________________
૪
ઝટ છપાવવી જોઇએ ” અને તેમના પછી મી. સિવડે અભિપ્રાય આપ્યા. હતા કે, “ એ ચાપડી બનાવનાર સ્કૉલર ચાગ્ય અને ઉદ્યાગી છે અને એ ચાપડી ઘણું કરીને નિશાળામાં ચલાવવા લાયક છે; અને ઘણીજ ઉપયાગી છે.”+
આ ઇતિહાસ લખવામાં લેખકે મિરાતે એહેમદીના સારાંશ મી. ડે ઈંગ્રેજીમાં છપાવેલા તે, ને ગ્રાન્ટ ડકના મરાઠાના ઇતિહાસના ઘટતા ઉપયેગ કર્યો હતો. તે પછી ગુજરાતના ઇતિહાસનું એક પુસ્તક ઇંગ્રેજીમાં એમણે સન ૧૮૯૪ માં છપાવ્યું હતું તે પણ વાચકને ઉપયાગી અને માહિતીવાળુ માલુમ પડશે. એ પુરતકમાંથી જહાંગીરે ગુજરાતના સુબા તરીકે અમદાવાદના એમના નવ માસના નિવાસ દરમિયાન જહાંગીર-નૂરજહાંનના સંયુકત નામથી સિક્કા પડાવ્યા હતા એમ પ્રથમ જાણેલું અને તે સિકકા ડૉ. જી. પી. ટેલરના સિક્કા. સંગ્રહમાં છે એવી ભાળ મળતાં, તે જોવાને અને તે પછી એમની ( ડૉ. ટેલરની ) પાસે એ વિષયને ( numismatics ) અભ્યાસ કરવાતા સુયોગ પ્રાપ્ત થયા હતા એમ અમારે કૃતનાપૂર્વક કહેવું ોઇએ.
સન ૧૮૭૮ માં તે સીટી સર્વે ખાતામાં ડેપ્યુટી કલેકટરના હોદ્દે હતા.
એવા ઉપયાગી બીજા ઐતિહાસિક વિષયા ન્હાના નિબંધરૂપે, પ્રાચીન દેશો રાન, આસિરિયા, ઈજીપ્ત, ગ્રીસ, વગેરે વિષે સોસાઈટીને ગુજરાતમાં પ્રાથમિક કેળવણીના પ્રચારક રણછેાલાલ ગીરધરદાસે લખી આપ્યા હતા. તે વિષે અમે કંઈ નહિ કહેતાં એમના જીવનચરત્રમાંથી નીચેના ફકરા ઉતારીશું:
“મીસ્તર કરટીસ અમદાવાદ હાઇસ્કૂલનાં માસ્તર તથા ગુજરાત વાઁ-કયુલર સાસાઇટીના સેક્રેટરી હતા. તેમની સલાહથી કેટલાંક પુસ્તકોનું ભાષાં– તર એ સભાને વાસ્તે કરેલું અને તે સાસાઇટીએ છપાવી પ્રસિદ્ધ કરેલાં. એ ગ્રંથાનાં નામઃ—મીસર દેશના ઇતિહાસ, (પ્રાચીન) ગ્રીસ દેશના ઇતિહાસ,. ખાખીલાન તથા આસુરી દેશના ઇતિહાસ, રામનાં રાજ્યને ઇતિહાસ, એ પુસ્તકો અસલ રેડીમાં મેડમ વીલસને કરેલાં તેનાં ગુજરાતી ભાષાંતર રણછેાડદાસે સોસાઇટીને કરી આપેલાં પણ તે બદલ કઈ રકમ સાસાઇટી પાસે લીધેલી નહીં. ''
+ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૮, પૃ. ૫૪. - વસન્ત, વ` ૩, પૃ. ૪૧૯