________________
અરજી આજમ મેહેરબાન, કદરદાન, નેકનામ.
(ઈત્યાદિ જે કિતાબો આપીશ તે ઓછા છે.) સભાસદો અને શ્રોતાજનેની જનાબમાં,
અરજદાર વિદ્યાભ્યાસક સભાની સલામ દિગર અરજ એ છે જે હાલમાં મારી નવ વર્ષની ઉમ્મર થવા આવી, તેમાં શું શું થયું તે વિષેની વાત મારા જન્મ ચરિત્રની જુદી જુદી ચેપડીઓ ઉપરથી મારા સન ૧૮૫૮ ની સાલના રિપોર્ટમાં જણાવી છે, તેથી બહાં તે વાત દાખલ કરીને તમારો અમુલ્ય કાળ રોકવા દુરસ્ત ધારતી નથી. મને જે ખલેલ પહોચેલાં છે તે ઘણાખરાના જાણવામાં છે. હું વચ્ચે પાંગળી થઈ ગએલી હતી, પણ ગઈ સાલમાં સારાં થવાને સમય આવ્યો હતો, મને સારી પેઠે સાંભરે છે કે મારી મુલાકાત લેવા એ સાલમાં સરાસરી ૧૦૮ માણસ આવતું હતું. ઓછામાં ઓછી સંખ્યા ૫૫ ની હતી ને ઘણામાં ઘણું ૨૧૦ ની હતી. બેસનારાઓને જગ્યા પણ મળી શકતી નહોતી. ભાષણ પણ ઘણાં સારાં, રસિક અને ઉપયોગી થયાં હતાં. પ્રેમાભાઈ શેઠ પ્રેમથી પધારતા હતા. તેમજ બીજા સારા સારા લોકો પણ આવતા હતા. આ બધું સારી રીતે કેમ ચાલ્યું એને વિચાર કરું છું તે માલુમ પડે છે કે, હોપ સાહેબે પિતાના સર્વે ડેપ્યુટીઓ સાથે પિતાનો મુકામ આ શહેરમાં કર્યો હતો, તેથી મારી મુલાકાત લેવાને તેઓ સર્વ આવતા; તેમાંથી કોઈ કહીં ને કોઈ કહીં વેરાઈ ગયા. વળી કરટીસ સાહેબ ચાહીને મારી મુલાકાત વાસ્તે આવનાર તેમને ચેડા દિવસ પરગામ જવું પડ્યું તેમાં વળી તેમની પ્રકૃતિમાં છેડે બિગાડ થયે હતા તેથી એ સાહેબ પણ આવી શક્યા નહિ. રાવસાહેબ પ્રાણલાલને સરકિટમાં જવું પડયું. તેમજ મહિપતરામ પણ પિતાના જીલ્લામાં ગયા. આવી રીતે રંગમાં ભંગ થઈ ગયે, કેટલાએક લેકે દેખાદેખીથી આવતાં તે પણ બંધ થયા. તેમજ જે ફક્ત લાજને વાતે દેખા દેતા તે સારા માણસે, આવતા બંધ થયા તેની જ સાથે તેઓ પણ બંધ થયા. નાનાં નાનાં છોકરાંની અંદર આવીને બેસવામાં શરમ ગણનારા પણ અટકી પડ્યા એટલે રેહેવામાં તે ફક્ત નામંલ સ્કાલરે કે જે બિચારા જ્યારે કહ્યું ત્યારે હાજર. વળી
સ્કુલના પહેલા વર્ગના થોડા ઘણા છોકરાએ બીજાઓ પુરાઈ ગએલા એિટલે તેમને તે ઉપાય નહિ. બીજા આસપાસના બે ચાર. હવે