________________
દુર્લભ છે. મારા કહેવાનો અર્થ એ કરવાનું નથી કે આપણે ભાષાન્ત રની કદર પીછાણતા નથી. યોગ્ય કાળે એવાં પુસ્તક હયાતીમાં આવે એવી આપણને કાળજી છે. જો કેઈ ખેડુત અગર ખાણુ બદનાર વાવતા પહેલાં અગર બદતા પહેલાં તે કામમાં પિતાના પૈસા રોકવા, અને મહેનત કરવી તે લાભકારક છે કે નહિ, તેનો નિર્ણય કરવા સારૂ ખંત અને સાવધાનીથી ખેતર અગર ખાણની બરાબર તપાસ કરે, અને તે જગાની બધી હકીકતથી માહિત થવાને પ્રયત્ન કરે તેને એમ કહીએ કે, અગર કિંમતી ધાતુઓની કદર જાણતા નથી તે તે વાજબી નથી. તે જ પ્રમાણે
જ્યાં સુધી આપણે ખાત્રી થાય કે આવાં ભાષાન્તર સારૂ આપણું ભાષા યોગ્ય થઈ છે, ભાષાન્તર કરનારા યોગ્ય માણસે આપણામાં છે અને છેલ્લે વાંચનારી આલમ પણ તૈયાર છે ત્યાં સુધી આવાં મેટાં અને કિંમતી ભાષાન્તરેની વાત પડતી મુકીને નાનાં લખાણે કરાવવા ઉપર જ લક્ષ રાખવું ઘટે છે. હું માનું છું કે હાલ તે આપણામાં આમાંનું કશું નથી. જે આપણે દઢતાથી કામ કર્યું જઈશું તે મને બીલકુલ શક નથી કે આપણને આગળ ઉપર આ બધું પ્રાપ્ત થશે જ, પરંતુ હાલ તરત તે દેખીતે વધારે બતાવવાના હેતુથી ભવિષ્યમાં થનારા સંગીન લાભને આપણે ભેગ આપવો ન જોઈએ.”
છે જુઓ “સાઠીના સાહિત્યનું હિર્શન-૫. ૨૮ થી ૩૦.
.