SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ સર્ગ ૭ મે અને રાજસુભટના પ્રવેશથી રહિત થયું. કર વિગેરેથી જરાપણ નહીં પડતા એવા અને ઋદ્ધિમાં ઈદ્ર સમાન એવા સનસ્કુમારે પોતાની પ્રજાનું પિતાની જેમ પાલન કર્યું. આ ત્રણ જગતમાં તેના જે પ્રતાપવાન અને અપ્રતિમ રૂપવંત કઈ બીજે થયે નથી. એક વખત સુધર્મા સભામાં રત્નમય સિંહાસન પર બેસી શક ઈંદ્ર સદામની નામે નાટક કરાવતા હતા. તે વખતે સર્વના રૂપને પરાભવ કરનારા એવા પિતાના નિર્દોષ રૂપથી પર્ષદામાં બેઠેલા દેવતાઓને વિમય કરતો અને દેહની પ્રભાથી તે સ્વર્ગને વાસી સર્વ દેવેને તેજને ઢાંકી દેતે સંગમ નામે કઈ દેવ ઇશાન કલ્પથી કાંઈ કાર્ય પ્રસંગે ત્યાં આવ્યું. ક્ષણવારે તેના ગયા પછી દેવતાઓએ શક ઈદ્રને પૂછ્યું-“આ દેવને આવું લોકોત્તર તેજ અને આવું અનુપમ રૂપ કેમ પ્રાપ્ત થયું હશે ?” શકેદ્ર બેલ્યા–તેણે પૂર્વ જન્મમાં આચાર્લી વદ્ધમાન તપ કરેલું છે, તેથી તેને આવું રૂપ અને તેજ પ્રાપ્ત થયું છે.” દેવતાઓએ ફરીવાર પૂછયું–‘આના જે કઈ બીજે પુરૂષ આ જગમાં હશે ? સૌધર્મપતિ બાલ્યા-કુરુવંશમાં શિરોમણિ સનકુમાર ચક્રવત્તીંનું જેવું રૂપ છે તેવું રૂપ કેઈ બીજે ઠેકાણે દેવમાં કે મનુષ્યમાં નથી. તે સાંભળી વિજય અને વૈજયંત નામના બે દેવતાને તે રૂપની પ્રશંસાપર શ્રદ્ધા નહીં આવવાથી તેઓ પૃથ્વી પર આવ્યા અને તેમનું રૂપ જોવાને માટે તેઓ બ્રાહ્મણનું રૂપ ધરીને રાજકારમાં આવી દ્વારપાલોની પાસે ઉભા રહ્યા. તે વખતે સનકુમાર સર્વ વેશ ઉતારી અંગપર અત્યંગ કરાવી સ્નાન કરવાનો આરંભ કરતા હતા. તે સમયે દ્વારપાલે આવી દ્વાર ઉપર રહેલા તે બે બ્રાહ્મણોની ખબર આપી. એટલે ન્યાયવત્તી ચક્રવર્તીએ તે વખતે પણ તેમને પ્રવેશ કરવાની આજ્ઞા આપી, તેઓ ત્યાં આવી રાજાને જોઈ મનમાં વિસ્મય પામી મસ્તકને ધુણાવી ચિંતવવા લાગ્યા–“અહો ! શું સુંદર સ્વરૂપ છે! આનું લલાટ તે અષ્ટમીના ચંદ્રને તિરસ્કાર કરે છે. નીલકમલની કાંતિને જીતનારાં નેત્રો કાન સુધી વિશ્રાંત થયાં છે. અધર પાકેલા બિંબફલની કાંતિને પરાભવ કરે છે. કાન છીપની શોભાને લજાવે છે. કંઠ પાંચજન્ય શંખને જીતે છે. ભુજાઓ હસ્તીની સુંઢનો તિરસ્કાર કરે છે. ઉરસ્થળ સુવર્ણગિરિની શિલાની લક્ષ્મીને લુટે છે. મધ્ય કટીભાગ કેશરીસિંહના કુમારના ઉદર જેવું છે. વિશેષ શું કહેવું ! એના સર્વ અંગની શોભા વાણીથી અગોચર છે. અહા ! લાવણ્ય સરિતાનું પૂર કેવું ઉછળે છે કે જેથી ચંદ્રિકામાં તારાની કાંતિની જેમ શરીરપર કરેલું અભંગ તે કાંઈ જણાતું પણ નથી. એવું ઈ કે વર્ણન કર્યું તેવું જ રૂપ છે તેમાં જરા પણ ફેર નથી. કેમકે મહાત્માઓ કદિપણ મિથ્યા ભાષણ કરતા નથી.” સનસ્કુમારે પૂછયું-“હે ઉત્તમ દ્વિજો ! તમે અહીં શા માટે આવ્યા છે ? તેઓ બેલ્યા “હે નરકેશરી ! આ સચરાચર જગત્માં લકત્તર ચમત્કારી તમારું રૂપ ગવાય છે, તેથી હે પૃથ્વી દ્ર! દૂરથી તે હકીકત સાંભળી અમને કૌતુક થવાથી તે જોવાને અમે અહીં આવ્યા છીએ. હે રાજા ! લોકોમાં તમારા રૂપનું અદ્ભુત વર્ણન અમાર સાંભળવામાં આવ્યું હતું, તેનાથી પણ અહીં તે વિશેષ જોવામાં આવે છે. તે સાંભળી સિમત હાસ્યથી અધરને વ્યાપ્ત કરતા સનકુમાર બેલ્યા “દ્વિજવરે ! અત્યારે મારું અંગ અત્યંગથી વ્યાપ્ત છે, તેથી અત્યારે તે તમને થેડી કાંતિ જણાય છે. પરંતુ ક્ષણવાર એક તરફ ઉભા રહી રાહ જુએ. મારે સ્નાન કરવાનો સમય છે તે થઈ રહ્યા પછી વિચિત્ર વેશ અને ઘણું આભૂષણથી જયારે હું મારા શરીરને શણગારીશ ત્યાર પછી તે રત્ન સહિત કાંચન જેવું તમારા જેવામાં આવશે.” આ પ્રમાણે કહી રાજા નાન કરી, ઉત્તમ વેશ અને
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy