________________
સર્ગ ૪ થો.
શ્રી સુભૂમ ચક્રવતી ચરિત્ર હવે અરનાથ પ્રભુના તીર્થ માંજ થયેલા આઠમા ચકવરી સુભૂમનું અનુક્રમે આવેલું ચરિત્ર કહેવાય છે. આ ભરતક્ષેત્રમાં આવેલા વિશાળ નગરને વિષે ક્ષત્રિયવ્રતને પાળનાર ભૂપાલ નામે રાજા હતા. એક વખતે સંગ્રામમાં ઘણા શત્રુઓએ એક થઈને તેને જીતી લીધે. “હમેશાં સમૂહ અતિ બલવાન હોય છે.” વૈરીઓના પરાભવથી મલિન મુખવાળે થઈને તે રાજાએ સંભૂતમુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી, ચિરકાળ તપસ્યા કરી અંતકાળે ઘણા ગવિષયની પ્રાપ્તિ થવા નિયાણું બાંધી મૃત્યુ પામીને મહ શુક દેવલોકમાં તે દેવતા થયે.
શ્રી ઋષભદેવને કુરૂ નામે એક પુત્ર હતો, જેના નામથી કરદેશ પ્રખ્યાત થયેલ છે. તેનો પુત્ર હસ્તી નામે થયે હતું, જેના નામથી અનેક તીર્થકર અને ચક્રવર્તીની જન્મભૂમિ હસ્તીનાપુર પ્રસિદ્ધ થયેલું છે. તેના વંશમાં અનંતવીર્ય નામે મહા પરાક્રમી રાજા થયે હતે. ભરતક્ષેત્રમાં આવેલા વસંતપુર નગરમાં વંશને ઉછેદ કરનાર અગ્નિક નામે એક છોકરો હતો. તે એક વખતે પિતાના સ્થાનથી દેશાંતરે ચાલ્યા. આગળ જતાં સાર્થ વગરને તે જ્યાં ત્યાં ભમતે ભમતે તાપસને આશ્રમે આવી ચડ્યો. ત્યાંના કુલપતિએ ( વૃદ્ધ તાપસે ) તે અગ્નિકને પુત્ર કરીને રાખે. તે લોકમાં જમદગ્નિના નામથી પ્રખ્યાત થયે. તીણુ તપસ્યા કરતે તે પ્રત્યક્ષ અગ્નિની જેમ પોતાના દુસહ તેજથી પૃથ્વીમાં વિશેષ વિખ્યાત થયો.
તે સમયે પૂર્વ જન્મમાં શ્રાવક હો એ શ્વાનર નામે એક દેવ અને તાપસનો ભક્ત ધવંતરિ દેવ તે બંનેને આ પ્રમાણે પરસ્પર વાદ થયો. એક કહે કે અહંત ધર્મ પ્રમાણે છે અને બીજે કહે કે તાપસ ધર્મ પ્રમાણ છે. આ વિવાદમાં તેઓએ એવો નિર્ણય કર્યો કે “અહત ધર્મમાં જે જઘન્ય હોય તેની અને તાપસમાં જે ઉત્કૃષ્ટ હોય તેની આપણે પરીક્ષા કરવી કે બેમાં ગુણોથી અધિક કેણ થાય છે ?” તે વખતે અભિનવ ધર્મ પામેલ પદ્મરથ નામે રાજા મિથિલા નગરીથી નીકળીને ભાવયતિ થયેલ, તે શ્રી વાસુપૂજ્ય પ્રભુની પાસે દીક્ષા લેવાને ચંપા પુરી જતો હતો. તે વૈશ્વાનર અને ધવંતરિ દેવના જોવામાં આવ્યો. તેની પરીક્ષા કરવાને તે દેવતાઓએ તેની પાસે અન્નપાન લાવી મૂક્યાં. તેને તૃષા અને ક્ષુધા ઘણી લાગી હતી, તથાપિ તે અગ્રાહ્ય જણાવાથી તેણે અંગીકાર કર્યા નહીં. વીર પુરૂષ કદિપણું સત્વથી ચલિત થતા નથી. પછી તે દેવતાઓ માર્ગમાં કરવત જેવા કઠોર કાંકરા, કાંટા વિકુવી તે રાજાના કમળ ચરણકમળમાં પીડા કરવા લાગ્યા. તે માર્ગે ચાલતાં તેના ચરણમાંથી રૂધિરની ધારાઓ ચાલતી હતી, તથાપિ રૂની તળાઈની જેમ તે સુંદર પગલાં ભરીને ચાલતો હતો. પછી તેને ભ કરવા માટે તે દેવતાઓએ નૃત્યગીત થતાં બતાવ્યાં, પરંતુ ગોત્રજમાં દિવ્ય અસ્ત્રની જેમ તે સર્વ નિષ્ફળ થયાં. પછી સિદ્ધપુત્રનું રૂપ ધરી તેની આગળ આવીને તેઓ બોલ્યા-“હે મહાભાગ ! હજુ તમારું મોટું આયુષ્ય છે અને તમે યુવાન છે, માટે સ્વછંદપણે ભેગ ભોગ. યૌવનવયમાં