________________
૮૧
નીરસ અને શુષ્ક થઈ પડે છે; તે આનદ રહિત અને ર રૂપ નિવડે છે, જ્યારે ધર્માંના પાલનથી મનુષ્યને આશ્વાસન તે શાન્તિ મળે છે. ધમ` જ મનુષ્ય જીવનને ઉત્તેજે છે, તેના ઉત્કર્ષ કરે છે અને તેને ઉન્નતિની ટાચે પહોંચાડે છે. આત્માની મુક્તિ અર્થે જ નહિ પણ સમાજના હિત ખાતર ધર્મ આવશ્યક છે. ધમ કોને કહેવા એની તકરારમાં અમે નહિ ઉતરીએ; પણ જે સત્યા સ` ધર્માંમાં માન્ય છે, જે સનાતન છે, તેને આચારમાં મૂકવાં તેનું નામ જ ધમ અમે માનીએ છીએ. ધર્મ એ જાણવાને વિષ્ણ નથી પણ તે અનુભવવા જોઇએ; તેને આચારમાં મુકવા જોઇએ.
यत्त्वर्याः क्रियमाणं प्रशंसन्ति स धर्मो यद्दन्ते सोऽधर्मः ॥
અર્થાત્ જે કરવાથી આય કિવા શ્રેષ્ઠ લેક પ્રશંસા કરે તે ધર્મ અને જેની નિંદા કરે તે અધ.
તેથી નિઃસ્પૃહ, બુદ્ધિમાન, સુવિચારી અને સદાચારી લોકોની ક્રિયા, આચાર–જે સત્ય, દયા, રામ, દમ, દાન ઇત્યાદિ નતિક ગુણા પર અવલંબે છે, તેનું અનુકરણ કરી આ લોક પરલેાકનું કત્તવ્ય કર્મ જાણવું એજ તરણેાપાપ છે; એજ ધર્મ છે; એજ મેાક્ષના માર્ગ છે.
સોસાઇટીતી બુક-મિટીમાં પ્રે. આનન્દ’કર ધ્રુવ જ્યારથી દાખલ થયા ત્યારથી તેનું પુસ્તક પસંદગીનું ધારણ સદેશી અને વિશાળ દૃષ્ટિવાળુ" અન્યું હતું. પ્રેા. આનન્દશકરભાઈની વિદ્વત્તા અને બહુશ્રુતતા સુવિદિત છે અને તેમને હિન્દુ ધર્માં-વસ્તુતઃ સનાતન ધર્મ પ્રત્યેના અનુરાગ સા કોઇનું ધ્યાન ખેંચે છે.
એમના તરફથી નવાં પુસ્તકોની યાદીમાં એરિસ્ટોટલ કૃત નીતિશાસ્ત્રનું પુસ્તક ઉમેરવામાં આવ્યું હતું, જે તે વખતે ખી. એ. ના વર્ગમાં તત્ત્વજ્ઞાન અને ( logic ) પ્રમાણુશાસ્ત્રના ઐચ્છિક વિષયમાં એક પાય પુસ્તક તરીકે વંચાતું હતું; અને તે પુસ્તક ગુજરાતીમાં ઉતારી આપવા જેઓએ માગણી કરી તેમાં સ્વČસ્થ મણિશંકર રત્નજી ભટ્ટ પણ હતા. કમિટીની પસદગી એમના ઉપર ઉતરી અને પ્રે. આનન્દ કરભાઇએ તેમની પાસે એ અનુવાદના પુસ્તકમાં ખાસ ઉપોદ્ઘાત લખાવવાનું સૂચવ્યું હતું. સંજોગવશાત્ તેએ એ લેખ લખી ન શક્યા; પણ એમના અન્ય એ ગ્રંથા· શિક્ષણના ઇતિહાસ ’ અને ‘ લિ’ક્રનનું ચરિત્ર’ ની પેઠે એરિસ્ટોટલનું નીતિશાસ્ત્ર પણ ગુજરાતી
- હિન્દુ ધમ દીપિકા, કર્યાં ઋગ્વેદી (મરાઠી ), પૃપ.