________________
પર્વ ૧ લું આત્મા છે અને ધર્મ-અધર્મ છે કારણ જેનું એવો પરલોક પણ છે એમ સિદ્ધ થાય છે. અગ્નિના તાપથી જેમ માખણ ઓગળી જાય છે તેમ સ્ત્રીના આલિંગનથી મનુષ્યોનો વિવેક સર્વ પ્રકારે નાશ પામે છે. અનર્ગળ અને ઘણું રસવાળા આહારના મુદ્દગલને ભેગવનાર માણસ, ઉન્મત્ત પશુની પેઠે ઉચિત કર્મને જાણતું જ નથી. ચંદન, અગુરૂ, કસ્તૂરી અને ઘનસાર વગેરેની સુગધીથી સર્પાદિકની પેઠે કામદેવ મનુષ્યનું આક્રમણ કરે છે. વાડમાં ભરાયેલા વસ્ત્રના છેડાથી જેમ માણસની ગતિ ખલના પામે છે તેમ સ્ત્રી વગેરેના રૂપમાં સંલગ્ન થયેલા ચક્ષુથી પુરુષ ખલિત થઈ જાય છે. ધૂર્ત માણસની મૈત્રીની જેમ થે ડીવાર સુખ આપવાથી વારંવાર મોહ પમાડતા સંગીત હમેશાં કુશળને માટે થતા નથી. માટે હે સ્વામિન્ ! પાપના મિત્રો, ધર્મના વિરોધી અને નરકને આકર્ષણ કરવાના પાસરૂપ વિષયને દૂરથી જ છોડી દે. એક સેવ્ય થાય છે અને એક સેવક થાય છે, એક યાચક થાય છે અને એક દાતા થાય છે. એક વાહન થાય છે અને બીજે તેની ઉપર બેસનાર થાય છે, એક અભય માગે છે અને એક અભયદાન આપનાર થાય છે, એ વગેરેથી આ લેકમાં ધમ–અધર્મનું સ્ટેટુ ફળ જણાય છે. તે જોતાં પણ જે માણસ માને નહીં તેવા બુદ્ધિવાનનું કલ્યાણ થાઓ ! ! વધારે શું કહીએ? હે રાજન્ ! આપે અસત્ વાણીની પેઠે દુઃખ આપનાર અધર્મનો ત્યાગ કરે અને સત્ વાણીની પેઠે સુખના અદ્વિતીય કારણરૂપ ધર્મને ગ્રહણ કરો.
એવું સાંભળીને શતમતિ નામને મંત્રી બેલ્યો-“પ્રતિક્ષણભંગુર પદાર્થ વિષયના જ્ઞાન સિવાય જુદે એવો કોઈ આત્મા નથી અને વસ્તુઓમાં સ્થિરપણાની બુદ્ધિ છે તેનું મૂળ કારણ વાસના છે, માટે પૂર્વ અને અપર ક્ષણોનું વાસનારૂપ એકત્વ વાસ્તવિક છે, ક્ષણોનું એકત્વ વાસ્તવિક નથી.”
સ્વયંબુદ્ધે કહ્યું-કેઈપણ વસ્તુ અન્વય (પરંપરા) રહિત નથી, જળ અને ઘાસ ગાયોમાં દૂધને માટે કપાય છે, આકાશપુષ્પ અને કૂર્મના રોમ જેવી નિરન્વય વસ્તુ આ જગતમાં કઈ નથી, તેથી ક્ષણભંગુરપણાની બુદ્ધિ વૃથા છે. જે વસ્તુ ક્ષણભંગુર હોય તે સંતાનપરંપરા પણ કેમ ક્ષણિક ન કહેવાય ? જે સંતાનનું નિત્યપણું માનીએ તો સમસ્ત પદાર્થ ક્ષણિક કેવી રીતે થાય? જે સર્વ પદાર્થો અનિત્ય માનીએ તે થાપણ મૂકેલી પાછી માગવી, પૂર્વ વાતનું સ્મરણ કરવું અને અભિમાન કરવું એ સર્વ કેમ ઘટે ? જો જન્મ થયા પછી અનંતર ક્ષણમાં જ નાશપણું હોય તો બીજી ક્ષણમાં થયેલે પુત્ર પ્રથમના માતા પિતાને પુત્ર ન કહેવાય અને પુત્રને પ્રથમ ક્ષણમાં થયેલા માતાપિતા તે માતાપિતા ન કહેવાય તેથી તેમ કહેવું અસંગત છે. જે વિવાહના સમય પછીને ક્ષણે દંપતી ક્ષણનાશવંત હોય તો તે સ્ત્રીને તે પતિ નહીં અને તે પતિની તે સ્ત્રી નહી એમ બંને માટે તે અસમંજસ છે. એક ક્ષણમાં જે અશુભ કર્મ કરે તે જ બીજી ક્ષણમાં તેનું ફળ ન ભોગવે અને તેને બીજે ભગવે તે તેથી કૃતને નાશ અને અમૃતને આગમ એવા બે હેટા દેશની પ્રાપ્તિ થાય.”
ત્યાર પછી મહામતિ મંત્રી બોલ્યો-“આ સર્વ માયા છે. તત્ત્વથી કાંઈ નથી. આ સર્વ પદાર્થો જણાય છે તે સ્વપ્ન અને મૃગતૃગાવત મિથ્યા છે. ગર શિષ્ય ધર્મ-અધર્મ, પિતાનો અને પારક–એ સર્વ વ્યવહારથી જોવામાં આવે છે, પણ તવથી કાંઈ નથી. જેમ શિયાળ લાવેલું માંસ નદીના તીર ઉપર છોડી માછલાને માટે પાણીમાં દેડયો ૧, એંધાણ