________________
પ્રકરણ ૯.
અલેક્ઝાંડર કિન્લાક રાસ. દુહા,
કરનલ ટાડ કુલીન વિષ્ણુ, ક્ષત્રિય યશ ક્ષય થાત; ફાર્બસ સમ સાધન વિના, ન ઉત્પ્રેરત ગુજરાત.
( ‘ફ્રાઈસ જીવનચરિત્ર’–પૃ. ૭. )
અંગ્રેજી રાજવહિવટ વિષે તીવ્ર મતભેદ રહેશે; અંગ્રેજ અધિકારીરાજકર્તાઓએ હમેશ હિન્દના હિતમાં ઉચિત અને વાખ્ખી વન રાખ્યું નહિ હોય; કેટલાક સામ્રાજ્યવાદી નેતાએએ ઈંગ્લાંડને સમૃદ્ધ કરવા, તેને લાભ આપવા સારૂ, દુઝણી ગાયની પેઠે હિન્દને આર્થિક દૃષ્ટિએ નિચેાવ્યું ટંશે; અને હિન્દને પેાતાના લાભ અને ઉપયોગના ક્ષેત્ર તરીકે સ્વાધીન રાખવા અંગ્રેજ રાજદ્વારી પુરુષો ચાણાક્ય રાજનીતિ વાપરી હિન્દીઓમાં આપસઆપસમાં વિરોધ ઉભું કરાવી દાવપેચ રમતા હશે; આપણે માની લઇએ કે એ બધું સાચું હાય; પણ ઈંગ્રેજી ભાષા ને સાહિત્યે આપણને જે નવીન ચક્ષુ બક્ષ્યાં છે; ઇંગ્લિશ શિક્ષણે આપણને જે નવજીવન આપ્યું છે; અંગ્રેજોના સમાગમે આપણને પ્રજાતંત્રનું સ્વરાજ્યનુંમૂલ્ય સમજાવ્યું છે; અને આપણામાં જ આત્મવિશ્વાસ રાખવાના અને સ્વાશ્રયી થવાના ોધપાઠ પઢાવ્યા છે, એ સઘળા એમના ઉપકાર આપણે કદી પણ ભૂલી શકીએ નિહ; અંગ્રેજી રાજ–અમલનું તે ઉજ્જવળ અંગ છે.
44
29
હમણાં હમણાં તે રાજતંત્ર માજી વડા પ્રધાન મી. લાઈડ ન્યાજના શબ્દોમાં કહીએ તો એક પોલાદી ચાકડું બની ગયું છે; તેમાંથી વ્યક્તિગત સ્પર્શી નિકળી ગયા છે, બધું કામકાજ યંત્રવત્ થાય છે. વળી પ્રજા સાથે ભળવાના, તેમના પ્રતિ સહાનુભૂતિ બતાવવાના, તેમના જીવનમાં રસ લેવાના અથવા તેમનું શ્રેય કરવાના પ્રયત્ના વિરલ થઈ પડયા છે; કોક સ્થળે સાંપડે છે વા દિષ્ટગાચર થાય છે. તેમાં વળી ઈંગ્લાંડ સાથે વહેવારનાં અને આવજાનાં સાધનામાં મોટું પરિવર્તન થવા પામતાં, અહિંના વસવાટના અંગે જે કાંઈ આકર્ષણ હતું તે લુપ્ત થયું છે; તેમ ખ્રિસ્તિ ધર્મમાં સેવાધમ મુખ્ય સ્થાન લે છે, એ સેવાવૃત્તિ પણ નિસ્તેજ અને મંદ પડી ગઈ છે. માત્ર અંગત સ્વાર્થ અને લાભ પુરતા એ સબંધ હોય એવા ભાસ થાય