________________
૨૧
પર્વ ૧ લું અને પરિગ્રહને કરવાવાળ, અનાર્ય કાર્યને વિષે અગ્રેસર, યમરાજાની જે નિર્દય, દુરાચારી અને ભયંકર હતો; તો પણ તે રાજાએ ઘણા કાળ પર્યત રાજ્ય ભોગવ્યું, કેમકે પૂર્વોપાર્જિત પુણ્યનું અપ્રતિમ ફળ હોય છે. તે રાજાને અવસાન વખતે ધાતુવિપર્યયનો રોગ થયો અને તે નજીક આવેલા કલેશની વણિકા રૂપ થયે. એ રેગથી તેને રૂની ભરેલી શગ્યાઓ કંટક શય્યા જેવી થઈ પડી, સરસ ભેજનો લીબડાના રસના જેવા નિરસ લાગવા માંડ્યા. ચંદન–અગરુ-કપૂર-કસ્તૂરી વગેરે સુગંધી પદાર્થો દુર્ગધી જણાવા લાગ્યા. પુત્ર અને સ્ત્રી વગેરે શત્રુની પેઠે દષ્ટિને ઉગકારી થયા અને સુંદર ગાયને ગધેડા, ઊંટ અને શિયાળના સ્વરની જેમ કર્ણને કલેશકારી લાગવા માંડ્યા, જ્યારે પુણ્યનો વિછેદ થાય છે ત્યારે સર્વ વિપરીત જ થાય છે. પ્રાંતે દુઃખકારી પણ ક્ષણમાત્ર પ્રીતિકારી વિષયોપચાર કરતા કુરુમની અને હરિશ્ચંદ્ર ગુપ્ત રીતે જાગૃત રહેવા લાગ્યા. છેવટે અંગારાએ જાણે ચુંબન કરેલ હોય તેમ દરેક અંગમાં દાહથી વિહ્વળ થયેલે તે રાજા રૌદ્રધ્યાનપરાયણ થઈ મૃત્યુ પામ્યા. તેની ઔર્વદેહિક ક્રિયા ૩ કરીને જાણે સદાચારરૂપી માર્ગને પાંચ હોય એ તેને પુત્ર હરિશ્ચંદ્ર રાજ્યને વિધિવત્ પાળવા લાગ્યા. પિતાના પિતાનું પાપના ફળથી થયેલું મરણ જોઈને, ગ્રહોમાં સૂર્યની જેમ સર્વ પુરુષાર્થમાં મુખ્ય એવા ધર્મની તે સ્તુતિ કરવા લાગ્યો. એક વખત તેણે પિતાના સુબુદ્ધિ નામના શ્રાવક-બાળમિત્રને એવી આજ્ઞા કરી કે-“તમારે હમેશાં ધર્મવેત્તા પાસેથી ધર્મ સાંભળી મને કહે.” સુબુદ્ધિ પણ અત્યંત તત્પર થઈને તે પ્રમાણે કરવા લાગ્યો. અનુકૂળ અધિકારવાળી આજ્ઞા સારા માણસને ઉત્સાહ અર્થ થાય છે, પાપથી ભય પામેલ હરિશ્ચંદ્ર, રેગથી ભય પામેલે માણસ જેમ ઔષધ ઉપર શ્રદ્ધા રાખે તેમ સુબુદ્ધિના કહેલા ધર્મ ઉપર શ્રદ્ધા રાખતો હતો.
“એક વખત નગરની બહાર ઉદ્યાનમાં શીલંધર નામે મહામુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી દેવતાઓ તેમનું અર્ચન કરવાને જતા હતા. આ વૃત્તાંત હરિશ્ચંદ્રને સુબુદ્ધિએ કહ્યો એટલે શુદ્ધ મનવાળે તે રાજા અધારૂઢ થઈ મુનીંદ્ર પાસે આવ્યો. ત્યાં નમસ્કાર કરીને તે એઠે એટલે મહાત્મા મુનિએ કુમતિરૂપી અંધકારમાં ચંદ્રિકા જેવી ધર્મદેશના આપી. દેશનાને અંતે રાજાએ હસ્ત જોડી મુનિને પૂછયું-“મહારાજ! મારા પિતા મૃત્યુ પામીને કઈ ગતિમાં ગયા છે ?” ત્રિકાળદશ મુનિએ કહ્યું-“રાજન ! તારા પિતા સાતમી નરકને વિષે ગયેલા છે; તેના જેવાને બીજું સ્થાન ન જ હોય.” તે સાંભળી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. મુનિને વંદન કરી ત્યાંથી ઊઠી તત્કાળ પિતાના સ્થાન પ્રત્યે ગયે અને ત્યાં જઈ પુત્રને પિતાના પદે સ્થાપન કરી સુબુદ્ધિને કહ્યું--હું દીક્ષા ગ્રહણ કરીશ, માટે મારી પેઠે આ પુત્રને પણ તમે ધર્મનો નિરંતર ઉપદેશ કરજે.” સુબુદ્ધિએ કહ્યું--“મહારાજ ! હું પણ તમારી સાથે વ્રત ગ્રહણ કરીશ અને મારી માફક તમારા પુત્રને મારે પુત્ર ધર્મોપદેશ સંભળાવશે.” પછી રાજા અને સુબુદ્ધિ મંત્રીએ કર્મરૂપી પર્વતને ભેદ કરવામાં વજ સમાન વ્રત ગ્રહણ કર્યું અને તેનું દીર્ઘકાળ પર્યત પ્રતિપાલન કરીને મોક્ષને પ્રાપ્ત થયા.
હે રાજન ! તમારા વંશમાં બીજો એક દંડક નામે ભૂપતિ થયું છે. પ્રચંડ શાસનવાળે તે રાજા શત્રુઓને વિષે જાણે સાક્ષાત્ યમરાજ હોય તે હતો. તેને મણિમાલી નામે પ્રખ્યાત પુત્ર હતો; તે પોતાના તેજથી સૂર્યની માફક દિશાઓને વ્યાપ્ત કરતે હતો. દંડક રાજા પુત્ર, મિત્ર, સ્ત્રી, રત્ન, સુવર્ણ અને દ્રવ્યમાં અત્યંત મૂચ્છવાનું હતું અને એ ૧. શારીરિક ધાતુઓનું ફેરફાર થઈ જવું. ૨. નર્ક સંબંધી દુઃખની વાનકી. ૩. મરણ પામ્યા
પછી કરાતી અગ્નિસંસ્કારાદિ ક્રિયાઓ,