________________
૧૧૦
સર્ગ કે જે તેની કાંતિ હતી અને ગરૂડ ઉપર તેનું આસન હતું. તેની જમણી ચાર ભુજાઓમાં વરપ્રદચિહ્ન, બાણું, ચક્ર અને પાશ હતા અને ડાબી ચાર ભુજાઓમાં ધનુષ, વજ, ચક્ર અને અંકુશ હતા. - પછી નક્ષત્રોથી પરિવૃત ચંદ્રની જેમ મહર્ષિઓથી પરિવૃત ભગવંતે ત્યાંથી અન્ય સ્થાનકે વિહાર કર્યો. જાણે ભક્તિથી હોય તેમ પ્રભુને માર્ગમાં જતાં વૃક્ષો નમતા હતા, કંટક અધોમુખ થતા હતા અને પક્ષીઓ પ્રદક્ષિણ દેતા હતા. વિહાર કરતા પ્રભુને ઋતુ, ઇઢિયાર્થી અને વાયુ અનુકૂળ થતા હતા. જઘન્ય તેમની પાસે કોટી દેતે રહેતા હતા. જાણે ભવાંતરમાં ઉત્પન્ન થયેલા કર્મોને છેદ કરતા જોઈને ભય પામ્યા હોય તેમ જગત્પતિને કેશ, સ્મશ્ન અને નખ વધતા નહોતા. પ્રભુ જ્યાં જતા ત્યાં વૈર, મરકી, ઈતિ, અવૃષ્ટિ, દુભિક્ષ, અતિવૃષ્ટિ, સ્વચક્ર તથા પરચક્રથી થતા ભય-એ ઉપદ્રવ થતા નહોતા. એવી રીતે વિશ્વને વિસ્મય કરનારા અતિશયથી યુક્ત થઈને સંસારમાં ભમતા જીવોને અનુગ્રહ કરવામાં એક બુદ્ધિવાળા તે નાભેય ભગવંત વાયુની પેઠે પૃથ્વી ઉપર અપ્રતિબદ્ધપણે વિહાર કરવા લાગ્યા.
* इत्याचार्य श्रीहेमचंद्र विरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये प्रथमपर्वणि भगवद्दीक्षा, छअस्थविहार, केबलज्ञान, समवसरण.
ચાવળનો નામ સતયઃ સ રૂા.