________________
બીજે નિબંધ ડાક્યણ વિષે છે. તે અમદાવાદના વતની અને જ્ઞાત સાઠોદરા નાગર, ખુશાલરાય સારાભાઈએ લખ્યો હતે. સર્વેયર તરીકે એમની ને કરી પંચમહાલ જીલ્લામાં હતી, ત્યાં આ વિષયની માહિતી મેળવવાની અને તપાસ કરવાની અનેક તકે એમને પ્રાપ્ત થયેલી. ગેધરાની વાક્ય પ્રસિદ્ધ છે, તેનું કારણ શોધી કાઢવા પણ પ્રયત્ન કર્યો હતો. એ માન્યતા લોકમાં કેમ ઠસી ગઈ છે તેના ખુલાસા, પ્રસ્તુત લેખમાં આપ્યા છે. સંક્ષેપમાં ડાક્યણ વિષેની ભ્રમણ અજ્ઞાની અને વહેમી લોકમાં જડ ઘાલી બેઠી હતી તે દૂર કરવા એમણે સારો શ્રમ લીધે છે. કવિ દલપતરામના “ભૂત નિબંધ” જેટલી ખ્યાતિ આ નિબંધને મળેલી નથી પણ તેનું વાચન આજે પણ ઉપકારક જણાશે. કેવા સંજોગમાં એ વિષય એમણે હાથ ધર્યો તેનું વિવેચન કરતાં, તેઓ લખે છે –
ડાક્યણપણું એ પણ એ વહેમની શાખા છે, એવું મારા શુભેચ્છક ગુરૂએ (રા. સા. ભોગીલાલભાઈએ) મને કહેલું, તે વચન ઊપર મને સંપૂર્ણ આસ્તા હતી; માટે મેં હિંમત રાખીને તપાસ કરવા માંડયો. ત્યારે તે જુદું ચાલ્યું છે, એમ માલુમ પડવા માંડ્યું. તેથી અધિક શોધ કરવા અને હિંમત વધી, ને શોધ કરતાં મારા ગુરૂએ કહેલું તે પ્રમાણે મારી ખાતરી થઈ, ત્યારે મારા મનમાં ઘણી દયા ઉત્પન્ન થઈ કે, અરેરે ! બિચારી નિરઅપરાધી સ્ત્રિયોને માથે નાદાન લોકેએ પ્રાચીન કાળથી કે અઘટિત દોષ લાગુ - કર્યો છે, ને તેથી તેમને તથા બીજા લોકોને કેટલું બધું દુઃખ છે ? ને તે દુઃખ દૂર કરવા મારી શક્તિ તે પહોંચી નથી; પણ જેવું હું સમજ્યો તેવું ઘણું લોકના સમજ્યામાં આવે તે, એ વેહેમ ધીરે ધીરે કમી થતે જાય, તે આગળ ઊપર કઈ વખતે પણ એ દુઃખ દૂર થાય, ને મારા સ્વદેશિને સુધારે થાય એમ સમજીને જેવું મને માલુમ પડેલું તેવું આ ગ્રંથકારે વિદિત કર્યું છે.”
આમ, આપણા સમાજમાંથી વહેમ અને ઢેગસેગ કાઢનાર શરૂઆતના સુધારકમાં લેખકનું નામ ગણાવું ઘટે છે. ' ત્રીજો વિષય ગુજરાતનો ઈતિહાસ છે. તે તે વખતે હાઈસ્કૂલમાં અભ્યાસ કરનાર ઑલર એદલજી ડોસાભાઈએ લખ્યા હતાં. સદરહુ નિબંધ ફોર્બસના હાથમાં આવતાં, તેઓ બહુ પ્રસન્ન થયા હતા અને પ્રથમ વર્ષના રીપોર્ટમાં જણાવ્યું હતું કે, “તે ચેપડી સારી ગુજરાતી ભાષામાં લખેલી છે માટે તે
- ડાયણ વિષે નિબંધ, પૃ. ૪૬. .