________________
૧
ગુજરાતી કાશની નવી આવૃત્તિ થવાની જરૂર હતી અને તેની સુધારણાનું અને સંપાદનનું કાર્ય ઉપાડી લેવા કમિટીએ દી. ખા. કેશવલાભાઇને વિનતિ કરતા, કેટલીક અનુકૂળતા મળે, તેઓએ તે માટે ખુશી દર્શાવી હતી.
પ્રાચીન કાવ્યમાળા અને ગૃહકાવ્યદોહના આઠ ભાગેા પ્રકટ થયાં ત્યારે એમનાં કાવ્યાની પ્રતા જીજાજ મળેલી હતી. તે પછી નવી પ્રતે સંખ્યાબંધ હાથ લાગી હતી, તેમજ એ છાપેલાં પુસ્તકાની પ્રતા પણ મજારમાં વેચાતી મળતી નહેાતી.
દરમિયાન સાસાઇટીમાં જીની હાથપ્રતાના એક સારા સંગ્રહ ભેગા થયા હતા અને તેને કોઈ રીતે ઉપયોગ થાય એમ એ વસ્તુમાં રસ લેનારા સા ઇચ્છતા હતા.
કોશના સપાદનકાર્ય અર્થે પ્રથમ કેશમાં નહિ સંગ્રહાયલા એવા નવા શબ્દો એકઠા કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું, તેના અંગે બ્રુનાં કાવ્યેા ફરી વાંચી જવાનું નક્કી કર્યું તે સાથે એ વિચાર દૃઢ થયા કે ભેગાભેગુ એ કાવ્યની શુદ્ઘ પ્રત પણ તૈયાર કરાવવી, જે સાનુકૂળ સંજોગ આવી મળતાં પ્રસિદ્ધ કરી શકાય.
એ અરસામાં દી. બા. કેશવલાલભાઇ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક નિમાયા હતા. '
યુનિવર્સિટીની ખી. એ. ની પરીક્ષામાં ગુજરાતીના વિષયને દાખલ ફર્યો પછી પાઠય પુસ્તકાની પસંદગીમાં કેટલીક મુશ્કેલી નડતી હતી અને અને પ્રિવિયસ ઇન્ટર અને બી. એ. એનમાં એ વિષય લેવાતા, તે મુશ્કેલી વધુ નડવા ભીતિ હતી.
યુનિવર્સિટી તરફથી ખી. એ. અને એમ. એ. ની પરીક્ષામાં ગુજરાતી પુસ્તકોની પસંદગી અમુક ધેારણે થવા ગુજરાત વર્નોક્યુલર સાસાઈટી અને ગુજરાત સાહિત્ય સભાએ દી. બા. કેશવલાલભાઈની સૂચનાથી, એક પત્ર યુનિવર્સિટી સ્થસ્ટારને મેકલી આપ્યા હતા; એટલુંજ નહિ પણ સર્ર ચીમનલાલ–મુંબાઇ યુનિવર્સિટીના ચાનસેલર–કાઈ કામ પ્રસંગ અમદાવાદમાં આવેલા તેમની ડેપ્યુટેશનમાં મુલાકાત લઇને તે સબંધી ઘટતી સગવડ કરી આપવાને એમને વિનંતિ કરી હતી.
એમ. એ. ની પરીક્ષામાં ગુજરાતીને સ્થાન અપાયું ત્યારથી એ વિષયના પરીક્ષક તરીકે દી. બા. કેશવલાલ નિમાતા હતા અને એમની એ પાયપુરતા સંબધીની સૂચનાએ જેમ વ્યવહારૂ તેમ મહત્વની હતી.