________________
૧૮
સર્ગ ૧ લો
નિષેધ કરે તેને સ્વામીને વરી સમજ. હે સ્વામિન ! જાણે સૌરભ્યથી જ નિષ્પન્ન થયા હે તેમ કપૂર, અગુરુ, કસ્તુરી અને ચંદનાદિકથી તમે રાત્રિ-દિવસ વ્યાપ્ત રહે. હે રાજન ! નેત્રની પ્રીતિને માટે ઉદ્યાન, વાહન, કિલ્લા અને ચિત્રશાળાઓ વગેરે જે જે શોભિતા પદાર્થો હોય તેને વારંવાર જુઓ. હે સ્વામિન્ ! વીણા, વેણ, મૃદંગ વગેરે વાજિત્ર વડે ગવાતાં ગીતથી થતાં મધુર શબ્દ નિરંતર તમારા કર્ણને રસાયરૂપ થાઓ. જ્યાં સુધી જીવવું ત્યાં સુધી વિષયના સુખ વડે જીવવું અને ધર્મકાર્યને માટે તલખવું નહીં, કારણ કે ધર્મઅધર્મનું કાંઈ પણ ફળ નથી.”
સંભિન્નમતિનાં વચને સાંભળી સ્વયં બુદ્ધિ કહ્યું-“અરે ! પોતાના અને પરના શત્રુરૂપ નાસ્તિક લે કોને ધિક્કાર છે કે જેઓ, અંધ માણસ જેમ અંધ ટોળાને દોરી કૂવામાં પાડે તેમ માણસને, આકર્ષણ કરી અર્ધગતિને વિષે પાડે છે. જેમ સુખદુઃખ સ્વસંવેદનથી જાણી શકાય છે તેમ આત્મા પણ સ્વસંવેદનથી જ જાણવા ગ્ય છે, તે સ્વસંવેદનમાં બધાને અભાવ હોવાથી આત્માને નિષેધ કરવાને કઈપણ શક્તિમાન નથી. હું સુખી છું, હું દુખી છું” એવી અબાધિત પ્રતીતિ આત્મા સિવાય કોઈને ક્યારે પણ થઈ શકતી નથી. એ પ્રમાણેના જ્ઞાનથી પોતાના શરીરને વિષે આત્માની સિદ્ધિ થાય છે, તે અનુમાનથી પરશરીરમાં પણ તેની સિદ્ધિ થાય છે. સર્વત્ર બુદ્ધિપૂર્વક ક્રિયાની પ્રાપ્તિ દેખાવાથી પર શરીરને વિષે પણ આમા છે એવો નિશ્ચય થાય છે. જે પ્રાણી મૃત્યુ પામે છે તે જ પુનઃ ઉત્પન્ન થાય છે, તેથી ચેતનને પરલેક પણ છે એવું સંશય રહિત જણાય છે, જેમ બાલ્યાવસ્થાથી તરુણાવસ્થા પ્રાપ્ત થાય છે અને તારુણ્યમાંથી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તેમજ ચેતન એક જન્મમાંથી બીજા જન્મમાં પણ જાય છે. પૂર્વભવની અનવૃત્તિ સિવાય તરતને જન્મેલ બાળક પણ શિખવ્યા સિવાય માતાના સ્તન ઉપર પોતાનું મુખ કેમ અર્પણ કરે? આ જગતમાં કારણને અનુરૂપ એવું જ કાર્ય જોવામાં આવે છે, તો તે અચેતન ભૂતોથી ચેતન કેમ ઉત્પન્ન થાય ? વળી હે સંભિન્નમતિ! હું તને પૂછું છું કે ચેતના પ્રત્યેક ભૂતથી ઉત્પન્ન થાય છે કે સમગ્રના સંગથી ઉપજે છે ? જે દરેક ભૂતથી ચેતન ઉત્પન્ન થાય એ પ્રથમ પક્ષ લઈએ તે તેટલી જ ચેતના હોવી જોઈએ અને સર્વ ભૂતની એકત્રતા થવાથી જ ચેતના ઉત્પન્ન થાય એ બીજો પક્ષ ગ્રહણ કરીએ તો તે ભિન્ન સ્વભાવવાળા
તેથી એક સ્વભાવવાળે ચેતન કેમ ઉત્પન થાય? એ સર્વ વિચારવા જેવું છે. રૂપગંધ-રસ–સ્પર્શ ગુણવાળી પૃથ્વી છે, રૂપ-સ્પર્શ–રસાત્મક ગુણવાળું જળ છે, રૂપ અને સ્પર્શ ગુણવાળું તેજ છે અને એક સ્પર્શ ગુરુવાળે મરુતુ છે, એ પ્રમાણે તે ભૂતની ભિન્ન સ્વભાવતા સર્વને જાણવામાં જ છે. જેમ જળથી વિસદશ એવા મતોની ઉ૫ત્તિ જોવામાં આવે છે તેમ અચેતન ભૂતોથી પણ ચેતનની ઉત્પત્તિ થાય એમ તું કહીશ તે તે પણ યુક્ત નથી, કેમકે મેતી વગેરેમાં પણ જળ દેખાય છે, તેમ જળ અને મોતી બને પૌગલિક જ છે, તેથી તેમાં વિસશિપણું નથી. પિષ્ટ, ગાળ અને જળ વગેરેથી થયેલી ભદશક્તિનું તું દષ્ટાંત આપે છે, પણ તે મદશકિત પણ અચેતન છે, તેથી ચેતનમાં તે દષ્ટાંત કેમ સંભવે ? દેહ અને આત્માનું ઐકયપણું ક્યારે પણ કહી શકાય તેવું નથી; કેમકે તદવસ્થ (મૃત્યુ પામેલા) દેહમાં ચેતન (આત્મા) ઉપલબ્ધ થતું નથી. એક પાષાણ પૂજાય છે અને બીજા પાષાણ ઉપર મૂત્રાદિકનું લેપન થાય છે એ દષ્ટાંત પણ અસત્ છે, કેમકે પાષાણ અચેતન છે તે તેને સુખદુઃખાદિને અનુભવ જ શેને હેય? માટે આ દેહથી ભિન્ન એવે પરલેકવાન ૧. પુનર્ભવ કરનાર, પરલોકમાં જનારે.