________________
૨૫૪
સર્ગ કે જે
પણ દુઃસહ પરીષહને સહન કરતા હતા. એ પ્રમાણે વિવિધ પ્રકારના ઉગ્ર તપોથી અને વિવિધ પ્રકારના અભિગ્રહોથી પરીષહન કરનારા પ્રભુએ બાર વર્ષ ઉલ્લંઘન કર્યા. - ત્યાર પછી ગેંડાની જેમ પૃથ્વી પર બેસનારા, ગેંડાના ગની જેમ એકલા વિચરનારા, સુમેરુ પર્વતની જેમ કંપરહિત, સિંહની જેમ નિર્ભય. વાયુની જેમ અપ્રતિબદ્ધ વિહારી, સર્પની જેમ એક (સમાન) દષ્ટિવાળા, અગ્નિથી સુવર્ણની જેમ તપથી અધિક કાંતિવાળા, વાડથી સુંદર વૃક્ષની જેમ ત્રણ ગુપ્તિથી વીંટાએલા, પાંચ બાણોથી કામદેવની જેમ પાંચ સમિતિને ધરનારા, આશા, અપાય, વિપાક અને સંસ્થાનનું ચિંતન કરવાથી ચાર પ્રકારના ધ્યેયનું ધ્યાન કરનારા અને ધ્યેયરૂપ એવા પ્રભુ દરેક ગ્રામ, દરેક શહેર અને દરેક અરણ્યમાં ફરતાં ફરતાં સહસામ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં છત્રની પેઠે રહેલા સપ્તચ્છદ વૃક્ષની નીચે એ પ્રભુ જાણે એ વૃક્ષનું થડ હોય તેમ અકંપ થઈ કાસગે રહ્યા. તે વખતે એ ભગવત અપ્રમત્ત-સંયત નામના સાતમાં ગુણસ્થાનથી અપૂર્વકરણ નામના આઠમાં ગુણસ્થાનને ભજવા લાગ્યા. શ્રત અર્થથી શબ્દ પ્ર અને શબ્દથી અર્થમાં જતા એ પ્રભુ નાના પ્રકારના વ્યુતવિચારવાળા શુકલધ્યાનના જતા પહેલા પાયાને પ્રાપ્ત થયા. પછી જેને વિષે સર્વ જીવન તુલ્ય પ્રમાણ હોય છે એવા અનિવૃત્તિબાર નામના નવમાં ગુણસ્થાન ઉપર આરૂઢ થયા. ત્યાર પછી લોભરૂપી કષાયના સૂક્ષમખંડ કરવા થકી સૂક્ષ્મસં૫રાય નામના ગુણસ્થાનને પ્રાપ્ત થયા. ત્યાર પછી ત્રણ જગતના સર્વ જેના કર્મોનો ક્ષય કરવામાં સમર્થ એવા અનંત વીર્યવાળા પ્રભુ મેહને ક્ષય કરી ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાનને પ્રાપ્ત થયા. એ બારમાં ગુણસ્થાનના છેલ્લા સમયમાં પ્રભુ એકવશ્રતપ્રવિચાર નામે શુકલધ્યાનના બીજા પાયાને પ્રાપ્ત થયા. એ ધ્યાનથી ત્રણ જગતના વિષયમાં રહેલા પિતાના મનને સર્પના મંત્રથી સર્વ અંગમાં વ્યાપેલા વિષને જેમ દંશની જગ્યાએ લાવીને મૂકે તેમ પરમાણુ ઉપર લાવીને ધારણ કર્યું, એટલે ઇંધણના સમૂહને દૂર કરવાથી થોડાં ઈધણ જેમાં રહેલાં છે એ અગ્નિ જેમ સ્વયમેવ બુઝાઈ જાય તેમ તેમનું મન સર્વથા નિવૃત્તિને પામી ગયું. પછી પ્રભુને ધ્યાનરૂપી અગ્નિ દીપાયમાન થવાથી અગ્નિથી બરફની જેમ તેમનાં ઘાતિકર્મો સર્વ તરફથી લય પામી ગયા અને પોષ માસની શુકલ એકાદશીને દિવસે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યા હતા તે સમયે ષષ્ટતપ કર્યો છે જેમણે એવા પ્રભુને ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
એ જ્ઞાન ઉત્પન્ન થતાં ત્રણ લેકમાં રહેલા ત્રણે કાળના સર્વ ભાવેને હસ્તગોચર થયા હોય તેમ પ્રભુ દેખાવા લાગ્યા. પ્રભુને કેવળજ્ઞાન થયું તે વખતે જાણે પ્રભુની અવજ્ઞાના ભયથી કંપાયમાન થયું હોય તેમ સૌધર્માધિપતિનું સિંહાસન કંપાયમાન થયું. જળાશયના જળને માપને જાણવાને ઈચ્છતે માણસ જેમ તેમાં રજજુને નાંખે તેમ છે તેનું કારણ જાણવાને માટે અવધિજ્ઞાન પ્રયું . દીવાના પ્રકાશથી જેમ પદાર્થ જણાય તેમ ઈદ્દે અવધિજ્ઞાનથી “પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે” એમ જાણ્ય, તત્કાળ રત્નસિંહાસન અને રત્નની પાદુકા છેડી ઊભા થયા; કારણ કે પુરુષોને સ્વામીની - અવજ્ઞાનો ભય બળવાન છે. ગીતાર્થ ગુરુને શિષ્ય જેમ ગુરુએ આજ્ઞા કરેલી અવગ્રહ પૃથ્વીમાં પગલાં ભરે તેમ અ“તની દિશાની સન્મુખ સાત આઠ પગલાં ભર્યા. પછી પિતાના ડાબા ગોઠણથી તથા બે હાથ અને મસ્તકથી પૃથ્વીને સ્પર્શ કરી પ્રભુને નમસ્કાર કર્યો. પછી ઊભા થઈને ત્યાંથી પાછા વળી કેસરીસિંહ જેમ પર્વતના શિખરને અલંકૃત કરે તેમ તેણે સિંહાસનને અલંકૃત કર્યું. પછી ક્ષણવારમાં સર્વ દેવતાઓને બેલાવી મોટી