SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૬ ઠું ૨૬૫ દરવાજાએમાં અને બીજા સર્વ સ્થાનામાં આકાશમાં ગ્રહાની જેમ અર્હતનાં પ્રતિષ્મિએ વ્યાપી રહ્યાં હતાં તે નગરમાં, અલકાપુરીમાં કુબેરની જેમ તેજવડે નવીન સૂર્ય જેવા શૂર નામે રાજા હતેા; તેના હૃદયમાં બીજો અંતરાત્મા હોય તેવી રીતે ધર્માં વસી રહ્યો હતા; અને અર્થ અને કામ તો અહિરાત્માની જેમ મહારજ રહ્યા હતા. પ્રતાપથી દિશાઓને દુખાવતા એવા તે રાજાને સર્વ શસ્ત્રો ખાજુબંધ અને કડાં વિગેરેની જેમ ભુજાઓમાં આભૂષણને માટેજ હતાં, તે કોઈવાર કાપ કરતા નહી, તથાપિ પૃથ્વીને સારી રીતે પાલતા હતા. ચંદ્ર તીવ્રતા વિના પણ વિશ્વને પ્રકાશિત કરે છે. રૂપલાવણ્યથી સુદર અંગવાળી અને નિળ શીળવડે શાભતી હિરને લક્ષ્મીની જેમ શ્રી નામે તેને પત્ની હતી. જાણે અમૃતની નીક હોય અથવા ચંદ્રની અધિદેવતા હોય તેમ વચનવડે અમૃતને ઝરતી એ સુંદરમુખી રમણી અતિશય શૈાભતી હતી. નિર્દોષ અંગવાળી તે શ્રીદેવી મંદ મ ંદ ચાલતી હતી અને મંદ સ્વરે ખેલતી હતી. રાજહંસને હુ'સલીની જેમ શૂર રાજાને તે પ્રાણવલ્લભા હતી. વૈમાનિક દેવની જેમ શૂરરાજ નિર્વિઘ્ર સુખમાં મગ્ન થઇ તેની સાથે ઉત્તમ ભાગ ભાગવતા હતા. અહી' સર્વાસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરોપમનુ આયુષ્ય પૂર્ણ કરી સિંહાવહ રાજાના જીવ શ્રાવણ માસની કૃષ્ણ નવમીએ ચંદ્ર કૃત્તિકા નક્ષત્રમાં આવતાં ત્યાંથી ચવી શ્રીદેવીના ઉત્તરમાં અવતર્યાં. તે સમયે ચાર દાંતવાળા શ્વેત હાથી, કુમુદ પુષ્પના જેવી કાંતિવાળા વૃષભ, ઉંચી કેશવાળવાળા કેસરી, અભિષેકવડે મનેાહરા લક્ષ્મી, પંચવી પુષ્પની માળા, પૂર્ણિમાના ચંદ્ર, ઉઘાત કરતા સૂર્ય, પતાકા સહિત મહાધ્વજ, સુવર્ણના પૂર્ણ કુંભ, કમળાથી ભરપૂર સરોવર, તર'ગવડે ઉછળતા સમુદ્ર, રત્નમય વિમાન, આકાશ સુધી ઉંચા રત્નપુંજ અને નિર્દૂ મ અગ્નિ આ પ્રમાણે ચૌદ સ્વપ્ના શ્રીદેવીએ જોયાં. તેમણે રાજાને સ્વસની વાર્તા કહી. રાજાએ પ્રાતઃકાળે કહ્યું કે દેવિ ! આ સ્વપ્નના પ્રભાવથી તમારે ચક્રવતી અને તીર્થં 'કર પુત્ર થશે.’ અનુક્રમે નવમાસ અને સાડાસાત દિવસ જતાં બૈશાખ માસની કૃષ્ણ ચતુશીએ ચંદ્ર કૃત્તિકામાં આવતાં અને બીજા સર્વ ગ્રહેા ચના થતાં છાગના ચિન્હથી અક્તિ સુવણૅના જેવી કાંતિવાળા અને સ લક્ષણાથી સ`પૂર્ણ એવા એક પુત્રને શ્રીદેવીએ જન્મ આપ્યા. તે સમયે ક્ષણવાર નારકીને સુખ થયું. ત્રણ જગમાં ઉદ્યોત થઇ રહ્યો, અને ઇંદ્રાદિકનાં આસનેા ક...પાયમાન થયાં, પ્રથમ આસનક પથી આવીને દાસીઓની જેમ છપ્પન દિકુમારીએ સૂતિકર્મ કર્યું. પછી શક્રંદ્ર પાંચરૂપે થઇ પ્રભુને મેિિરપર લઇ ગયા. ત્યાં ત્રેસઠ ઇદ્રોએ તી જળથી પ્રભુને અભિષેક કર્યા. પછી ઈશાન ઇંદ્રના ઉત્સ`ગમાં પ્રભુને એસારી શક્રેન્દ્રે સ્નાત્ર કરાવ્યું, અને પૂજાદિ વિધિ કરીને આ પ્રમાણે સ્તુતિ કરી, “હે જગત્પતિ ! આજે ક્ષીરસાગર પ્રમુખ જલાશયાનાં જળ, પદ્મ વિગેરે હેાનાં જળ અને કમળા, ક્ષુદ્ર હિમાલય વિગેરે પતાની ઔષધીઓ, ભદ્રશાળ પ્રમુખ વનનાં પુષ્પા “અને મલયાચલની આસપાસની ભૂમિના ચંદન એ સર્વે તમારા સ્નાત્રમાં ઉપયાગી થવાથી કૃતાર્થ થયા છે; અને હે દેવ ! તમારા જન્મકલ્યાણકના મહોત્સવ કરવાથી આ બધા “દેવતાઓનુ અશ્વય પણ કૃતાર્થ થયુ છે. તમારા ખિ`ખથી અલ'કૃત થયેલા આ મેરૂ ગિરિ “આજે તમારા પ્રાસાદની જેમ સ પર્વતામાં ઉત્કૃષ્ટ અને તી રૂપ થયેલા છે. હું ભુવનેશ્વર ! તમારા દ નથી અને સ્પથી આજે . નેત્ર અને હાથ ખરેખરા નેત્ર અને “હાથ થયા છે. હે નાથ ! આજે અમારૂ સ્વાભાવિક અવધિજ્ઞાન પણ સફળ થયેલુ છે કે ૩૪
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy