________________
અને જાણે કે પૂર્વ ભવનું ઋણ ફેડવાને, ફરી કવિના જ શબ્દોમાં બોલીએ તે,
જન્મ જુદી જમિમાં ધરિને પણ, તું મુજ જન્મભૂં તર્ક જણાયે.”
પાટનગર લંડનમાં તા. ૭ મી જુલાઇ ૧૮૨૧ ના દિવસે અલેકઝાંડર કિન્લોક ફેંર્બસને જન્મ થયે હત; અને મનઃસુખરામના શબ્દોમાં જણાવીશું કે તેઓ “રાજમૂલક કુલીન પિતૃવંશથી અને વિદ્વાન માતૃવંશથી ઉત્તમ કુલના’ હતા.
એમના વિદ્યાભ્યાસ વિષે જુજજાજ હકીકત મળેલી છે; તેમાંની એક બીના અહિં નેંધીશું; અને તે એ કે એમને શિલ્પશાસ્ત્રી થવાની વૃત્તિ ઉદભવી હતી, તેથી આઠેક માસ પ્રખ્યાત શિલ્પશાસ્ત્રી મિ. જોર્જ બાસ્સેવિની પાસે એક શિષ્ય તરીકે રહ્યા હતા અને એમના એ અભ્યાસને લાભ આપણને એમણે “રાસમાળા” માં આપણું પ્રાચીન ઐતિહાસિક અવશેષોનાં ચિત્રો દોર્યા છે, તેમાંથી મળે છે.
પછી તેમને ઈસ્ટ ઈન્ડિયા કંપનીની “સિવિલ સર્વિસ” માં નોકરી મળતાં, તેઓ “હેલીબરી' પાઠશાળામાં અભ્યાસ કરવા દાખલ થયા. અહિં, એમને અભ્યાસ વખણા અને અનેક ઈનામો મેળવવાને ભાગ્યશાળી નિવડ્યા હતા. તે ઈનામમાં જાણીતા પૂરાવિદ સર વિલિયમ જેન્સને સંપૂર્ણ ગ્રંથને સેટ તેમને બક્ષિસ મળ્યો હતો, તે મિત્રોને દેખાડતાં કહેતા કે, “મને એ પ્રીતિદાનમાં મળ્યો છે અને એમાંના વિષયે ઉત્તમ છે.”
ડિસેમ્બર સન ૧૮૪૩ ની ૧૫ મી તારીખે તેઓ હિન્દના કિનારે ઉતર્યા; અને પ્રથમ તાલીમ લેવાને અહમદનગરના કલેકટરની પાસે હિન્દુસ્તાનીમાં પરીક્ષા આપી પસાર થાય ત્યાં સુધી રાખવામાં આવ્યા હતા. એ પરીક્ષા એમણે બે મહિનામાં પાસ કરી અને એ જ રીતે મરાઠીમાં પસાર થતાં તેમને વાર થઈ નહિ. ત્યારબાદ તેમની જુદે જુદે સ્થળે બદલી થતી. રહી; અને સન ૧૮૪૬ ના નવેમ્બરમાં તેઓ અમદાવાદમાં આસિસ્ટંટ જડજ નિમાઈ આવ્યા. અહિંની ભવ્ય શિલ્પાકૃતિ જોઈ તેઓને “લાગ્યું કે કઈ પૂર્વે થઈ ગયેલા પ્રતાપી લોકોના મહિમાનાં એ અવાચિક ચિન છે. પિતે કુલીન તેથી કુલીન ચિહનવાન પણ દીન થઈ ગયેલા ગુજરાતસહ સમભાવ થઈ અંતઃકરણથી દયા થઈ આવી.” પ્રથમ અંગ્રેજી હાઈસ્કૂલના હેડમાસ્તર ભેગીલાલ પાસે ગુજરાતીનું શિક્ષણ લેવા માંડયું, પણ એ વિષયમાં અભિરૂચિ જાગતાં અને ગુજરાતના ઇતિહાસનાં સાધને મેળવવા
• ફાર્બસ જીવનચરિત્ર પૃ. ૭.