________________
ગુજરાતીમાં પાઠ્ય પુસ્તકની મુશ્કેલી આજે પણ માલુમ પડે છે પણ તે બની શકે તેટલે અંશે દૂર કરવા દિ. બા. કેશવલાલભાઈની પ્રેરણાથી સંસાઈટીએ પ્રાચીન કાવ્યનું સંશોધન અને પ્રકાશન કાર્ય, તે પછી તુરત ઉપાડી લીધું હતું અને તેનાં પરિણામે સંસાઈટી આજદીન સુધીમાં આઠેક પ્રાચીન કાવ્યનાં પુસ્તકો પ્રસિદ્ધ કરી શકી છે.
આ સંબંધમાં એ વખતે બુદ્ધિપ્રકાશમાં અમે નીચે મુજબ નોંધ લખી હતી –
મુંબઈ યુનિવર્સિટીએ બા. એ. ની પરીક્ષામાં, એમ. એ. ની જેમ ગુજરાતીને સ્થાન આપ્યું છે અને એમ આશા પડે છે કે રફતે રફતે ઇન્ટરમીડીએટ અને ફર્સ્ટ ઈયર ઈન આર્ટસ, એ બે પરીક્ષાઓમાં પણ તે વિષય દાખલ થઈ જશે, એટલે કે કોલેજની શરૂઆતથી માંડીને એમ. એ. પર્યત ગુજરાતી ભાષાને ક્રમસર ( graded ) અભ્યાસ કરવાની વિદ્યાર્થીઓને સુગમતા પ્રાપ્ત થશે પણ તે સાથે કોલેજ પરીક્ષાને ગ્ય પાઠ્ય પુસ્તક કયાં છે એ પ્રશ્ન આપણી સંમુખ ખડો થાય છે. સિવાય જે પુસ્તકે દાખલ થઈ શકે એવાં છે, તેની નકલે દુઃપ્રાપ્ય હોય છે, અગર તે તે કાવ્યગ્રંથનું પદ્ધતિસર સંશોધન થયેલું હોતું નથી. અભ્યાસના અને વિદ્યાર્થીના દષ્ટિબિન્દુથી આ આખો પ્રશ્ન વિગતમાં વિચારવાની જરૂર છે. સેસાઈરીની
વ્યવસ્થાપક કમિટીએ આ પ્રશ્નને જુદી દૃષ્ટિએ વિચારતાં જોયું કે પ્રાચીન કાવ્યમાળા અને બહત કાવ્યદોહનના ગ્રંથે પ્રસિદ્ધ થયે ઘણે વખત થઈ ગયો છે, અને તે પછી કેટલાંક નવાં કાવ્ય પુસ્તક હાથ લાગ્યાં છે. અને કેટલાક જુનાં કાવ્યોની નવી પ્રતે પણ પ્રાપ્ત થઈ છે. પ્રાચીન કાવ્યમાળાના ગ્રંથ તે હાલમાં મળી શકતા નથી. અને બૃહત કાવ્યદોહનનું પુસ્તક અભ્યાસ માટે નિર્ણિત થવા જોઈએ તેવું વ્યવસ્થિત અને સંકલિત નથી. તેથી નરસિંહ મહેતાથી માંડી દલપતરામ પર્યંતના મુખ્ય અને પ્રચલિત કવિઓના જાણીતા ગ્રંથનું નવેસર સંશોધન થઈ કવિ જીવન અને નેટસ સાથે તે તૈયાર થવાની જરૂર છે. એ રીતે નવેસર તે કામ ઉપાડી લેવાથી પ્રાચીન ગુજરાતી કાવ્ય સાહિત્યનું સમગ્ર રીતે અને કમસરે દિગ્દર્શન કરાવી શકાશે અને વિદ્યાર્થીઓને પાઠય પુસ્તકે માટે જે કાંઈ અગવડ છે તે આ પ્રસિહિથી થોડે ઘણે અંશે દૂર થવા સંભવ છે.”
બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી સન ૧૯૨૨-૫ ૨૩, ૨૪.
.