SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૬ ઠે આ જબૂદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં ધર્મમાં તત્પર એવા લોકોથી ભરપૂર મિથિલા નામે નગરી છે. ત્યાં આવેલા પ્રાસાદે તેની ઉપર રપેલા સુવર્ણન કુંભેથી ઉપર ઉદય પામેલા સૂર્યવાળા ઉદયગિરિનો વિશ્વમ ધારણ કરે છે. આ નગરીને સર્વ રત્નમય દેખીને અમરાવતી અને અલકાદિક નગરી રતનમયી છે, એવી કથાઓમાં લોકોને શ્રદ્ધા થતી હતી. તેની રમણીયતાથી અતૃપ્ત રહેતા દેવતાઓ ક્ષણવાર સ્વર્ગમાં અને ક્ષણવાર તે નગરીમાં એમ વારંવાર રહ્યા કરતા હતા. ઈફવાકુવંશરૂપ ક્ષીરસાગરમાં અમૃત કુંભ જે અને નિધિ કુંભની પેઠે લક્ષમીને નિવાસરૂપ કુંભ નામે ત્યાં રાજા હતો. તે સરિતાઓનો જેમ જેમ સમુદ્ર તેમ સંપત્તિઓને એક આશ્રય હતા, અને મણિઓને જેમ રોહણગિરિ તેમ નીતિઓની ઉત્પત્તિભૂમિ હતો, એ મહામતિ રાજા શાસ્ત્ર અને શસ્ત્રોને જાણ હતું અને પૃથ્વીના કર લઈ દીન જનોને આપી દેતો હતો. તે ધીમાન મહારાજાને ચશમાં લાભ હતે, લક્ષ્મીમાં નહીં; દ્રવ્યમાં ત્યાગ (દાન) બુદ્ધિ હતી, પણ સીમાડામાં નહિ; અને ધર્મમાં વ્યસન હતું, પણ પાસક્રીડામાં ન હતું. ઈદ્રને ઈંદ્રાણીની જેમ મુખની પ્રભાથી ચંદ્રનો પરાભવ કરનારી પ્રભાવતી નામે તેને એક મહારાણી હતી. તે પૃથ્વીની આભૂષણરૂપ હતી અને તેનું આભૂષણ શીલ હતું, બાજુ અને કડાં વિગેરે આભૂષણો માત્ર પ્રક્રિયારૂપ હતા. પોતાના નિર્મળ સતીપણાથી સર્વ જગતને પવિત્ર કરતી તે પ્રભાવતી જગમતીર્થ હોય તેમ કલ્યાણના હેતુ પણે શોભતી હતી. દલસુતા રહિણની સાથે ચંદ્રની જેમ એ હૃદયહારિણી રમણીની સાથે કુંભ રાજા ઉત્તમ ભેગ ભોગવતા હતા. સ્વર્ગવાસી મહાબલને જીવ આયુષ્ય પૂર્ણ કરી વૈજયંત વિમાનમાંથી ચવી ફાલ્ગન શુકલ ચતુથી એ ચંદ્ર અશ્વની નક્ષત્રમાં આવતાં ચૌદ મહા સ્વપ્નોએ જેને આહંત વૈભવ સૂચવે છે એ તે મહાદેવી પ્રભાવતીની કુક્ષીમાં અવતર્યો. તેમના ગર્ભમાં આવ્યા પછી ત્રીજે માસે દેવીને માલ્ય (પુષ્પ) ની શય્યામાં યુવાનો દેહદ ઉત્પન્ન થયે. દેવતાએ તે દેહદ પૂર્ણ કર્યો. પછી પૂર્ણ સમયે માર્ગશીર્ષ માસની શુકલ એકાદશીએ ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં આવતાં પૂર્વ જન્મમાં માયાવડે સ્ત્રીવેદકર્મ બાંધેલું હોવાથી કુંભના લાંછનવાળા નીલકાંતિને ધરનારા અને સર્વ શુભલક્ષણવાળા ઓગણીશમાં આશ્ચર્યકારી તીર્થકરરૂપ એક કન્યાને પ્રભાવતીએ જન્મ આપ્યું. દિકકુમારીઓએ આવી તેનું સૂતિકાકર્મ કર્યું, અને ઈકોએ મેરગિરિપર લઈ જઈને તેમને સ્નાન કરાવ્યું, સ્નાન કરાવ્યા પછી તેમનું અર્ચન કરી, આરતી ઉતારીને શક્રઈ આ પ્રમાણે ભક્તિનિર્ભર હૃદયથી સ્તુતિ કરવા માંડી. “ત્રણ જ્ઞાનના નિધિ અને ત્રણ જગતમાં પ્રધાન એવા ઓગણીશમાં તીર્થકરને હું નમસ્કાર કરું છું. હે નાથ ! સારે ભાગ્યે તમારા દર્શનથી હું ચિરકાળે પણ અનુગ્રહી “થ છું. કેમકે સાધારણ પુણ્યથી અહંત પ્રભુનું સાક્ષાત દર્શન થતું નથી. હે દેવ ! “આજે તમારા જન્મોત્સવના દર્શનથી દેવતાઓનું દેવત્વ સફળ થયું છે. એક તરફ “અશ્રુત ઈદ્રની ઉપર અને બીજી તરફ અન્ય પ્રાણીઓની ઉપર સમાન અનુગ્રહ કરવાની બુદ્ધિવાળા હે પ્રભુ ! સંસારમાં પડતા એવા અમારું રક્ષણ કરે. પૃથ્વીના સુવર્ણ મુગટ “જેવા તમે ઈદ્રનીલમણિની જેમ અતિશય શોભે છે. ઈચ્છા કર્યા વગર માત્ર સ્મરણ કરવાથી પણ તમે મોક્ષને માટે થાઓ છો, તે દર્શન અને સ્તુતિ કરીને તમારી પાસે “તેથી અધિક ફળ શું માગીએ ? એક તરફ બધાં ધર્મકાર્યો અને એક તરફ તમારું
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy