________________
૧૨પ
બંધબેસ્તા પર્યાય શબ્દ શોધી કાઢવાનું તેને કઠિન થઈ પેડે છે અને એથી કંટાળીને લેખક એ વિષયને પડતા મૂકે છે, અથવા તે જે કાંઈ લખી કાઢે છે, તેમાં સરળતા અને સ્વાભાવિકતા ન આવવાથી તે લખાણ સમજવું અઘરું થઈ પડે છે.
છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદે આ જાતની અડચણ દૂર કરવા વિજ્ઞાન વિભાગ ખાસ રાખ્યો હતો, એટલા કારણસર કે વિજ્ઞાનના અભ્યાસીઓ એકત્ર મળીને, તે સંબંધી યોગ્ય કાર્યક્રમ રચે; અને પ્રે. સાંકળચંદ જેઠાલાલ શાહના નેતૃત્વ હેઠળ કેટલુંક માર્ગદર્શક કાર્ય પણ ઉપાડી લેવામાં આવ્યું હતું, પણ એથી વધુ પ્રગતિ એ ક્ષેત્રમાં તે પછી થઈ નથી.
સોસાઈટી હસ્તક ત્રણ ટ્રસ્ટ ફંડે છે, જેને ઉદ્દેશ વિજ્ઞાન અને હુન્નર ઉદ્યોગને લગતાં પુસ્તક લખાવવાને છે; પણ ઉપર જે મુશ્કેલીઓ રજુ કરી તેને લઈને એ ફંડમાંથી પુસ્તકે લખાવવામાં બહુ વિલંબ થાય છે. કેટલીક વાર પ્રયોગાત્મક નમુના રૂપ લખાણ મળે છે, પણ આવા વિષયમાં તે લખાણ તદ્દન ખાત્રી લાયક, ચોક્કસ, દેષ રહિત અને સતપકારક માલુમ પડવું જોઈએ તેના અભાવે તે સ્વીકારવામાં આવતું નથી.
શેઠ સુન્દરદાસ સેલિસિટર ફંડને હેતુ ખેતીવાડીને લગતું સાહિત્ય ગુજરાતીમાં રચાવવાને છે. તે સારું ખેતીવાડી ખાતાને, કેળવણું ખાતાના અધિકારીઓને, એ વિષયમાં રસ લેતા ગૃહસ્થને ખેતીવાડી વિષે એક પુસ્તક લખી આપવા યોગ્ય લેખકની ભલામણ કરવા પૂછ્યું હતું પણ એ સઘળા પ્રયત્ન નિષ્ફળ ગયા હતા.
ખેતીવાડીનું સાહિત્ય જેમણે ગુજરાતીમાં બહેળું લખેલું છે, તે શ્રીયુત દુલેરાય છેટાલાલ અંજારીઆને લખ્યું ત્યારે નબળી આંખને લઈને કેઈ નવું કાર્ય ઉપાડી લેવાની એમણે અશક્તિ બતાવી હતી.
જ્યારે તેઓ સારી રીતે કાર્ય કરી શકતા હતા ત્યારે સાઈટીને એમણે “ખાંડ વિષે” એક નિબંધ લખી આપ્યો હતો, તે એ ધંધામાં પ્રવેશ કરનારને ઉપયોગી થઈ પડશે.
શ્રીયુત ડાહ્યાભાઈ કુબેરદાસ, જેઓ અમદાવાદમાં ખાંડના હોટા વેપારી છે, એમણે એમના પિતાશ્રીના સ્મરણાર્થે રૂ. ૪૦૦) ની રકમ સાઈટીને ખાંડ વિષે એક પુસ્તક લખવા આપી હતી; તદનુસાર સાઈટીએ એ પુરતક લખાવીને છપાવ્યું હતું.