________________
પર્વ ૧ લું
૧૭ ગળે છે તેમ અનેક વ્યસનના આવેગરૂપી અગ્નિની અંદર રહેલા અધમ પ્રાણીઓના શરીરે ગળ્યા કરે છે, માટે તેવા અધમીઓને ધિક્કાર છે. પરમ બંધુની પેઠે ધર્મથી સુખ મળે છે અને નાવની પેઠે ધર્મ વડે આપત્તિરૂપી નદીઓ તરી જવાય છે. જેઓ ધર્મ ઉપાર્જન કરવામાં તત્પર છે તે પુરુષોને વિષે શિરોમણિ થાય છે અને લતાઓ જેમ વૃક્ષનો આશ્રય કરે છે તેમ તેમ સંપત્તિઓ તેમનો આશ્રય કરે છે. ધર્મ વડે આધિ, વ્યાધિ અને વિરોધ વગેરે જે પીડાહેતુ છે તે, જળથી જેમ અગ્નિ નાશ પામે તેમ તત્કાળ નાશ પામી જાય છે. પરિપૂર્ણ પરાક્રમથી કરેલ ધર્મ અન્ય જન્મમાં કલ્યાણ સંપત્તિ આપવાને માટે જામીનરૂપ છે. હે સ્વામિન્ ! વધારે શું કહું ? પરંતુ નિઃશ્રેણીથી જેમ મહેલના અગ્રભાગ પર જવાય છે તેમ પ્રાણુઓ બળવાન્ ધમથી લોકગ્રને પ્રાપ્ત થાય છે. આપ પણ ધર્મ વડે આ વિદ્યાધાન નરેંદ્રપણાને પામેલા છો, માટે તમે ઉત્કૃષ્ટ લાભને વાસ્તે ધર્મને આશ્રય કરે.”
સ્વયં બુદ્ધ મંત્રીએ એ પ્રમાણે કહ્યા પછી અમાવાસ્યાની રાત્રિની પેઠે મિથ્યાત્વરૂપી અંધકારની ખાણરૂપ અને વિષ સરખી વિષમ મતિવાળે સંમિતિ નામનો મંત્રી બેલ્યો-“અરે ! અરે ! સ્વયં બુદ્ધ! તમને શાબાશ છે ! તમે પોતાના સ્વામીનું બહુ સારું હિત ઈચ્છો છો ! ઓડકારથી જેમ આહારનો અનુભવ થાય છે તેમ તમારી ગિરા વડે જ તમારા ભાવનું અનુમાન થાય છે. હમેશાં સરલ અને પ્રસન્ન રહેનારા સ્વામીના સુખને માટે તમારા જેવા કુલીન અમાત્યો જ આવી રીતે કહે, બીજા તે કહે નહી ! સ્વભાવથી કઠિન એવા કયા ઉપાધ્યાયે તમને ભણવ્યા છે ? જેથી અકાળે વજપાત જેવાં વચનો તમે સ્વામી પ્રત્યે કહ્યાં? સેવકે પોતાના ભેગના અર્થને માટે સ્વામીની સેવા કરે છે તો તેઓએ પોતાના સ્વામીને “તમે ભોગ ભેગો નહીં” એવું કેમ કહેવાય ? જેઓ આ ભવ સંબંધી ભેગને છોડી દઈ પરલોકને માટે યત્ન કરે છે તેઓ હથેલીમાં રહેલ લેહ્ય પદાર્થને છોડી કેણી ચાટવા જેવું કરે છે. ધર્મથી પરલોકમાં ફળ મળે છે એમ જે કહેવાય છે તે અસંગત છે, કેમકે, પરલોકી જનોને અભાવ છે તેથી પરલેક પણ નથી જ. જેમ ગોળ, પિષ્ટ અને જળ વગેરે પદાર્થોથી મદશક્તિ ઉત્પન્ન થાય છે તેમ પૃથ્વી, અપ, તેજ અને વાયુથી ચેતના ઉત્પન્ન થાય છે. શરીરથી જુદે કોઈ શરીરધારી પ્રાણી નથી કે જે આ શરીરને છોડી પરલોકમાં જાય, માટે વિષયનું સુખ નિઃશંકપણે ભોગવવું અને પોતાના આત્માને ઠગવો નહીં, કારણ કે, સ્વાર્થભ્રંશ કરે તે જ મૂર્ખતા છે. ધર્મ અને અધર્મની શંકા જ કરવી નહી, કારણ કે, સુખાદિકમાં તે વિદાકારક છે અને ધર્મ–અધર્મ ખરશંગની પેઠે વિદ્યમાન જ નથી. સ્નાન, વિલેપન, પુષ્પ અને વસ્ત્રાભૂષણથી પાષાણુની પૂજા કરાય તો તેણે શું પુણ્ય કયું? ? અને બીજા પાષાણ ઉપર બેસી માણસે મૂત્રેત્સર્ગ અને વિષ્ટા કરે છે તેણે શું પાપ કર્યું? જે પ્રાણીઓ કર્મથી ઉત્પન્ન થતા હોય અને મૃત્યુ પામતા હોય તો પાણીના પરપોટા કયા કર્મથી ઉત્પન્ન અને વિપન્ન થાય છે? જ્યાં સુધી ઈચ્છા વડે ચેષ્ટા કરે છે ત્યાં સુધી ચેતન કહેવાય છે અને વિનષ્ટ થયેલા ચેતનનો પુનર્ભવ નથી. જે પ્રાણી મૃત્યુ પામે છે તે જ પુનઃ ઉત્પન થાય છે એવું વાકય સર્વથા યુક્તિરહિત છે, તેથી કહેવા માત્ર જ છે. શિરીષના જેવી કોમળ શસ્યામાં, રૂપલાવણ્યથી સુંદર એવી રમણીઓની સાથે આપણા સ્વામી અવિશકિતપણે ક્રીડા કરે અને અમૃત સમાન ભેજ્ય અને પેય પદાર્થોનું યથારુચિ આસ્વાદન કરો; તેનો જે ૧. નિસરણ અથવા દાદર. ૨. ચાટવા ગ્ય.