________________
૧૩૫
નજરે પડી. તજવીજ કરી તો માલુમ પડયું કે વિદ્યાભ્યાસક સભા પોતાનું સ્વરૂપ ધારણ કરીને મારી પાસે આવી છે, તેણે મારી સુખસાતાની ખબર પુછી. તેમજ મેં તેની પુછી; ત્યારે ક્લિગીરીને! દેખાવ ધારણ કરીને જવાબ આપ્યા કે, મારી ખબર તેા તને માલમ જ છે તેા, હાલમાં મારા બેહાલ થયા છે તે સૌંના જાણવામાં જ છે. જ્યારે મારો જન્મ થયા ત્યારે મારા સભાસદોએ સારા પ્યાર જણાવ્યા હતા પણ એમાં કાંઈ નવાઇ જેવું નથી. ખાળક કાને ખાર છે; જેને કશું સંતાન નથી હોતું તે વાંઝિયું કહેવાય છે, તેથી તે સુખી છે, એવું પાતે તથા ખીજાં કાઇ પણ માની લેતું નથી. કેટલાએક લોકો સવારના પ્રહરમાં ઊઠીને વાંઝિયા માણુસનું મે!હુ જોતા નથી, એવું વાંઝિયા માણસને હલકું ગણે છે, તે ઉપરથી જણાઈ આવે છે, કે સમજી અને એસમજુ માણસાના મનમાં બાળકનેા પ્યાર ઘણા હાય છે. જે કાઇ ગામમાં અથવા શહેરમાં સભાના જન્મ થએલા નથી હાતા, તે પણ વાંઝિયું કહેવાય. તે ગામ અથવા શહેરની આબરૂ સારી કહેવાય નહિ. અમારી જાતના જન્મ સિવાય સુધારા થવા ઘણા મુશ્કેલ છે. આ શહેરને પેટ આ વથી મારા જન્મ થયેા છે, તેટલામાં મેં મારી શક્તિ પ્રમાણે કાયદે કર્યો હશે; તેા પણ જે કરવું જોઇએ તેમાંનું કશું થયું નથી, એને દોષ મારે શિર નથી. મને ઊછેરનારાએ મારી પછવડે ઘટતી મહેનત નહિ કરે તે એમાં હું શું કરું, મારે કો ઇલાજ નથી. સમજુ માણસ તે મારા નામને દેષ દેશે નહિ, પણ મને ઊછેરનારાઓને દેશે. મારા જુના ઊછેરનારાઓમાંથી કેટલાએકે વાજબી કારણને લીધે મને દેખાવ આપવા અધ કર્યાં છે, પણ કેટલાએકાએ મેમુનાસબ મારા ત્યાગ કર્યો છે એ જેવું મને ખાટું લાગે છે એવું ખીજું એકકેઃ લાગતું નથી, આ કારણે કરીને હું ઘણી વાર પાંગળા થઈ હતી, પણ ઈશ્વર કૃપાથી સારા વૈદ્યો મળી આવ્યા તેથી મારૂં પાંગળાપણું મટવા આવેલું છે પણ બીક લાગે છે કે, ઔષદ ઊપચાર તેમના તરફથી સારા ચાલતા નથી એટલું જ નહિ, પણ કેટલાએક તા મારી પાંગળીની ખબર જેવા કેાઈ વાર પણ દેખા દેતા નથી.
અરે મારા સેક્રેટરી ! મારી પાસે રાણાં રાવાની કાંઈ જરૂર નથી.હું તને લખાવું તે પ્રમાણે લખીને મારી એક અરજી તૈયાર કર, અને તે સભાસદોની હજીરમાં વાંચી સંભળાવ. પછીથી જે થાય તે ખરૂં.
ઉપર પ્રમાણે વાતચીત થયા પછી નાચે લખેલી અરજી તેણીએ લખાવી પછીથી અલાપ થઇ ગઈ.