________________
પ૧
છે; પ્રજાના ટ્રસ્ટીઓ હવાનો તેઓ દાવો કરે છે પણ તેમનું કેટલું હિત સચવાતું હશે એ પ્રભુ જાણે!
શરૂઆતમાં આવું કાંઈ નહોતું. મિશનરીઓ હિન્દમાં ધર્મપ્રચારાર્થ આવતા તે જનતામાં ભળી જતા; તેમની ભાષા અને રહેણુકરણ જાણવાને પ્રયત્ન કરતા; તદર્થ તેમની ભાષા અને સાહિત્ય વાંચવા, લખવાનું શિખતા; તેમને કેળવણું આપવાનો પ્રયાસ કરતા; શાળા કોલેજ સ્થાપતા હતા; અને તેમને–મિશનરીઓ માટે કહી શકાય કે આપણું ઘણુંખરી દેશી ભાષાઓમાં કોષ, વ્યાકરણ અને પાઠય પુસ્તક રચવાની પહેલ કરી હોય તે તેને યશ આ મિશનરીઓને છે.
આ જ કક્ષામાં મૂકી શકાય એવા આરંભ કાળના કેટલાક અંગ્રેજ હાકેમોનાં નામે આપી શકાશે. જેવા કે, લૈર્ડ એલ્ફીન્સ્ટન, સર જોન ભાકમ, સર રીચર્ડ ટેમ્પલ, લોરે, જેઓ હિન્દીના અભ્યદયમાં રસ લેતા અને તેમનું હિત વધારવાના પ્રયત્ન કરતા હતા અને કેટલાક અંગ્રેજ અધિકારીઓ પણ એવા આવ્યા હતા, કે જે પ્રજાજીવન જાણવા-સમજવાને, તેમાં ઉંડા ઉતરવાને ઉત્સુક હતા. જેઓએ, જ્યાં તેમને નિવાસ થતા તે પ્રાંતના ઇતિહાસને ઉદ્ધાર કર્યો છે અને તેમનાં નામ, જેમકે ટેડ, ગ્રાન્ટ ડફ અને ફબસ, પ્રજા અદ્યાપિ ઉપકારસહ યાદ કરે છે. ખરી રીતે તે વખતના અધિકારીઓએ હિન્દી સંસ્કૃતિ, સાહિત્ય અને ઈતિહાસને પુનરુદ્ધાર કરવાને જે પ્રયાસ કર્યા હતા, તે મદદગાર અને લાભદાયી નિવડ્યા છે, એટલું જ નહિ પણ તે પછી જે પ્રગતિ થઈ છે તેથી દેશનું ૌરવ અને માન વધ્યું છે; અને છેલ્લા સિબ્ધ પ્રદેશમાં મેંહજો ડેરેનાં ખોદકામથી જે પ્રકાશ હિન્દના પ્રાચીન ઈતિહાસ પર પડે છે, તે જેમ અસાધારણ તેમ પ્રચલિત ઐતિહાસિક વિચાર અને માન્યતાઓને ભ્રમ છેદક છે. પુરાવિદોને પ્રાચીન ઇતિહાસ વિષે એમનું દૃષ્ટિબિન્દુ તેથી ફેરવવું પડ્યું છે.
પ્રાચીન સંસ્કૃતિ, ઈતિહાસ અને સાહિત્યને તેમ પ્રજાને કેળી અને જ્ઞાન આપવાના ઉર્ધ્વગામી પ્રયાસે કરનાર અંગ્રેજને યુપીય ઓફીસરેના, કહેવાની જરૂર નથી કે આપણે બહુ ઋણી છીએ; અને એ નામાંકિત પુરુષમાં ગુજરાતી પ્રજા અલેકઝાંડર કિન્લોક ફેંસનું નામ માન સહિત અગ્ર સ્થાને મૂકી શકે. કવિએ પ્રસ્તુત પ્રકરણના મથાળે ટાંકેલા દેહરામાં ગ્ય જ કહ્યું છે કે,
ફેંબસ સમ સાધન વિના ન ઉદરત ગૂજરાત ”