________________
સગ ૧ લે.
એટલામાં મીન જળમાં પેસી ગયું અને પેલું માંસ ગીધ પક્ષી ઉપાડી ગયું,” તેમ જેઓ અહિક સુખ છેડી પરલોકને માટે દોડે છે તેઓ ઉભયભ્રષ્ટ થઈ પિતાના આત્માને ઠગે છે. પાખંડી લોકોની ખોટી શિખામણ સાંભળી-નરકથી હીને મહાધીન પ્રાણીઓ વ્રત વગેરેથી પિતાના દેહને દંડે છે અને લાવક પક્ષી જેમ પૃથ્વી પડી જવાની શંકાથી એક પાદ
વડે નાચે છે તેમ મનુષ્ય નરકપાતની શંકાથી તપ કરે છે. - સ્વયં બુદ્ધે કહ્યું-“ જે વસ્તુ સત્ય ન હોય તે તેથી પિતપતાનાં કૃત્ય કરનાર પિતે કેમ થાય ? આવી જે માયા હોય સ્વપ્નમાં પ્રાપ્ત થયેલે હાથી કાર્ય કેમ કરતે નથી? તમે પદાર્થોના કાર્યકારણુભાવ સત્ય માનતા નથી તે પડતા વજની બીક શા માટે રાખો છો ? અને જો એવું હોય તે તમે અને હું–વાય અને વાચક એવું કાંઈ પણ નથી. ત્યારે વ્યવહારને કરનારી ઈષ્ટની પ્રતિપત્તિ પણ કેમ થાય ? હે દેવ ! વિતંડાવાદમાં પંડિત, સારા પરિણામથી પરા મુખ અને વિષયાભિલાષી એવા આ લકથી તમે છેતરાઓ છો, માટે વિવેકનું અવલંબન કરીને વિષને ત્યાગ કરો અને આ લેક પરલેકના સુખને માટે ધર્મને આશ્રય કરે.” |
એવી રીતે મંત્રીઓનાં જુદાં જુદાં ભાષણ સાંભળીને પ્રસાદથી સુંદર મુખવાળા રાજાએ કહ્યું-“હે મહાબુદ્ધિ સ્વયં બુદ્ધ ! તમે ઘણું સારું કહ્યું, તમે ધર્મ ગ્રહણ કરવાનું કહ્યું તે યુક્ત છે, અમે પણ ધર્મષી નથી, પરંતુ યુદ્ધમાં જેમ અવસરે મંત્રાસ્ત્ર ગ્રહણ કરાય છે તેમ અવસરે ધર્મનું ગ્રહણ કરવું યોગ્ય છે. ઘણે કાળે આવેલા મિત્રની પેઠે પ્રાપ્ત થયેલા યૌવનની યોગ્ય પ્રતિપત્તિ કર્યા વિના કણ ઉપેક્ષા કરે ? તમે જે ધર્મોપદેશ કર્યો તે અયોગ્ય અવસરે કર્યો છે, કેમકે વીણું વાગતી હોય તે સમયે વેદને ઉદ્દગાર શોભત નથી. ધર્મનું ફળ પરલેક છે તે સંદેહવાળું છે, માટે તમે આ લેકના સુખાસ્વાદને કેમ નિષેધ કરે છે ?'
રાજાનાં એવાં વચન સાંભળી સ્વયંબુદ્ધ અંજલિ જેડી બે -“મહારાજ ! આવશ્યક એવા ધર્મના ફળમાં ક્યારે પણ શંકા કરવી યુક્ત નથી આપને યાદ છે કે, બાલ્યાવસ્થામાં આપણે એક દિવસ નંદનવનમાં ગયા હતા, ત્યાં આપણે એક સુંદર કાંતિવાન દેવને જેયા હતા. તે વખતે પ્રસન્ન થયેલા તે દેવે આપને ઉદ્દેશીને કહ્યું હતું-હુ અતિબળ નામે તમારે પિતામહ છું. નઠારા મિત્રની પેઠે વિષયસુખથી ઉદ્વેગ પામીને મેં તૃણની જેમ રાજ્ય છોડી
' અને રત્નત્રયીનું કર્યું. અંતાવસ્થાએ પણ વ્રતરૂપી મહેલને કળશરૂપ ત્યાગભાવને મેં ગ્રહણ કર્યો, તો તેના પ્રભાવથી હું લાંતકાધિપતિ દેવતા થયા છું, માટે તમારે પણ અસાર સંસારને વિષે પ્રમાદી થઈને રહેવું નહિ.” એવી રીતે કહી વીજળીની જેમ આકાશને પ્રકાશિત કરતા તે દેવ અંતર્ધાન થઈ ગયા હતા; માટે મહારાજ ! આપ તમારા પિતામહના તે વચનને સ્મરણ કરી પરક છે એમ માને; કારણ કે પ્રત્યક્ષ પ્રમાણ હોય ત્યાં બીજા પ્રમાણની કલ્પના શા માટે કરવી જોઈએ ?”
નૃપતિએ કહ્યું–‘તમે મને પિતામહના વચનનું સ્મરણ કરાવ્યું તે બહુ સારું કર્યું, હવે હું ધર્મ-અધર્મ જેનું કારણ છે એવા પરલેકને માન્ય કરું છું.” રાજાનું એવું આસ્તિકય વચન સાંભળી મિથ્યાદષ્ટિએની વાણુરૂપ રજમાં મેઘ સમાન સ્વયં બુદ્ધ મંત્રીએ અવકાશ પામીને આનંદ સહિત આ પ્રમાણે કહેવાનો આરંભ કર્યો:
હે મહારાજ ! પૂર્વે તમારા વંશમાં કુચંદ્ર નામે રાજા થયેલ હતું. તેને કરમતી નામે એક સ્ત્રી હતી અને હરિશ્ચંદ્ર નામે એક પુત્ર હતા. તે રાજા કોળીની જેમ મોટા આરંભ