા મસ્તકથી છીપ અને શંખની જેમ પૃથ્વીને મંડિત કરતા એવા તેણે દક્ષિણ દિશાના પતિ (યમ)ની જેમ દક્ષિણ દિશાને સાધી. સુભટના અસ્થિવડે સમુદ્રના તીરને દાંતવાળું કરતા તેણે પશ્ચિમ દિશા સાધી. પછી બળના ગિરિરૂપ સુભૂમ વૈતાઢય પર્વતની ગુહાના દ્વારને હેલા માત્રમાં ઉઘાડી તેઓને જીતવાને ભરતક્ષેત્રના ઉત્તર ખંડમાં પેઠા. મટે ગજેદ્ર જેમ ઈક્ષુદંડને ભાંગે તેમ ઉછળતા શાણિત રસથી પૃથ્વીને છાંટતા એવા તેણે મ્લેચ્છ લોકોને ભાંગી નાંખ્યા. પછી સુભમ ચક્રવત્તીએ પોતાના સસરા મેઘનાદને વૈતાઢથ ગિરિની બંને શ્રેણીઓના અધિપતિની પદવી આપી.
સાઠ હજાર વર્ષના આયુષ્યવાળા સુભૂમ ચક્રવત્તીએ એવી રીતે ચારે દિશામાં ફરી અનેક સુભટને મારી ષટૂખંડ પૃથ્વીને સાધી. અનેક પ્રાણીઓની હિંસા કરતા અને નિત્ય રૌદ્ર ધ્યાનરૂપી અગ્નિવડે જેનો અંતરમાં બળ્યા કરે છે એવા સુભૂમ ચક્રવર્તી કાલપરિણામના વશથી મૃત્યુ પામી સાતમી નરકભૂમિમાં ગયા. પાંચ હજાર વર્ષ કુમારપણામાં, તેટલાજ મંડલિકપણામાં, પાંચસો દિગ્વિજયમાં અને પાંચસે ઉણા અર્ધલક્ષ ચક્રવર્તીપણમાં એવી રીતે સાઠ હજાર વર્ષનું આયુષ્ય તેણે પૂર્ણ કર્યું.
2388888888888888888888888888888DG5888
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकारूषचरिने महाकाव्ये षष्ठे पर्वणि सुभूमचरितवर्णनो
નામ તથઃ સ || 0978 933*8B*** *88888888888888888