________________
૨૫૬
સર્ગ ૩ જે
ઊભી રહી. ભવનપતિ, તિષ્ક અને વ્યંતર દેવતાઓ પશ્ચિમઢારથી પ્રવેશ કરીને પ્રભુને પ્રદક્ષિણા પૂર્વક નમસ્કાર કરી અનુક્રમે વાયવ્ય દિશામાં બેઠા ઈદ્ર સહિત વૈમાનિક દે ઉત્તરદ્વારથી પ્રવેશ કરી પ્રભુને પ્રદક્ષિણપૂર્વક નમસ્કાર કરી ઈશાન દિશામાં અનુક્રમે બેઠા. તે સમયે ઈ અંજલિ જોડી ફરીથી ભગવાનને નમસ્કાર કરીને ભકિતથી રોમાંચિત શરીરે આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
હે પ્રભુ! તીર્થંકરનામકર્મથી થયેલા સર્વના અભિમુખપણે હમેશા સન્મુખ થઈને તમે સર્વે પ્રજાને આનંદ પમાડો છે. વળી એક એજનના પ્રમાણવાળા ધર્મદેશનાના મંદિરમાં કરોડો તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓ પરિવાર સહિત સમાય છે, અને એક ભાષામાં બોલાતું છતાં પણ સર્વને પિતપોતાની ભાષામાં સમજાતું અને મનહર લાગે તેવું તમારું વચન જે ધર્મના બોધને કરનારું થાય છે તે પણ તીર્થંકરનામકર્મને જ પ્રભાવ છે. તમારી વિહારભૂમિની ચોતરફ સવારે-સવાસ યોજન સુધી પૂર્વે “ ઉત્પન્ન થયેલા રોગરૂપી વરસાદે તમારા વિહારરૂપી પવનની ઊર્મિઓથી પ્રયાસ વિના
લય પામી જાય છે અને રાજાઓએ નાશ કરેલી અનીતિની જેમ આપ જ્યાં વિહાર કરે છે તે પૃથ્વીમાં મૂષક, ટીડ અને સૂડા વિગેરેની ઉત્પત્તિરૂપ દુર્મિક્ષ ઈતિઓ પણ પ્રગટ થતી નથી. તમારી કૃપારૂપી પુષ્કરાવત્તની વૃષ્ટિથી પૃથ્વી પર સ્ત્રી, ક્ષેત્ર અને દ્રવ્યાદિ “ કારણોથી ઉત્પન્ન થયેલ ગેરરૂપ એગ્નિ પણ શાંત થઈ જાય છે. હે નાથ! અશિવનો
ઉછેદ કરવામાં પડહરૂપ તમારે પ્રભાવ પૃથ્વીમાં પરિભ્રમણ કરતા હોવાથી મનુષ્ય * લેકના શત્રુરૂપ મારી વિગેરે રોગો ઉત્પન્ન થતા નથી. વિશ્વના એક વત્સલ અને લોકોના “ મને રથને વર્ષનારા તમે વિચરતા હોવાથી ઉપતાપને કરનારી અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ
પણ થતી નથી. તમારા પ્રભાવથી સિંહના નાદથી હાથીઓની જેમ સ્વરાજ્ય અને પર* રાજ્ય સંબંધી મુદ્ર ઉપદ્રવ સત્વર નાશ પામે છે. સર્વ પ્રકારના અદ્દભુત પ્રભાવવાળા
અને જંગમ કલ્પવૃક્ષરૂપ તમે પૃથ્વી પર વિહાર કરતાં દુભિક્ષનો ક્ષય થઈ જાય છે. તમારા મસ્તક ઉપર પાછલા ભાગમાં સૂર્યમંડળના તેજનો જય કરનારું એવું ભામં. ડળ આપનું શરીર લોકોને દુરાલેક થાઓ એમ ધારીને પિંડાકારે થયેલું હોય તેમ “ જણાય છે. હે ભગવન ! ઘાતિકને ક્ષય થવાથી થયેલે આયેગસામ્રાજ્યને મહિમા
વિશ્વમાં પ્રખ્યાત થયેલ છે, તે કોને આશ્ચર્યનું કારણ નથી ? અનંત કાળથી સંચય & થયેલા અનંત કર્મરૂપી તૃણને સવથા પ્રકારે તમારા સિવાય બીજો કોઈ પણ મૂળથી
ઉમૂલન કરી શકતો નથી. ક્રિયાના સમબિહારથી તેવી રીતના ઉપાયમાં તમે પ્રવર્તેલા જ છે કે જેથી નહીં ઇચ્છતા છતાં પણ લક્ષ્મીને આશ્રય કરીને રહ્યા છો કૌત્રીના પવિત્ર પાત્રરૂપ, હર્ષના આમેદથી શુભતા અને કૃપા તથા ઉપેક્ષા કરનારાઓમાં મુખ્ય એવા તમને ગાત્માને હું નમસ્કાર કરું છું.”
હવે ઉદ્યાનપાલકોએ “ઉદ્યાનમાં અજિતનાથ સ્વામી સમવસર્યા છે એમ સગરચક્રીની સમીપે જઈને નિવેદન કર્યું. પ્રભુ સમવસર્યાના વૃત્તાંતથી ચક્રી એવા હર્ષ પામ્યા કે જે હર્ષ ચક્રરત્નની ઉત્પત્તિથી પણ થયે નહીં હોય. સંતુષ્ટ થયેલા ચક્રવર્તીએ તે ઉદ્યાનપાલકોને સાડા બાર કેટી સુવર્ણ પારિતોષિકમાં આપ્યું. પછી સ્નાન, પ્રાયશ્ચિત તથા કૌતુકમંગળાદિ કરી ઈદ્રની જેમ ઉદાર આકૃતિવાળા રત્નના અલંકાર ધારણ કરી, સ્કંધ
૧. કર્મક્ષય થવાથી ઉત્પન્ન થતા ૧૧ અતિશયોનું અહીં સુધી વર્ણન છે. ૨ અતિશયપણુથી. 3 આ વાક્ય વડે મૈત્રી, પ્રમોદ, કરુણ અને ઉપેક્ષા એ ચાર ભાવનાયુક્તપણું પ્રતિપાદન કર્યું છે.