________________
૧૨૬
રંગાટી કામને લગતું પુસ્તક “રંગવાની કળા” પેટલાદ ઉગ શાળાના સુપ્રીન્ટેન્ડન્ટ શ્રીયુત મહાવજીભાઈ સાજનભાઈ નારીગરાએ, પિતાના વર્ગના વિદ્યાથીઓ અર્થે તૈયાર કર્યું હતું, તે પ્રસિદ્ધ કરવાની ભાગર્ણ થતાં એસાઈટીએ તે કાર્ય ખુશીથી સ્વીકાર્યું હતું.
એજ પ્રમાણે વિજ્ઞાનની પ્રવેશિકા રૂપ “વિજ્ઞાન વિચાર” નું પુસ્તક શ્રીયુત પિપટલાલ ગોવિંદલાલ શાહે એસાઈટીને મોકલી આપ્યું હતું, તે પણ લેવામાં આવ્યું હતું.
અહિં સેંધવું જોઈએ કે શ્રી. પિપટલાલ હાલમાં એકાઉન્ટ ખાતામાં બહુ ઊંચા હોદ્દા પર છે, પણ એમની કારકીર્દિને આરંભ વિજ્ઞાનના પ્રોફેસર તરીકે થયો હતો અને વિદ્યાર્થી અવસ્થામાંથી જ વિજ્ઞાનને પ્રેમ જે ઉદ્ભવ્યું હતું, તે અદ્યાપિ એમનામાં કાયમ જોવામાં આવે છે, એટલું જ નહિ પણ ગુજરાતીમાં વિજ્ઞાનનું સાહિત્ય તયાર થાય તે માટે સતત પ્રયત્ન કરતા રહ્યા છે, હમણાંજ એવી ખબર મળી છે કે શ્રી ર્બસ ગુર્જર સભા મુંબાઈને સારું એવી કોઈ યોજના તેઓ તયાર કરી રહ્યા છે.
કહેવાનું તાત્પર્ય કે વિજ્ઞાનને લગતું જે કાંઈ ઉપયોગી લખાણ સંસાઈટીને મોકલવામાં આવે છે, તે ગ્ય માલુમ પડે તેના પ્રકાશન સારૂ ઘટતી વ્યવસ્થા થાય છેજ.
અગાઉ સ્વર્ગસ્થ ત્રિકમદાસ દામોદરદાસ વકીલે, ઇલેકટ્રોલેટીગને હુન્નર, તેજાબ, સિમેન્ટ, વગેરે વિષયો પર પુસ્તકો લખી આપ્યાં હતાં, તે સાઈટીએ પ્રસિદ્ધ કર્યા હતાં, જે હકીકત બીજા ભાગમાં અપાઈ ગઈ છે.
વિજ્ઞાનનું સાહિત્ય પ્રકટ કરવામાં આ પ્રકારની મુશ્કેલીઓ લક્ષમાં લઈને સોસાઈટીના કાર્યવાહએ એવો નિર્ણય કર્યો હતો કે વિજ્ઞાનની જુદી જુદી શાખા ઉપર એક ગ્રંથ અવશ્ય લખાવે, જે વાચકને એ વિષયનું સામાન્ય જ્ઞાન આપે અને જરૂર જણાયે એ પુસ્તક પાય પુસ્તક તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય.
એ ધરણે આજ સુધીમાં નીચે પ્રમાણે પુસ્તકો સોસાઈટીએ લખાવીને પ્રસિદ્ધ કર્યા છે –