________________
call to benefit those among whom for the present: we are sojourners.”
આ દેશહિતના કામને જેઓ એકલા જ વલણ આપે એવા છે તેવા માનવ અધિકારીઓએ સેપેલી જવાબદારી માટે નહિ પરંતુ એક ધાર્મિક ફરજ તરીકે પણ આ કામ આપણે કરવાનું છે અને આપણી બુદ્ધિશક્તિ તથા સાધને આપણે આમાં એવી રીતે ( જેમને જે ફાવે તે રીતે) કવાં કે. જેથી હિંદને લાભ અને આપણા પ્રભુ જીસસ ક્રાઈસ્ટની કીર્તિમાં વધારે થાય.
અમદાવાદમાં હાલ એક એવું સામાજિક સાહસ ઉભું કરવામાં આવ્યું. છે અને ઘણું જણ તેમાં સામેલ થયા છે. ક્રિશ્ચિયન મિશનના આમંત્રણને સ્વીકાર કરી આપણે જેમ તેમાં ફાળો આપીએ છીએ તેમજ આ પ્રાંતની પડી ગયેલી ભાષાને ઉન્નત બનાવવાનો યત્ન કરવા, જેમની તે બેલાતી ભાષા છે તેમની રસવૃત્તિ ખીલવવા, સુંદર અને એવી સરસ (બનાવવા) કે જે સર્વે મને મનને રસમય અને જમાનાના જમાના સુધી સર્વે બેલે ને સમજે એવી. યોગ્ય બનાવવા, તેના સાહિત્યમાં વધારો કરવા, સુધારવા અને જુદી જુદી રીતે નિયમબદ્ધ કરવા માગીએ છીએ કે જેઓ સાથે હાલ આપણે ચેડા વખત માટે સહવાસી થયેલા છીએ તેમને આપણું આંતરિક કર્તવ્યલાગણીનો સ્વીકાર સમજાય.
કેવી સરસ મનેભાવના ! કેટલી ઉદાર કર્તવ્યબુદ્ધિ!