________________
નીબંધ લખી લાવ્યા હતા. તેમાંથી નીચે લખેલા ચાર નીબંધ એ સાઈટીને તથા જે લોક એ પરીક્ષાની વખતે હાજર હતા તેમનેં ઘણું પસંદ પડ્યાથી તથા તે નીશાળ સ્થાપે ફક્ત બે વર્ષ થએલાં તેટલામાં શીખાઉ છોકરાઓએ જે મેહેનત લેઈ હુંશીઆરી પકડી છે તે સરવે કેનેં જણાવવા તથા તેથી કરીને એ છોકરાઓનેં હુંશ વધતી જાએ એવા ઈરાદાથી એ નીબંધ છપા છે. છોકરાઓને ઘરેણાં પહેરાવ્યાથી શાં શાં જોખમ થાઅ છે તે વિશે
રૂતુ વિશે ખેતીવાડી વિશે
રેશમ વિશે.” વળી બુદ્ધિપ્રકાશના પહેલા વોલ્યુમમાં (સન ૧૮૫૪) એક જાહેર ખબર મળી આવે છે તેમાં આળસુ છેકરા વિષે, કપાસના ઝાડની વિષે, કાઉટી, સાકર વિષે, નમકહલાલ ચાકર વિષે, શીળી વિષે–વગેરે નિબંધના લેખક તરીકે મગનલાલ વખતચંદનું નામ આપેલું છે. તેમણે
વર્તમાનપત્રમાં અને બુદ્ધિપ્રકાશ'માં લેખો આપેલા તેની આ પુનરાવૃત્તિ હતી એમ સમજાય છે. તેઓ સોસાઈટીના પ્રથમ આસિ. સેક્રેટરી હતા.
આ પ્રકારનાં પુસ્તક પ્રકાશન વિષે વધુ ખુલાસો કવિ દલપતરામ સંપાદિત વિદ્યા બેધ”ની પ્રસ્તાવનામાંથી નીચે પ્રમાણે મળી આવે છે:
અહિંના લોકોને પુસ્તકના પૈસા ખરચવાની ટેવ નહોતી, માટે તેઓને રસ લાગવા સારૂ સસ્તા ભાવની નહાની નહાની ચોપડીઓ રચાવીને ફેલાવી. તે એક પાઈની કિમતથી તે રૂા. ૧) ની અંદર સુધીની કવિતામાં તથા ગદ્યમાં વાંચવા લાયક તરેહ તરેહ બાબતની ચોપડીઓ રચાવી જેથી છેક ગરીબ લોક હોય તેને પણ ચેપડી વેચાતી લેતાં કઠણ પડે નહિ.
જેમ બાળક, નહાને બહાને કળિયે પ્રથમ જમવા શીખે છે તેમજ ગુજરાતના લેકે પ્રથમ નહાની નહાની ચોપડીઓ ખરીદ કરવા શીખ્યા; તે આ સોસાઇટીના ઉદ્યોગનું ફળ છે.”
પુસ્તક પ્રકાશનની બીજી રીત ઈનામ જાહેર કરી, નિબંધ લખાવી મંગાવી અને તેમાંના ઉત્તમ લેખ પસંદ કરી તે છપાવવાની હતી. આ પ્રમાણે મળેલા અને પ્રસિદ્ધ થયેલા નિબંધેના સાલવાર કે વિષયવાર વિભાગ નહિ પાડતાં, તે નિબંધેની, લેખકવાર નામાવલી ગઠવી, અવલોકન કરવું એ વધુ સવડભર્યું થશે.