________________
ચતુર્થ સર્ગ
હવે અહીં અતિથિની પેઠે ચક્રને માટે ઉત્કંઠિત થયેલા ભરતરાજા વિનીતા નગરીના મધ્ય ભાગે થઈને આયુધાગારમાં આવ્યા. ત્યાં ચક્રનું અવલોકન થતાં જ મહીપતિએ તેને પ્રણામ કર્યો; કેમકે ક્ષત્રીઓ અને પ્રત્યક્ષ અધિદેવતા માને છે. ભરતે મેરપીંછી ગ્રહણ કરી ચક્રનું માર્જન કર્યું, જે કે એવા સુંદર ચક્રરત્નની ઉપર રજ હતી નથી તે પણ ભક્તોનું તે કર્તવ્ય છે. પછી પૂર્વ સમુદ્ર જેમ ઉદય પામતા સૂર્યને સ્નાન કરાવે તેમ મહારાજાએ પવિત્ર જળથી ચક્રને સ્નાન કરાવ્યું. મુખ્ય ગજપતિના પૃષ્ઠ ભાગની પેઠે તેના ઉપર ગેશીષ ચંદનના પૂજ્ય સૂચક તિલક કર્યા. પછી સાક્ષાત્ જયલક્ષ્મીની પેઠે પુષ્પ, ગંધ, વાસણું, વસ્ત્ર અને આભૂષણોથી તેની પૂજા કરી, તેની આગળ રૂપાના તંદુલવડે અષ્ટ મંગળ આલેખ્યા અને તે જુદા જુદા મંગળથી આઠ દિશાની લક્ષ્મીને વેષ્ટિત કરી દીધી. તેની પાસે પાંચ વર્ણના પુષ્પને ઉપહાર ધરીને પૃથ્વીને વિચિત્ર વર્ણવાળી કરી અને શત્રુઓના યશને દહન કરવાની પેઠે દિવ્ય ચંદનકપૂરમય ઉત્તમ ધૂપ દહન કર્યો. પછી ચક્રધારી ભરતરાજાએ ચક્રને ત્રણ પ્રદક્ષિણા કરી, ગુરુની પેઠે અવગ્રહથી સાત આઠ પગલા પાછા ચાલ્યા અને જેમ પોતાને કેઈ નેહી માણસ નમસ્કાર કરે તેમ મહારાજાએ ડાબા ગોઠણનું આકુંચન કરી જમણે ઢીચણ પૃથ્વી ઉપર મૂકી ચક્રને નમસ્કાર કર્યો. પછી ત્યાં જ નિવાસ કરી પોતે જાણે સાકાર હર્ષ હોય તેમ પૃથ્વીપતિએ ચકને અષ્ટાન્ડિક ઉત્સવ કર્યો. બીજા પણ ધનાઢય લોકોએ ચક્રની પૂજાનો ઉત્સવ કર્યો; કેમકે પૂજિત માણસે જેની પૂજા કરે તેને બીજુ કશુ ન પૂજે ?
પછી તે ચક્રના દિગવિજયરૂપ ઉપગને ગ્રહણ કરવાની ઈચ્છાવાળા ભરતરાજાએ મંગળનાન માટે નાનગૃહમાં પ્રવેશ કર્યો. આભારણ ઉતારીને અને સ્નાનોચિત વસ્ત્ર ધારણ કરીને મહારાજા નાનસિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા એટલે મર્દન કરવા લાયક અને ન કરવા લાયક સ્થાનને જાણનારા અને કળાવાળા સંવાહક મર્દન (કરનાર) પુરુષોએ દેવવૃક્ષના પુષ્પમકરંદની જેવા સુગંધી સહસ્ત્રપાક પ્રમુખ તેલથી મહારાજાને અત્યંગન કર્યું. માંસ, અસ્થિ, ત્વચા અને જેમને સુખ આપનારી ચાર પ્રકારની સંવાહનાથી અને મૃદુ, મધ્ય તથા દઢ એવા ત્રણ પ્રકારના હસ્તાલાઘવથી તેઓએ રાજાને સારી રીતે સંવાહન કર્યું. પછી તેઓએ આદર્શની પેઠે અમ્યાન કાંતિના પાત્રરૂપ તે મહીપતિને સૂક્ષમ એવા દિવ્ય ચૂર્ણ ઉદ્વર્તન કર્યું (પીડી ચળી). તે વખતે ઊંચી નાળવાળા નવીન કમળવાળી લાવણ્યવાપિકા જેવી શોભતી કેટલીક સ્ત્રીઓ સુવર્ણના જલકુંભ ધારણ કરીને ઊભી રહી હતી; કેટલીએક સ્ત્રીઓ જાણે જળ, ઘનરૂપ થઈ કલશને આધારરૂપ થયેલ હોય એવી રીતે દેખાતા રૂપાના કળશે લઈને ઊભી હતી, કેટલીક સ્ત્રીઓએ પિતાના સુંદર હાથમાં લીલામય નીલકમલની બ્રાંતિને આપનારા ઈંદ્રનીલમણિના કુંભે લીધા હતા અને કેટલીકએક સુબ્ર બાલાઓએ પોતાના નખરનની કાંતિરૂપી જળથી અધિક શેભા પામતા દિવ્ય રત્નમય કુંભે લીધા હતા. એ સર્વ અંગનાઓએ દેવતાઓ જેમ જિનેને નવરાવે તેમ અનુક્રમે સુગંધી અને પવિત્ર જળધારાથી ધરણપતિને નાના કરાવ્યું, સ્નાન કરીને રાજાએ દિવ્ય વિલેપન કરાવ્યું અને જાણે દિશાઓના આભાસ હોય