________________
પછી ગુજરાતી ટ્રાન્સલેટર સાહેબની હજુરમાં ગુજરાતી ટ્રાન્સલેશન એકબીશનરની રૂ. ૪૦ ના પગારની જગે તમને મળી તે કામ હાલ સુધી તમે કયું. તમ સરખા કેળવણી પામેલા અને પ્રમાણિક માણસ અમદાવાદમાંથી જવાથી અમે દિલગીર છેયે પણ આશા છે કે બુદ્ધિપ્રકાશમાં તમારા સુંદર વિષયના લખાણથી હમેશાં તમારી યાદગીરી અમને આપતા રહેશો. અહિના વિદ્યાખાતામાં કેળવણી પામેલા ભાઈ વીરચંદ દીપચંદ વગેરે મુંબઈમાં છે, અને વળી તમારા જવાથી અમદાવાદના કેળવણી ખાતાની ખુબી મુંબઈમાં વધારે થશે. તમને સજનતાને ગુણ પરમેશ્વરે બનશીશ આપે છે. કહ્યું છે કે –
છપા. સજજનતા ગુણ સરસ, મળે નહીં ખરચે મૂલે, શિખવ્યાથી ન શિખાય, નથી ફળતી કે ફૂલે, વિચરે દેશ વિદેશ, લેશ જિવામાં નહિ જામે; પવિત્ર તીર્થ પ્રવેશ, કિધે પણ કેઈ ન પામે; કદિ પ્રગટે નહિ દલપત કહે, ઘર ઘર અથડાયે ઘણું, ઈશ્વર કરૂણાથી ઉપજે, પુરૂષ વિષે સજજનપણું. ૧ તરૂવરને નહિ તાગ, ભાગ્યથી સુરતરૂ ભેટે; હીરા મળે હજાર, કેહિનુર એકજ છેટે; બગલા બાણું કરેડ, હંસ તે ન મળે હળવે; સમળા મળે અસંખ્ય, ગરૂડમહિમા ક્યાં મળ; જન તે બહુ જડશે જગતમાં, તન તાપ ને તેથી ટળે; દિલ સત્યપણે દલપત કહે, મહાભાગ્ય સજન મળે. ૨
માટે તમારા જેવા સજ્જન મળવા ઘણું દુર્લભ છે. અમે તમને જેટલું માન આપિયે તેટલું તમારી લાયકી પ્રમાણે થોડું છે. અમે પરમેશ્વર પાસે ભાગિયે છે કે તમે જ્યાં બિરાજે ત્યાં, સુખ, આબરૂ અને આવાં માનપત્ર તમને ઘણાં મળે. એજ અમારો આર્શિવાદ છે. પછી રણછોડ ગલુરામે કવિતા, ) અને સ્કુલના શાસ્ત્રીએ લેક ( તા. ૧૪ મી ડીસેમ્બર સન ૧૮૬૩. રચેલા વાંચ્યા હતા )
» “બુદ્ધિપ્રકાશ' સન ૧૮૬૪, પૃ. ૮ થી ૧૦.