________________
श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र
પર્વ ૬ ઠું.
સ ? રો.
શ્રી કુંથુનાથ ચરિત્ર. જગતમાં જયવંત એવા કુંથુસ્વામીની દેશનાવાણી જય પામે છે, જે વાણી મહા મેહરૂપ પાષાણને ભેદવામાં સરિતાના મોટા પૂર જેવી છે. સંસારસાગરને મંથન કરવામાં મંદરાચલ જેવું રૌલેક્ટ્રપતિ શ્રી કુંથું સ્વામીનું પવિત્ર હવે કહું છું.
જંબુદ્વીપના પૂર્વવિદેહ ક્ષેત્રમાં શેભાથી સ્વર્ગને પણ વિજય કરનાર આવર્ત નામે વિજય છે. તેમાં ખ િનામે એક મોટી નગરી છે. ત્યાં સર્વ ગુણનું પાત્ર અને ધર્મધુરંધર જનની સીમા જે સિંહાવહ નામે રાજા હતો; તે ધર્મનો આધાર, પાપનો કુઠાર, ન્યાયનું કુલગૃહ અને સુબુદ્ધિઓની જન્મભૂમિ જેવો હતો તેને વિચાર મનની જેમ વિદ્વાનોને પણ દુર્લક્ષ હતો; તેનું પ્રભુપણું ઈદ્ર જેવું હતું અને ઉત્સાહ વિષ્ણુના જે હતે. સમુદ્રની પેઠે તેની મર્યાદા ઉલઘન થતી નહોતી, પરંતુ એ શક્તિમાન રાજા સ્વયમેવ આ જગતને મર્યાદામાં રાખતા હતા. તેના ધનુષ્યને ધ્વનિ લક્ષ્મીઓને આકર્ષણ મંત્ર, શત્રુએને ભેદમંત્ર અને પૃથ્વીને રક્ષામંત્ર હોય તેવો ભતો હતો. તે ધર્મને માટે જ પૃથ્વીનું રાજ્ય કરતે, દ્રવ્યને માટે નહી. સર્વદા ધર્મનિષ્ઠ પુરૂષોને દ્રવ્યપ્રાપ્તિ તે આનુષંગિક ( અવાંતર ) ફળરૂપ હોય છે, તત્ત્વવેત્તાઓમાં અગ્રેસર એ સિંહાવહ રાજાએ ભજનને યેગીની જેમ અનાસક્તપણે ભેગને ભેગવતાં કેટલાક કાળ નિગમન કર્યો.
એકદા સમુદ્રની વેલા (ભરતી) ની જેમ અધિક વૈરાગ્ય ધારણ કરી તેણે સંવરાચાર્ય પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. તીવ્ર વ્રતને પાળતા અહંત આરાધનાદિ કેટલાક સ્થાનકની આરાધના વડે તેણે તીર્થંકરનામક ઉપાર્જન કર્યું. કાળગે મૃત્યુ પામી એ સમદ્રષ્ટિ અને સમાધિસ્થ મહાશય સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવતા થયા.
આ જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તીનાપુર નામે મોટું નગર છે. તેમાં આવેલા સૈની ઉજજવળ પતાકાના મિષથી જાણે ધર્મ નિત્ય નૃત્ય કરતો હોય તેમ જણાય છે. સર્વ ગૃહની અંદર ચારે બાજુ રત્નોથી બાંધેલી આંગણાની ભૂમિમાં કર્દમનું નામ ફક્ત યક્ષકર્દીમમાંજ હતું. રનોથી જડેલા તે નગરીના કિલ્લામાં પડેલા પોતાનાં પ્રતિબિંબોની ઉપર મદાંધી હાથીએ બીજા હાથીની બુદ્ધિથી દંતઘાત કરતા હતા. રાજમંદિરમાં, પ્રજાના ગૃહોમાં,
૧ યક્ષ કર્દમ તે ચંદન, કેસર, બરાસ, કસ્તુરી, અંબર, અગર, રકતચંદન, સેનાને વ રખ વિગેરે પદાર્થોનો એક રસ,