________________
બુદ્ધિપ્રકાશને વધારે ગયા ફેબ્રુઆરી માસના અંકમાં પૃષ્ઠ ૪૦ થી ૪૪ ઉપર તાજીએ વિષે ટુંક હકીકત” એ વિષય છાપેલ છે. તે ઉપરથી કેટલાક મુસલમાન ભાઈઓનાં દીલ દુખાયાં છે એમ અમારા જાણવામાં આવ્યું છે; અને તેથી દિલગીર છીએ.
“બુદ્ધિપ્રકાશ” માં કઈ પણ ધર્મને વિષય લેવો નહિ એ સપ્ત નિયમ છે, અને રા. શંભુપ્રસાદ શિવપ્રસાદ મહેતા, બી. એ. એ મોકલેલો વિષય ધર્મને ન હૈ જોઈએ એમ સમજીને ભૂલથી સોસાઈટીના નિયમ વિરૂદ્ધ છાપવામાં આવ્યો છે, તે આથી રદ કરવામાં આવે છે.” તા. ૮-૩-૦૫
ઉમેદભાઈ લખાભાઈ પટેલ
એડીટર-બુદ્ધિપ્રકાશ
સૂચના. ગયા ફેબ્રુઆરી માસના અંકમાં “તાજીઆ વિષે ટુંક હકીકત " એ મથાળાને લેખ પ્રસિદ્ધ થયો હતો, જે અમે ગયા માર્ચ માસના અંક સાથે વધારે પ્રસિદ્ધ કરી રદ કર્યો છે; એ રદ કરેલાં પૃષ્ઠ ૩૯ થી ૪૪ સુધીની જગ્યાએ આ પૃષ્ટ દાખલ કરવાં.
આની અગાઉ “ દશ અવતાર” વિષે એક લેખ “બુદ્ધિપ્રકાશ' માં છપાતાં મતભેદ પડયો હતો અને તેથી “બુદ્ધિપ્રકાશમાં ધાર્મિક વિષયો નહિ લેવા એ ઠરાવ કમિટીએ ત્યારે કર્યો હતે.
સે સાઈટીના મુખ્ય કાર્યકર્તાઓમાં આપણે અગાઉ જોયું છે કે તેઓ પ્રાર્થના સમાજ અને ચુસ્ત સંસાર સુધારક હતા અને કારોબારી કમિટીમાં પણ સર્વ ધર્મના અને વર્ણના સભ્યો માલુમ પડતા; અને કયા ધર્મના પુસ્તકને પસંદગી આપવી એ ગુંચવણભર્યો પ્રશ્ન થતું. તેથી ધર્મને પુસ્તકનું પ્રકાશન કાર્ય સોસાઈટીએ તે સમયે નહિ હાથ ધરવામાં, અખત્યાર કરેલી રીતિ વાજબી હતી એમ કહેવું પડશે.
પણ સુજ્ઞ પુરુષ જાણે છે કે ધર્મ વિના મનુષ્ય જીવન નિરર્થક છે. ધી વિનાને કંસાર, મીઠા વિનાનું ભજન, તેમ ધર્મ વિહેણે સંસાર,
• બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૦૫, * બુદ્ધિપ્રકાશ, વર્ષ ૧૮૭૪, પૃ. ૧૪૪ ની સામે પુઠા પર,