________________
પર્વ ૪ થું
૧૮૩ આભૂષણ પહેરી ગગન પર સૂર્યની જેમ મોટા આડંબરથી સભામાં આવીને બેઠા. પછી રાજાની આજ્ઞા થતાં તે બંને બ્રાહ્મણ રાજાની પાસે આવ્યા. તે વખતે તેમનું વિકૃત થયેલું રૂપ જોઈ ખેદ પામીને તેઓ વિચાર કરવા લાગ્યા-“અહા ક્ષણવારમાં તે રૂ૫, તે કાંતિ અને તે લાવણ્ય ક્યાં ચાલ્યું ગયું ! અથવા મનુષ્યને સર્વ ક્ષણિક જ હોય છે. એ પ્રમાણે તેમને ખેદ પામતા જોઈ રાજાએ પૂછયું-“પ્રથમે મને જોઈને ખુશી થયા હતા અને અધુના અકસ્માત ખેદથી મલિન મુખવાળા કેમ થઈ ગયા છે ?” તે વખત તે વિએ અમૃત જેવી મધુર વાણીએ કહ્યું-“હે મહાભાગ ! અમે સૌધર્મ દેવલેકના નિવાસી દેવતા છીએ. ત્યાં દેવતાઓની સભામાં શકે કે તમારા રૂપનું વર્ણન કર્યું, તે વાત પર અમને શ્રદ્ધા ન આવી, તેથી મનુષ્ય રૂપે અમે નજરે જોવાને અહીં આવ્યા ત્યાં પ્રથમ તો ઈન્દ્ર જેવું કહ્યું હતું તેવું જ રૂપ અમારા જેવામાં આવ્યું પણ અત્યારે જાણે તદ્દન જુદું જ હોય તેવું રૂપ જણાય છે. કેમકે અત્યારે તે નિઃશ્વાસેથી દર્પણની જેમ, કાંતિના સર્વસ્વને ચોરનારા વ્યાધિઓથી તમારે દેહ સર્વત્ર ઘેરાયેલું લાગે છે, તેથી તે ઘણો વિરૂપ થયેલો છે. આ પ્રમાણે કહી તે દેવતાઓ તરતજ અંતર્ધાન થઈ ગયા. પણ તેનાં વચનો સાંભળતાંજ રાજાએ બરફથી ગ્રસ્ત થયેલા વૃક્ષની જેમ પોતાનું શરીર કાંતિ રહિત અવેલેકયું. તે વિચાર કરવા લાગ્યો કે “રેગના સ્થાનરૂપ આ શરીરને ધિકકાર છે! તુચ્છબુદ્ધિવાળા મુગ્ધજને તેની ઉપર ફોગટ મૂર્છા રાખે છે. આ શરીર અંદરથી ઉત્પન્ન થતા વિવિધ વ્યાધિઓવડે દારુણ ઉદ્દેહીના કીડાથી કાષ્ઠની જેમ વિદીર્ણ થઈ જાય છે. વડના ફલની જેમ કદિ તે બહારથી રુચીકર હોય, તથાપિ અંદર કીડાઓથી આકુળ હોય છે. મોટા સરોવરના જલને સેવાળની જેમ રોગ શરીરની રૂપસંપત્તિને તત્કાળ બગાડી નાખે છે. શરીર શિથિલ થાય છે, પણ આશા શિથિલ થતી નથી, રૂપ ચાલ્યું જાય છે પણ પાપબુદ્ધિ જતી નથી; જરા સ્કુરે છે પણ જ્ઞાન કુરતું નથી–તેવા પ્રાણુઓના સ્વરૂપને ધિક્કાર છે ! આ સંસારમાં રૂપ, લાવણ્ય, કાંતિ, શરીર અને દ્રવ્ય તે સર્વે કુશાગ્ર પર રહેલા જલબિંદુની જેમ ચપલ છે, તેથી આજકાલ વિનાશ પામનારા શરીરથી સકામ નિર્જરાને કરનાર તપ કરવો તે જ તેનું મોટું ફલ અને સાર છે.” આ પ્રમાણે વૈરાગ્યભાવના પ્રાપ્ત થવાથી સનસ્કુમાર ચક્રીએ તરતજ દીક્ષા લેવાની ઈચ્છા કરી અને તત્કાળ પિતાના પુત્રને રાજ્યપર બેસાર્યો. પછી પિતે ઉદ્યાનમાં જઈ વિનયંધર સૂરિની પાસે વિનય પૂર્વક સર્વ સાવદ્ય વિરતિ (ચારિત્ર) તથા પ્રધાન એવું તપ ગ્રહણ કર્યું.
મહાવ્રતધારી, ઉત્તમ ગુણને ધારણ કરનાર, ગામે ગામ વિહાર કરનાર અને સમતામાં એકાગ્ર ચિત્તવાળા એ સનસ્કુમાર મુનિની પછવાડે, મહામૂથપતિ હાથીની પાછળ હાથીના છંદની જેમ ગાઢ અનુરાગને બંધથી સર્વ પરિવાર ચાલ્યો. પરંતુ કષાય રહિત, ઉદાસી, મમતાત્યાગી અને પરિગ્રહ વર્જિત તે રાજમુનિની છ માસ સુધી ઉપાસના કરીને અંતે સર્વ પરિવાર પાછો વળે. એકદા છઠ્ઠને પારણે તે મુનિ ગોચરી લેવા કોઈના ઘરમાં ગયા. ત્યાં બકરીના દૂધની છાશ અને ચીનકકુર મળ્યો. તેને તેઓએ આહાર કરી લીધા. ફરીવાર પણ છઠ્ઠ કરીને તેવી રીતે જ પારણું કર્યું તેથી જાણે વ્યાધિના દેહદ પૂરા થયા હોય તેમ તેમના શરીરમાં વ્યાધિઓ વૃદ્ધિ પામ્યા ખસ, શેષ, સેઝા, ધાસ, અરુચિ, ઉદરપીડા અને નેત્રપીડા એ સાત વ્યાધિઓને તે પુણ્યાત્માએ સમતાભાવે સાત વર્ષ સુધી સહન કર્યા. તે અને બીજા પણ દુઃસહ પરીસહોને સહન કરતાં છતાં ઉપાય કરવામાં તદ્દન અક્ષિા રહિત એ મહાત્માને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. તેમાં મુખ્ય કફ, વિપૃષ, જલ, મલ, વિષ્ટા, આમ અને બીજું સર્વ ઔષધીય થવા રૂપ સાત લબ્ધિઓ હતી. ૧ ધન્ના વિશેષ-તુચ્છ ધાન્ય.