SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૫ સુ ૨૬૩ સમર્થ થશે. આટલા વખત સુધી એ અભીષ્ટ જનને નહી જાણવાથી તમે તે ભાગવી શકયા નથી. પ્રભુનાં આવાં વચન સાંભળી રાજાને અને તેમને પૂર્વ સ્નેહનો ઉદ્યોત કરવામાં દીપક સમાન જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી કુચંદ્ર રાજા ભગવંતને નમીને તેઓને સહેાદરની જેમ સ્નેહથી પેાતાને ઘેર લઈ ગયા. દેવતાએ પણ પ્રભુને નમી પાતપેાતાને સ્થાનકે ગયા, અને ભગવતે વિશ્વનો અનુગ્રહ કરવા માટે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યા. ખાસઠ હજાર આત્મનૈષ્ટિક૧ મુનિઓ, એકસઠહજાર ને છસે સાધ્વીઓ, આઢસા ચૌદ પૂર્વ ધારી મહાત્મા, ત્રણ હજાર અવધિજ્ઞાની, ચારહજાર મન:પર્યવજ્ઞાની, ચાર હજાર ને ત્રણસો કેવળજ્ઞાની, છ હજાર વૈક્રિય લબ્ધિવાળા, બે હજાર ને ચારસા વાદલબ્ધિવાળા, બે લાખ ને નેવું હજાર શ્રાવકા અને ત્રણ લાખ ને ત્રાણું હજાર શ્રાવિકાઓ, આ પ્રમાણે કેવળજ્ઞાનથી આરભી ચાવીશ હજાર નવસેા ને નવાણું વર્ષ સુધી વિહાર કરતાં પ્રભુના પરિવાર થયા. પોતાના નિર્વાણુસમય નજીક જાણી શાંતિનાથ પ્રભુ સમેતશિખર પધાર્યા, અને ત્યાં નવસા મુનિએની સાથે અનશનવ્રત ગ્રહણ કર્યું. એક માસને અ ંતે જ્યેષ્ઠ માસની કૃષ્ણ ત્રયેાદશીએ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં શાંતિનાથ ભગવાન તે મુનિએની સાથે માક્ષે ગયા. કૌમારપણામાં, મંડલિકપણામાં, ચક્રવત્તી પણામાં અને વ્રતમાં પ્રત્યેકે પચીશ હજાર વર્ષી વ્યતીત થયેલાં હેાવાથી શ્રી શાંતિનાથ પ્રભુનું એક લક્ષ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું. શ્રી ધર્મનાથ પ્રભુના નિર્વાણ પછી શાંતિનાથ પ્રભુના નિર્વાણકાલ પુણા પલ્યાપમે ઉણા ત્રણ સાગરોપમ ગયા પછી થયેલા છે. પછી ઇંદ્રાદિક દેવાએ આવી શાંતિનાથ પ્રભુના નિર્વાણુમહિમા કર્યા. કેટલેક કાલે ચક્રાયુધ ગણધર કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ભવિ પ્રાણીએને ધ કરવા ચિરકાલ વિહાર કરી આયુષ્યનેા ક્ષય થતાં કેટિશિલા નામે તી ઉપર ઘણા સાધુઓની સાથે મોક્ષે ગયા. ષટ્ખ`ડ પૃથ્વીતલને જય કરવામાં પણ જેને પ્રયાસ થયા નથી, તૃણની પેઠે રાજ્યલક્ષ્મીને છેડી જેમણે વ્રત ગ્રહણ કરેલુ છે અને ચક્રવતી તથા તીર્થ કરપણાથી જેમને યશ જગતમાં વિખ્યાત છે એવા શ્રી શાંતિનાથ ભગવ ંતનું આ ધીરાદાત્ત અને ધીરશાંત ચરિત્ર સદા જય પામે છે. 火烧烧烧烧器防腐防防限限防腐防限 इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्ठिशला कापुरुषचरिते महाकाव्ये पंचम पर्वणि श्रीशांतिनाथ चरमभव વળનો નામ તંત્તમ સૌંઃ ॥ 腐腐腐腐腐腐NEWRWDL限的限浓限的防限防限体 ૧‘આત્મામાંજ સ્થિતિ કરનાર—પુદ્દગળીક સુખથી વિમુખ, 選出8
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy