________________
પર્વ ૪ થું
૧૮૧ પ્રમાણે સર્વ પરિવાર લઈ શત્રુ રૂપી પર્વતને વા સમાન એવા સનસ્કુમાર સ્ત્રીઓ અને મિત્રો સહિત હસ્તીનાપુર આવ્યા. ગ્રીષ્મના તાપથી પીડિતને મેઘની જેમ સનકુમારે પિતાના દર્શનથી દુઃખારૂં માતાપિતાને અને નગરજનોને આનંદિત કર્યા. તે જ વખતે મનમાં પ્રસન્ન થયેલા અશ્વસેન રાજાએ પોતાના રાજ્ય ઉપર સનસ્કુમારને અને તેના સેનાપતિ તરીકે મહેન્દ્રસિંહને સ્થાપિત ર્યા અને પછી શ્રી ધર્મનાથ તીર્થકરના તીર્થને કઈ સ્થવિર મુનિની પાસે દીક્ષા લઈને અશ્વસેન રાજાએ પિતાને સ્વાર્થ સાધ્ય.
રાજ્યને નીતિથી પાલન કરતા સનસ્કુમારને અનુક્રમે ચક્ર વિગેરે ચૌદ મહારત્ન પ્રાપ્ત થયા. પછી તેણે ચક્રના માર્ગને અનુસરીને પખંડ ભરતક્ષેત્ર અને નૈસર્પ વિગેરે નવ નિધિ સાધ્યા અને એક હજાર વર્ષે ભરતક્ષેત્રને સાધીને હસ્તીનપર આરૂઢ થઈ હસ્તીનાપુરમાં પ્રવેશ કર્યો. નગરમાં પેસતાં એ મહાત્માને અવધિજ્ઞાનવડે સૌધર્મઇન્દ્ર સૌહદપણુવડે જાણે સાક્ષાત્ પોતેજ હોય તેમ જોયા. ‘પૂર્વ જન્મમાં આ સૌધર્મેદ્ર હતા, તેથી તે મારા બંધુ છે એવું વિચારી નેહવશ થઈને કુબેરને આ પ્રમાણે આજ્ઞા કરી કે “કુરવંશ રૂપી સાગરમાં ચંદ્રરૂપ અને અશ્વસેન રાજાના પુત્ર આ સનહુમાર ચક્રવર્તે છે તે મહાત્મા મારે બંધુવત્ છે. તે ષટ્રખંડ ભારતને સાધી આજે પિતાના નગરમાં પ્રવેશ કરે છે, માટે તમે જાઓ અને તેમને ચક્રીપણાને અભિષેક કરે.” આ પ્રમાણે કહી ઈન્ડે સનસ્કુમારને માટે હાર, ચંદ્રમાળા, છત્ર, બે ચામર, મુગટ, બે કુંડળ, બે દેવદૂષ્ય અને પ્રકાશમાન સિંહાસન, બે પાદુકા અને પાદપીઠ કબેરને અર્પણ કર્યા તથા તિલોત્તમા, ઉર્વશી, મેના, રંભા, તુંબરૂ અને નારદને તથા તે શિવાય બીજાઓને ઈદ્ર ચક્રવત્તીના અભિષેકમહોત્સવમાં જવા માટે આજ્ઞા કરી. આ પ્રમાણે આજ્ઞા થતાં તરતજ કુબેર તેઓની સાથે હસ્તીનાપુરમાં આવ્યા અને ઈદ્રનો સંદેશે સનસ્કુમારને કહ્યો. પછી સનસ્કુમારની આજ્ઞા લઈને કુબેરે એક ક્ષણમાં રેહણગિરિના તટ જેવી એક એજનના વિસ્તારવાળી માણિકામય પીઠ વિકુવી, તેની ઉપર દિવ્ય મંડપ રચીને તેના મધ્યમાં મણિપીઠ બાંધી અને તેની ઉપર એક સિંહાસન રચ્યું; કુબેરના આદેશથી દેવતાઓ ક્ષીર સમુદ્રનું જલ લાવ્યા અને સર્વ રાજાઓ અમૂત્ય ગંધ માત્યાદિ લાવ્યા. પછી કુબેરે વિજ્ઞપ્તિ કરીને ચક્રવત્તીને તે ઉત્તમ સિંહાસન પર બેસાર્યા અને ઈ આપેલી ભેટ અર્પણ કરી. ઈન્દ્રના સામાનિક દેવે વિગેરે પરિવારની જેમ સનસ્કુમારને સામંતાદિ પરિવાર મણિપીઠની ઉપર યોગ્ય સ્થાને બેઠો. પછી દેવતાઓએ નાભિરાજાના પુત્ર ઋષભદેવ ભગવાનની જેમ સનસ્કુમારને પવિત્ર જલવડે ચક્રવીપણાનો અભિષેક કર્યો. તે વખતે તું બુરૂ પ્રમુખ ગાયકોએ મંગલ ગીત આરં
વ્યાં, દેવતાઓએ પટહાદિક વાજિત્રે વગાડ્યાં, રંભા ઉર્વશી વિગેરે નર્તકીઓએ નૃત્ય કર્યું અને ગંધર્વોએ વિચિત્ર પ્રકારનાં નાટક ભજવી બતાવ્યાં.
આ પ્રમાણે સનસ્કુમારને અભિષેક કરીને દેવતાઓએ દિવ્ય વસ્ત્ર, અંગરાગ, નેપથ્ય અને માલાવડે તેમને અલંકૃત કર્યા. પછી હર્ષ પામેલા કુબેરે તેમને મદાંધી ગજરન ઉપર બેસારી હસ્તીનાપુરમાં પ્રવેશ કરાવ્યું અને પોતાની અલકાનગરીની જેમ હસ્તીનાપુરને સમૃદ્ધિથી પૂર્ણ કરી. ત્યાર પછી ચક્રવતીએ વિદાય કરેલા કુબેર વિગેરે પિતાપિતાને સ્થાનકે ગયા. દેવકૃત અભિષેક થઈ રહ્યા પછી બત્રીસ હજાર મુગટબદ્ધ રાજાઓએ તથા બીજા સામંતાદિકોએ પિતાની સંપત્તિરૂપ વલ્લીમાં નીક રૂપ ચક્રાપણાનો અભિષેક કર્યો. તે અભિષેકના બાર વર્ષ પર્યત ઉત્સવથી આખું હસ્તીનાપુર બાર વર્ષ સુધી દંડ, દાણુ