________________
૧૩૪
ભાગીલાલ પ્રાણવલ્લભદાસની મેનતથી તા. ૨ જી માહે ફેબ્રુઆરી સને ૧૮૫૧ તે રાજ સ્થાપવામાં આવી ત્યારે તે તેમાં અંગ્રેજી સ્કુલના વિદ્યાર્થીઓ ફક્ત સભાસદ હતા. તેમને નિબધ લખવાના અને ભાષણ કરવાના અભ્યાસ થાય એજ (હેતુથી) મુખ્યત્વે કરીને એ સભા સ્થાપી હતી, તે પછી ગુજરાતી સરકારી નિશાળાના મહેતાજીએ પણ તેમાં દાખલ થયા, તે સભાનું કામ વધતું ગયું; ” એટલું જ નહિ પણ તેણે બંધ પડી ગયલું “ બુદ્ધિપ્રકાશ ” માસિક પાછું ચાલુ કર્યું હતું, અને સન ૧૮૫૪ માં કેટલાક યંત્રા મંગાવવાને સાસાટી પાસે મદદ માગતાં તેને રૂા. ૫૦ અક્ષીસ આપવામાં આવ્યા હતા.
તે વખતે જાહેર વ્યાખ્યાન વગેરે એ મડળના આશ્રય હેઠળ અપાતાં હતાં અને તેના કામકાજમાં સાસાઈટીના મુખ્ય સંચાલક મી. ટી. બી. કસિ જેએ હાઇસ્કુલના હેડમાસ્તર હતા, ખાસ રસ લેતા હતા. એક રીતે તેની પ્રવૃત્તિ સોસાઇટીના કાની પૂર્તિરૂપ હતી. બુદ્ધિપ્રકાશમાં તેના સધળા વૃત્તાંત છપાતા હતા. એ મંડળની સભાએ શરૂઆતમાં ઇંગ્લિશ સ્કુલના મકાનમાં મળતી અને પછીથી હિમાભાઈ ઇન્સ્ટીટયુટ બંધાતાં જાહેર સભાઓનું તે એક કેન્દ્રસ્થાન થઈ પડયું હતું.
દરેક જાહેર સંસ્થામાં બને છે તેમ એની પ્રવૃત્તિ પણ એક સમય મંદ પડેલી અને નિરાશા છવાયલી, તેનું રસિક બ્યાન તેના સેક્રેટરીએ વિદ્યાભ્યાસક સભા અને તેની અરજી” એ નામથી કર્યુ છે. તત્કાલીન પરિસ્થિતિ જાણવાને તે વન ઉપયાગી છે. તેમાંથી મંડળ વિષે પણ કેટલીક ઉપયાગી માહિતી પ્રાપ્ત થાય છે.
66
હશે, કે ગયે ફેરે
ભરાઈ નાાતી. છેક
અવર સુધી રહ્યા
વિદ્યાભ્યાસક સભા અને તેની અરજી. “ સર્વે શ્રોતાજનો માંહેથી ઘણાખરાને માલુમ ફક્ત દશ બાર સભાસદેા આવેલા હતા, તેથી સભા સાડા સાત વાગી ગયા પછી નિરાશ થઇને હું ઘેર ગયો. રસ્તામાં જતાં તરેહ તરેહના વિચારો આવવા લાગ્યા, તે ફક્ત એક એ એટલુંજ નહિ, પણ પથારીમાં જતા સુધી એ વાત મારા દિલમાંથી ગઈ નહિ. વારે વારે એજ વિચારો આવે કે સભા શુંભાગી પડશે ? આખરે નિશ્ચય થયે, કે ના ના એમ તે શું થાય. આવી રીતે મન સાથે ગડભાંગ થવા લાગી, ઊંધ ક્યમે કરી આવે નહિ. ઘણી રાત ગયા.. પછી મારી આંખ મળી કે તુરત સ્વપ્ન આવ્યું, તેમાં કોઈ સ્ત્રીની આકૃતિ મારી
* બુદ્ધિપ્રકારા, સન ૧૮૫૯, પૃ. ૫૭.