________________
પ્રકરણ ૭
ધર્મ અને તત્વજ્ઞાનનાં પુસ્તક “Religion is a challange to the world of power by that of spirit. It is a summons to man to adventure, and experiment."
Sir Radhakrishna. ( East and West in Reigion, p 114) આજે આપણને જુદા જુદા ધર્મો વચ્ચે વિખવાદ ઓછો થયલે માલુમ પડે છે અને એક બીજા ધર્મો વચ્ચે સહિષ્ણુતા વધી છે અને પરસ્પર સમભાવ અને ઉદારતાથી જોવાય છે; પરંતુ જુદા જુદા ધર્મો વચ્ચે મત મતાંતર અને ઝગડા થતા પરાપૂર્વથી ચાલતા આવે છે. ધર્મ એ એ વિષય છે કે જેમાં એક બીજા વિરોધી ધર્મવાળાઓને ઉશ્કેરાઈ જતાં વાર લાગતી નથી; અને ધર્મનું ઝનુન જાગે, તીવ્ર બને, ત્યારે મારામારી અને લડાઈના બનાવે અનેક પ્રસંગે અને સ્થળે થયેલા સેના જાણવામાં છે.
એવો એક કડવો પ્રસંગ સાઈટીના ઇતિહાસમાં પણ મળી આવે છે.
સન ૧૯૦૫ માં “બુદ્ધિપ્રકાશ” માં શ્રીયુત શંભુપ્રસાદ શિવપ્રસાદ મહેતાએ તાબુત વિષે એક લેખ લખ્યો હતે. ઈસ્લામ ધર્મની પુરી માહિતીના અભાવે અને કાંઈક અજ્ઞાનતાને લઈને એમણે તાબુત વિષે ભૂલભરેલી માહિતી આપી હતી, તે મુસ્લિમ બંધુઓને ગુસ્સાનું કારણ થઈ પડયું; અને તેઓ રોષમાં ને રોપમાં સીધા સેટાઈટીના ના સેક્રેટરી લાલશંકરભાઈના બંગલે નદી પાર પહોંચી ગયા. લાલશંકરભાઈ સોસાઈટીની પેઠે અમદાવાદ અંજુમને ઇસ્લામ સંસ્થાના પણ ન. સેક્રેટરી હતા અને મુસ્લિમ બંધુઓના હિત અને કેળવણી અર્થે સતત પ્રયત્ન કરતા હતા. તેમ છતાં તેમના મનનું સમાધાન કરતાં તેમને બહુ તકલીફ પડી હતી અને એ વિફરેલા મામલાને એમણે કુનેહથી સમાવી દીધો હતે. એ લેખ “બુદ્ધિપ્રકાશ માંથી પછીથી કાઢી નાંખવામાં આવ્યો હતો અને તેને બદલે નવું લખાણ મૂકવામાં આવ્યું હતું. તે વિષે જે હકીકત બુદ્ધિપ્રકાશમાં તે વખતે છપાઈ હતી તે અહિં આપીએ છીએ –