SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ પર્વ ૨ જું ઋદ્ધિ અને ભક્તિવડે તે જિનેંદ્રની સમીપ આવ્યું. બીજા પણ સર્વ ઇદ્રો આસનકંપથી સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું જાણી પ્રભુની પાસે અહંપૂવિકાથી આવ્યા. પછી તે કામના અધિકારી એવા વાયુકુમાર દેવતાઓએ આવીને એક જનપ્રમાણ ક્ષેત્રમાંથી કાંકરા વિગેરે દૂર કર્યા. તે ઉપર મેઘકુમાર દેવતાઓએ શરદ્દ ઋતુની વૃષ્ટિની જેવી તમામ રજને શાંત કરે એવી સુધી જળની વૃષ્ટિ કરી. બીજા (વ્યંતર) દેવતાઓએ ચૈત્યના મધ્ય ભાગની જેમ કમળ એવી સુવર્ણ રત્નોની શિલાના સમૂહથી ઘણી સુંદર રીતે પૃથ્વીનું તળ બાંધ્યું. પછી પ્રાતઃકાળના પવનની જેમ કરતુની અધિષ્ઠાયક દેવીઓએ જાનુ સુધી પંચવણ પ્રફુલ્લિત પુષ્પની વૃષ્ટિ કરી. ભવનપતિ દેવોએ આવીને મધ્યમાં મણિપીઠ કરી તેની ચોતરફ સેનાના કાંગરાવાળે રૂપાને ગઢ કર્યો. તિષ્ક દેવતાઓએ આવીને તેની અંદર રત્નના કાંગરાવાળા અને જાણે પિતાની જ્યોતિ એકત્ર કરી હોય તેવો કાંચનમય બીજે ગઢ કર્યો, તેની ઉપર અંદરનો ત્રીજે વૈમાનિક દેવતાઓએ આવી માણિક્યના કાંગરાવાળો રત્ન કર્યો. તે દરેક ગઢમાં જંબુદ્વીપની જગતની જેમ મનને વિશ્રામ કરવાના ધામરૂપ ચાર ચાર સુંદર દરવાજા રમ્યા. તે દરેક દરવાજા ઉપર મરકતમણિમય પત્રનાં તોરણો રચ્યાં, તે આકાશમાં સુંદર શ્રેણીરૂપ થઈ વિચરતા શુક પક્ષીઓની ઉપમાને ધારણ કરતા હતા. તે રણની બન્ને તરફ મુખ ઉપર કમળવાળા શ્રેણીબંધ કુંભે મૂકેલા હતા, તે સાયંકાલે સમુદ્રની ચતરફ રહેલા ચક્રવાકની જેવા જણાતા હતા. દરેક કારે સુવર્ણમય કમળોથી શોભતી, સ્વચ્છ તથા સ્વાદુ જળથી પરિપૂર્ણ અને મંગળ કળશની જેવી એક એક વાપિકા રચેલી હતી, દ્વારે દ્વારે દેવતાઓએ સુવર્ણની ધૂપઘટીઓ મૂકી હતી, તે ધૂમાડાથી જાણે મરકત મણિઓનાં તોરણોને વિસ્તારતી હોય તેવી જણાતી હતી. મધ્યના ગઢની અંદર ઈશાન ખૂણે પ્રભુને વિશ્રામ કરવા માટે દેવતાઓએ દેવછંદ રચ્યા. ત્રીજા ગઢની મધ્યમાં વ્યંતરોએ એક ગાઉ અને ચૌદસો ધનુષ ઊંચું એક ચૈત્યવૃક્ષ રચ્યું, તેની નીચે પ્રભુને બેસવાનું સિંહાસન, દેવચ્છેદક, બે બે ગ્રામ અને છત્રના ત્રિક પણ વ્યંતરોએ જ કર્યા. આવી રીતે દેવતાઓએ સર્વ આપત્તિને હરનારું અને સંસારથી ત્રાસ પામેલા પુરુષને એક શરણરૂપ સમવસરણ રચ્યું. પછી જાણે બંદીજન હોય તેમ જય જય શબ્દને કરતા કેટીગમે દેવતાઓથી ચતરફ પરવરેલા અને દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણનાં નવ કમળ ઉપર અનુક્રમે ચરણકમળને આરોપણ કરનારા પ્રભુએ પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી. મહત્પષે પણ આવશ્યક વિધિનું ઉલ્લંઘન કરતા નથી, પછી લઇ નમ: એ વાક્યવડે તીર્થને નમસ્કાર કરી મધ્યના સિંહાસન ઉપર પૂર્વાભિમુખે ભગવંત બેઠા. તે વખતે શેષ કાર્યના અધિકારી શ્વેતાએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં પ્રતિબિંબ વિકૃત કર્યા. સ્વામીના પ્રભાવથી તે પ્રતિબિંબ પ્રભુના રૂપ જેવી જ થયાં, નહીં તે તેઓ કાંઈ પ્રભુની સદશ પ્રતિબિંબ કરવાને સમર્થ નથી. તે અવસરે પૃષ્ઠ ભાગમાં ભામંડળ, આગળ ધર્મચક્ર અને ઈ ટ્રધ્વજ તથા આકાશમાં દુંદુભિનાદ પ્રગટ થયા. પછી સાધુ, સાધ્વી અને વૈમાનિક દેવતાની દેવીએ, એ ત્રણ પર્ષદા પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરી અગ્નિખૂણુમાં બેઠી. તેમાં સાધુઓ આગળ બેઠા અને તેમની પછવાડે વૈમાનિક દેવતાની સ્ત્રીઓ અને પછી સાધ્વીઓ ઊભી રહી. ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરની દેવીઓ દક્ષિણદ્વારથી પ્રવેશ કરી, પ્રભુને પ્રદક્ષિણું દઈને અનુક્રમે નૈઋત્ય દિશામાં * હું પહેલે જાઉં, હું પહેલે જાઉ એવા વિચારથી,
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy