________________
પર્વ ૧ લું
૧૦૯ પાસે આવી પુનઃ હર્ષપૂર્વક દીક્ષા અંગીકાર કરી. ઋષભસેન (પુંડરીક ) વિગેરે સાધુઓ, બ્રાહ્મી વિગેરે સાધ્વીઓ, ભારત વિગેરે શ્રાવકે અને સુંદરી વિગેરે શ્રાવિકાઓ એમ ચતુર્વિધ સંઘની વ્યવસ્થા ત્યારથી શરુ થઈ, જે અદ્યાપિ સુધી ધર્મના એક શ્રેષ્ઠ ગૃહરૂપ થઈને પ્રવર્તે છે. તે સમયે પ્રભુ ગણધરનામકર્મવાળા ઋષભસેન વિગેરે ચોરાશી સદ્દબુદ્ધિવાનું સાધુઓને સર્વ શાસ્ત્ર જેમાં સમાયેલા છે એવી ઉત્પાદ, વિરમ અને ધ્રૌવ્ય એ નામની પવિત્ર ત્રિપદીને ઉપદેશ કર્યો. તે ત્રિપદીને અનુસારે તેમણે અનુક્રમે ચતુર્દશ પૂર્વ અને દ્વાદશાંગી રચી. પછી દેવતાઓથી વીંટાયેલા ઈંદ્ર દિવ્ય ચૂર્ણથી ભરેલો એક થાળ લઈને પ્રભુના ચરણ પાસે ઊભા રહ્યા, એટલે ભગવંતે ઊભા થઈને અનુક્રમે તેમની ઉપર ચુર્ણ ક્ષેપ કરીને સૂત્રથી, અર્થથી, સ્વાર્થથી, દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને નયનથી તેમને અનુગ અનુજ્ઞા આપી તથા ગણની અનુજ્ઞા પણ આપી. ત્યારપછી દેવતા, મનુષ્ય અને તેમની સ્ત્રીઓ એ દુંદુભિના ધ્વનિપૂર્વક તેની ઉપર ચતરફથી વાસક્ષેપ કર્યો. મેઘના જળને ગ્રહણ કરનારા વૃક્ષની જેમ પ્રભુની વાણુંને ગ્રહણ કરનારા સર્વે ગણધરે અંજલિ જોડીને ઊભા રહ્યા. પછી ભગવંતે પૂર્વવત્ પૂર્વાભિમુખ સિંહાસને બેસી પુનઃ શિક્ષામય ધર્મદેશના આપી. તે વખતે પ્રભુરૂપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી દેશનારૂપી ઉદ્દામ વેલાની મર્યાદા સદશ પ્રથમ પૌરુષી પૂરી થઈ.
એ સમયે અખંડ ફોતરા રહિત અને ઉજજવળ શાલથી બનાવેલે, ચાર પ્રસ્થ એટલે અને થાલમાં રાખેલો બલિ સમવસરણના પૂર્વ દ્વારથી અંદર લાવવામાં આવ્યો. દેવતાઓએ તેમાં સુગંધી નાખી બમણ સુગધી કર્યો હતો, પ્રધાન પુરુષોએ તેને ઉપાડેલું હતું, ભરતેશ્વરે કરાવેલ હતું અને તેની આગળ થતા દુંદુભિના નિર્દોષથી દિશાઓના મુખભાગ પ્રતિઘોષિત થઈ રહ્યા હતા. તેની પાછળ મંગલ ગીત ગાતી ગાતી સ્ત્રીઓ ચાલતી હતી. જાણે પ્રભુના પ્રભાવથી ઉત્પન્ન થયેલ પુણ્યરાશિ હોય તેમ તે પૌરલોકથી ચોતરફ આવૃત થયેલ હતો. પછી જાણે કલ્યાણરૂપી ધાન્યનું બીજ વાવવાને માટે હોય તેમ તે બલિને પ્રભુની પ્રદક્ષિણું કરાવીને ઉછાળવામાં આવ્યા. મેઘના જળને જેમ ચાતક ગ્રહણ કરે તેમ આકાશમાંથી પડતા તે બલિના અર્ધભાગને દેવતાઓએ અંતરીક્ષમાં જ ગ્રહણ કર્યો અને પૃથ્વી ઉપર પડ્યા પછી તેને અર્ધ ભાગ ભરતરાજાએ ગ્રહણ કર્યો અને અવશેષ રહ્યો તે ગેત્રીઓની જેમ કે એ વહેંચી લીધો. તે બલિના પ્રભાવથી પૂર્વે થયેલા રેગો નાશ પામે છે અને ફરીથી છ માસ પર્યત નવા રંગ ઉત્પન્ન થતા નથી. પછી સિંહાસનથી ઉઠી પ્રભુ ઉત્તર દ્વારના માર્ગમાંથી બહાર નીકળ્યા. પદ્મખંડની આસપાસ જેમ ભ્રમરાઓ ફરી વળે તેમ સર્વ ઇકો તે વખતે સાથે ચાલ્યા. રતનમય અને સુવર્ણમય વપ્રના મધ્યભાગમાં ઈશાનખૂણે રહેલા દેવછદામાં પ્રભુ વિશ્રામ લેવાને બેઠા, તે સમયે ગણધર માં મુખ્ય એવા ઋષભસેને ભગવંતના પાદપીઠ ઉપર બેસી ધર્મદેશના દેવા માંડી, કેમકે સ્વામીને ખેદમાં વિનોદ, શિષ્યનું ગુણદીપન બંને તરફ પ્રતીતિ એ ગણધરની દેશનાના ગુણ છે. જ્યારે ગણધર દેશનાથી વિરામ પામ્યા ત્યારે સર્વે પ્રભુને પ્રણામ કરી પોતપિતાને સ્થાને ગયા.
આ પ્રમાણે તીર્થ ઉત્પન્ન થતાં ગોમુખ ના મને એક યક્ષ પ્રભુની પાસે રહેનાર અધિષ્ઠાયક છે. તેના જમણી બાજુના બે હાથમાંથી એક વરદાન ચિહ્નવાળો હતો અને એકમાં ઉત્તમ અક્ષરમાળા શોભતી હતી, ડાબી બાજુના હાથમાં બીરું અને પાશ હતા. સુવર્ણન જેવો તેને વર્ણ હતા અને હાથીનું તેને વાહન હતું. તેમજ ષભદેવ પ્રભુના તીર્થમાં તેમની પાસે રહેનાર એક પ્રતિચકા (ચકેશ્વરી) નામે શાસનદેવી થઈ સુવર્ણના જેવી