________________
તપાસવા આ સમય એમની પાસે રહી શકે એવા શિક્ષકની જરૂર પડતાં એમણે સરદાર ભોળાનાથભાઈની ભલામણ પરથી કવિશ્રી દલપતરામને વઢવાણથી બોલાવ્યા. એ પ્રથમ મેળાપનું વર્ણન કવિએ કર્યું છે તે જ આપવું મનોરંજક થશે
“કાવ્ય અલંકાર તણા ગ્રંથને અભ્યાસ કરી
જીવ રાખ્યો તે મેં કવિતાની જકમાં, શોધતે હતે હું કઈ શાણે સરદાર નર બેધો હતે હું મહીનાથને મુલકમાં; કોઈ દિલદાર ને ઉદાર દરબારમાં હું રહેવાની રૂચી અતિ રાખતે ઇશકમાં; દિલમાં વિચારતે હું હતો દલપત કહે ફારબસ તણું તેડું આવ્યું તેવી તકમાં. ૧ ખાનપરે દ્વારે જ્યારે નદિને કિનારે સારે મેળે થયો મારે ચાંદા સૂર્યના મહેલમાં; ઇસ્વિસે અઢારે અડતાળીશમી સાલ ત્યારે
પ્યાર કીધે પ્યારે પરિપૂરણ પહેલમાં. ”x તે પછી એ બંને વચ્ચે અતિ ગાઢ પરિચય જામ્યો, એટલે સુધી કે, તે બે નેહી મિત્રો હોય એમ વર્તતા. અને કૅબસના અવસાન વખતે જે મિત્રવિલાપ કવિએ “ફાર્બસ વિરહ”માં કર્યો છે તે આપણા સાહિત્યનું એક અમોલું રત્ન નિવયું છે, તેમ કવિના પીડિત અને દ્રવતા હદયનું સચોટ પ્રતિબિંબ પાડે છે. એવી યુગલ જેવી સાહિત્યના ઈતિહાસમાં થોડી જ સાંપડશે. કવિ દલપતરામ આશ્રયની શોધમાં હતા એટલામાં તેમને આમ અચાનક એક ગુણગ્રાહક અને કદરદાન આશ્રયદાતા મળ્યો અને ફૈબસને તેના કાર્ય માટે જેવા સાથીની જરૂર હતી એવો યોગ્ય કાર્યકર્તા પ્રાપ્ત થયો. જેમ દૂધમાં સાકર ભળે તેમ-એથી ગુજરાતી સાહિત્યને માટે લાભ થયો છે.
“રાસમાળા' માટે તેઓ જુના હસ્તલિખિત ગ્રંથની ખોળ કરતાં, જાનાં કાવ્યની નકલ કરાવી લેઈ, તે કવિ પાસે વાંચતા અને તેને અર્થ સમજતા. આ પ્રમાણે કામ કરતાં અને લોકજીવનના સંસર્ગમાં આવતાં તેમને
* સાઠીના સાહિત્યનું દિગ્દર્શન, પૃ. ૨૫.