________________
પરિશિષ્ટ ૧
જાહેર ખબર.*
ગુજરાતની વર્નાક્યુલર સેસટી. દીલીમાં તથા આગરામાં તથા દક્ષણમાં કેટલા એક દીવસ થયાં પિત પિતાના દેશની ભાષાને વધારે કરવા સારૂ એક એક મંડળી થયેલી છે.
તે ઉપરથી કેટલા એક સાહેબ લોકોની મરજી થઈ છે કે ગુજરાત પ્રાંતમાં પણ લોકોના હિતને વાતે એજ પ્રકારની મંડળી સ્થાપન કરવી, તેને વિચાર નિચે પ્રમાણે
૧. પહેલું એ જે ગુજરાત પ્રાંતમાં પુસ્તક વાંચવાની ઘણું એક લોકોને હંસ હશે, પણ તેમને ગુજરાતીમાં પુસ્તક મળી શકતાં નથી; તેથી લાચાર છે, ને અંગરેજી ભાષામાં બુકે તે ઘણું છે, પણ લકે અંગરેજી ભણેલા નથી, તેથી તેમના ઉપગમાં આવતી નથી, ને ગુજરાતી ભાષામાં પુસ્તક છાપવામાં આવ્યાં છે, પણ એ ઘણાં થોડાં છે, ને વળી તે પણ ગુજરાત પ્રાંતમાં મળતાં નથી.
માટે મંડળીના વિચારમાં એવું દુરસ્ત આવે છે કે અંગરેજી ભાષામાં જે સારી સારી બૂકે છે, તેને ગુજરાતી ભાષામાં તરજુમો કરાવીને છપાવવો ને જે સારાં ગુજરાતી ભાષામાં પુસ્તક થયેલાં હોય તે પણ છપાવવાં, ને જ્યારે ગુજરાતી ભાષામાં કઈ ન ગ્રંથ બનાવે છે તે પણ છપાવે; ને ન ગ્રંથ બનાવવાની કેને હંસ પેદા થવા માટે એ વિચાર ધાર્યો છે કે, જે કઈ સખસ ગ્રંથ ન બનાવીને મંડળીમાં રજુ કરે તે તેને મંડળીઓ મદદ આપવી. તે એ રીતે કે ગ્રંથ બનાવનારને તે બદલ ઈનામ આપવું અથવા તે ગ્રંથ છપાવવાની તેની ખુશી હોય તે તેનાં છપાવેલાં પુસ્તકમાંથી કેટલાં એક એ મંડળીએ વેચાથી રાખવાં કે જેથી તે છપાવનારને નફે રહે, ને તેની હંશ પણ વધે.
૨. બીજું એ કે લોકોના ફાયદાને વાતે સારી જગે શોધી કાઢીને ત્યાં એક કીતાબખાનું રાખવું. ને તેમાં સારા સારા ઉપયોગી ગ્રંથ ભેગા કરવા.
જુઓ “બુદ્ધિપ્રકાશ'–૧૮૭૮, જાન્યુઆરી અંક, પૃ. ૮–૯.