SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૬ હું ૨૮૯ તપ કરવું તે કેવી બુદ્ધિ કહેવાય? કયે ઉદ્યોગી પુરુષ પણ અદ્ધ રાતનું કામ સવારમાંથી કરે ? હે તાત! યૌવન ગયા પછી દેહને દુર્બલ કરવાનું કારણ અને જાણે બીજી વૃદ્ધ વય હોય તેવું તપચારિત્ર ગ્રહણ કરજો, તપચારિત્ર ગ્રહણ કરજે.” રાજા પધરથે કહ્યું- જે મારું બહ આયુષ્ય હશે તે મને પુણ્ય પણ ઘણું થઈ શકશે. કેમકે જલ પ્રમાણે કમળનું નાળ વધે છે, જેમાં ઈદ્રિ ચપળ થાય છે એવા યૌવનમાં જે તપ કરવું તેનું નામ જ તપ કહેવાય છે. દારૂણ અસ્ત્રનું યુદ્ધ ચાલતું હોય તેવા રણમાં શૂરવીર જણાય તે જ ખરો શૂરવીર કહેવાય છે.” જ્યારે રાજા પધરથ તેઓની પરીક્ષામાં ચલિત થયે નહીં, ત્યારે તેમને સાબાશી આપતા તે બંને દેવતાઓ ત્યાંથી તાપમાં ઉત્કૃષ્ટ એવા જમદગ્નિની પરીક્ષા કરવાને ગયા. | વડના વૃક્ષની જેવી વિસ્તારવાળી જટાથી પૃથ્વીને સ્પર્શ કરતા અને જેના ચરણ રાફડાથી વ્યાપ્ત થયેલા છે એવા તે દાંત તાપસને તેમણે જોયા. પછી બંને દેવતા માયાથી ચટક પક્ષી (ચકલા ચકલી) નું જોડલું બની જગદગ્નિની દાઢીમાં માળો રચી તેમાં નિવાસ કરીને રહ્યા. તે સમયે ચકલે પિતાની સ્ત્રી ચકલીને કહ્યું-હું હિમાલય ઉપર જઈશ.” એટલે ચકલી બલી- ત્યાં ગયા પછી બીજી ચકલીમાં આસક્ત થઈ તું પાછો આવે નહીં, માટે તેને જવા દઈશ નહીં.” ચકલે કહ્યું-“હે પ્રિયા ! જે હું પાછો ન આવું તો મને ગોહત્યાનું પાપ છે.” આવા સેગન લેતા ચકલાને ચકલીએ ફરીવાર કહ્યું-“હે પ્રિય ! તું એવા સેગન લે કે જે હું પાછો ન આવું તે આ તાપસ મુનિનું પાપ મને લાગે છે તે સોગન ઉપર હું તને જવા દઉં.” ચકલાએ એ પ્રમાણે સેગન લીધા એટલે ચકલીએ કહ્યું-તારો માર્ગ સુખદાયક થાઓ.” આવાં તે પક્ષીનાં વચનો સાંભળી જમદગ્નિ કેપ પામ્યા અને બે હાથે તે બંને પક્ષીઓને પકડી લીધા અને કહ્યું-“અરે પક્ષીઓ ! સૂર્યમાં અંધકારની જેમ આવું દુષ્કર તપ કરતા એવા મારામાં ક્યાંથી પાપ હોય ?” ચકલી બેલી-“હે તાપસ ! કોપ કરે નહીં, તમારૂં તપ વ્યર્થ છે. “અપુત્રની ગતિ થતી નથી” એ શ્રુતિ શું તમે નથી સાંભળી ?” તે શ્રુતિને માનનારા જમદગ્નિ મુનિ વિચારમાં પડયા કે પુત્ર અને સ્ત્રી વગર મારૂં આ સઘળું તપ પ્રવાહમાં વહી ગયું.' આ પ્રમાણે જમદગ્નિને ધ્યાનથી ક્ષોભ પામેલા જોઈ “મને ધિકકાર છે કે જે હું તાપસેથી ભરમાઈ ગયો’ એ વિચાર કરતે ધનવંતરિ શ્રાવક થઈ ગયો. “ખરી પ્રતીતિ થતાં કેને વિશ્વાસ ન આવે !” પછી બંને દેવતા અદશ્ય થઈ ગયા. મિથ્યા વિચારમાં ભમાએ જમદગ્નિ તાપસ નેમિકકોષ્ટક નામના નગરમાં આવ્યું. તે નગરના જિતશત્રુને ઘણી કન્યાઓ હતી. ગૌરીને મેળવવા ઇચ્છતા શંકરની, જેમ, તેમાંથી એક કન્યા મેળવવાની ઈચ્છાએ તે રાજા પાસે આવ્યો. તાપસને આવેલા જાણી રાજા જિતશત્રુ ઉભે થઈ અંજળિ જોડીને બોલ્યા- તમે શા માટે આવ્યા છે અને મારે શું કાર્ય કરવાનું છે તે કહે.” જમદગ્નિ બે -“હું કન્યાને માટે આવેલું છું.” રાજાએ કહ્યું-“મારે સે કન્યાઓ છે, તેમાં જે તમને ઈચ્છે તેને તમે ખુશીથી ગ્રહણ કરે.” જમદગ્નિએ અંત:પુરમાં જઈ રાજકન્યાઓને કહ્યું કે “ તમારામાંથી કોઈ એક મારી ધર્મપત્ની થાઓ.” તે સાંભળીને “અરે ! જટાધારી, માથે પળિઆવાળ, દુર્બળ અને ભીખ માગીને જીવનારે તું આવું બેલતાં લજજા કેમ પામતું નથી ? આ પ્રમાણે કહીને તે સઘળીએ થુથુકાર કર્યો. તત્કાળ જમદગ્નિએ ક્રોધ કરીને ચડાવેલા ધનુષની યષ્ટિ જેવી તે બધી કન્યાઓને કુબડી કરી દીધી. તે સમયે એક કન્યા રેણુના પંજની સાથે રાજાના ૩૭. ૧ આ વાસુપૂજ્ય ૧૨ મા તીર્થંકર ને સમજવા.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy