________________
કડવા કણબી વિષે નિબંધ. એ તે જાણીતું છે કે કડવા કણબીની જ્ઞાતિમાં લગ્ન બાર વર્ષે માતા બેલે ત્યારે થતાં. તે માટે ઉમિયા માતા સમક્ષ ચીઠ્ઠી નાંખી, તેમાં જે તીથી આવે તે દિવસે ઘણાંખરાં લગ્ન કરી દેવામાં આવતાં. તેથી ભારે દોડધામ અને ધમાલ થઈ રહેતી, અને તે દિવસે “કડુવા કણબીને ગેર ભમે કે જે રીતે વનમાં વખૂટા પડયાથી રેઝ ભમે છે એ જ રીતે સર્વેને ઘેર ભમી વળે મેં સમેવ સમય કરાવે; ” પણ તેની અનિષ્ટ રૂઢિ એ હતી કે કદાચ ચોગ્ય વર મળી ન આવે તે કોઈ ગરીબ નાતીલાને બેલાવી, તેને પાંચ પચીસ રૂપિયા આપવાનું પરકી, તેની સાથે હાથેવાળો મેળવી ફેરા ફેરવતા. તેને બાંઘવર કહેતા એટલે કે લગ્ન થયા પછી પેલે પુરૂષ એને ઘેર ચાલ્યો જાય અને કન્યાને તેના માબાપ એ ધણી મરી ગયો છે એમ માથાબોળ નવડાવે પછી યોગ્ય સમયે તેને ઠામ બેસાડે એટલે નાતરું કરાવે; અને એ રીતે બાહ્યવર જે ન મળે તે ફુલનો દડો લાવીને મંગલફેરા ફેરવતા. ત્યાર બાદ તે ફુલના દડાને વાવ કે કુવામાં, નદી કે તળાવમાં ફેંકી દેતા અને પછી તેને બાંઘવર કન્યાની પેઠે ઠામ બેસાડતા. ' એ કુચાલ લગભગ બંધ પડ્યો છે અને તેમાં સુધારો થયો છે એ ખુશી થવા જેવું છે.
સદરહુ નિબંધમાં કતએ કડવા કણબીની ઉત્પત્તિ વર્ણવી આ ચાલ કેવી રીતે ઉપસ્થિત થયે તેની હકીક્ત આપી છે અને એ કડુ કણબી કિ ગમાર હતા તે વિષે સધરા જેસંગના દરબારમાં બનેલી પરભુદાસ પટેલના બે ભાઈઓના બબુચકડાને મુર્ખાઈની વાત કહી, જણાવ્યું છે,
કહેવાડે ચીરી કરું કેવા કે મુખ
બોલ્યાથી બહેબાકળે, હાથે સઉને સુખ.” પ્રસ્તુત વિષયને લેખકે ગદ્ય અને પદ્ય બંનેમાં વર્ણવ્યા છે અને તે બદલ સન ૧૮૫૪ માં તેને–ઉત્તમરામ પુરૂષોત્તમને–રૂ. પ૦)નું ઇનામ મળ્યું હતું. પોતાની પિછાન આપતાં તે કાવ્યના છેડે કહે છે:
“ડાલ ગાંમ મહેમદાવાદના ઉદીચ બ્રાહ્મણ તેહ આખ્યાન રચુ ઉમીયા તણું ઊતમરામ એહ ઓગણીસે અગીયારના કારતક સુદી સાર પચમી તીથી વાર ગુરૂ આખ્યાન રચ્યું એ વાર.”