________________
..રામ
હતી. મેહેરબાન અલેકસાંડર જારહીન સાહેબે સભાપતિના ખુશીએ બિરા બન્યા હતા. રાવસાહેબ ભોગીલાલ પ્રાણવલભદાસ, આજમ મસાલ વખતચંદ, રાવસાહેબ મહિપતરામ રૂપરામ, અને ગાયકવાડ મહારાજના વકીલ રાજેશ્રી સખારામ વિનાયકરાવ, તથા સ્કુલના શાસ્ત્રી ભાસ્કરાચાર્ય વગેરે આશરે ૬. સભાસદે હતા. તે વખતે જે માનપત્ર આપ્યું તેની નક્ષ નીચે મુજબ –
માનપત્ર ભાઈ રણછોડ ઉદેરામ,
રહેવાસી મહુધા, જલે ખેડાના નાતે ખેડાવાળ બ્રાહ્મણ. ભાઈ, તમે અમદાવાદની હાઈસ્કુલમાં અંગરેજી અભ્યાસ કરીને અહિંના કેળવણુ ખાતાનાં કામમાં, દિલ ઉલટથી ઘણું સારી મહેનત લીધેલી છે અને હાલ તમને અહિંના પરી. બહેચરદાસ અંબાઈદાસે પિતાની મુંબઈની દુકાન ઉપર મોકલવાને બંદોબસ્ત કર્યો વાસ્તે તમે એક બે દિવસમાં મુંબઈ જવાના છે. અને તમે અહિંના લોકો સાથે ઘણું પ્રીતિ મેળવી છે, માટે આ વિદ્યાભ્યાસક સભા તમારે ઉપકાર માનીને આ માનપત્ર આપે છે.
તા. ૧૯ મી ડિસેંબર સન ૧૮૫૭ થી તે ૬૧ ની સાલ આખર સુધી તમે આ સભાના સેક્રટેરીનું કામ સારી રીતે ચલાવ્યું. અને પછી મેહેરબાન પીલ સાહેબની હજુરમાં તમને નેકરી મળ્યાથી પ્રગણામાં ફરવા જવું પડયું તેથી કામ છોડયું, તે પણ તમારું દિલ આ સભા તરફ હતું. ગુ. વ. સંસાઈટીના આસી. સેક્રટેરીને આંખ્યાની દવા સારું મુંબઈ જવું પડયું, ત્યારે સન ૧૮૫૯ માં ભાસ ૮ સુધી, તથા તેને કાવ્યદોહનનું પહેલું પુસ્તક તૈયાર કરવામાં રોકાવું પડયું ત્યારે તા. ૨૧ એપ્રીલ સન ૧૮૬૦ થી અકબર આખર સુધી બુદ્ધિપ્રકાશ ચોપાનિયાના એડીટરનું કામ તમે સારી રીતે ચલાવ્યું હતું. તમે ગુજરાતી કવિતાનો અભ્યાસ કરીને વિવિધપદેશ નામની એક કવિતાની ચોપડી સન ૧૮૫૯ માં છપાવીને પ્રગટ કરી, તથા “જયકુંવરને જ્યએવા નામનું નાટક રચને બુદ્ધિપ્રકાશમાં ડે થડે પ્રગટ કર્યું, તે હાલ સુધી છપાય છે; તે સિવાય ઘણું સારા વિષયો બુદ્ધિપ્રકાશમાં તમારા લખેલા છે તે સર્વે વાંચનારના મન ઉપર સારી અસર થાય એવા છે. તેથી તમારી યાદગીરી આ દેશના લોકોમાં ઘણાં વર્ષ સુધી રહેશે. મેહેરબાન પીલ સાહેબ પાસે, પછી મહેરબાન ઈજ્યુકેશનલ ઈન્સ્પેકટર ઉત્તર વિભાગના સાહેબની હજૂરમાં તમે કેટલાએક હિના સુધી કરી કરી,