________________
-
પ્રકરણ ૧૪,
વિદ્યાભ્યાસકે મંડળી.
મંડળી મળવાને ચાલ આપણામાં અસલથી નહીં જ, પણ દેવયોગે કરીને છેડાએક દિવસ થયા આવી મંડળી મળવાને સંપ્રદાય નિકળ્યો છે, તેથી હું ઘણે આનંદ પામ્યો છઉં.”
(નર્મગદ્ય, પૃ.૧.) “ વિદ્યાભ્યાસક નામની, ભરતા સભા હમેશ; - ભલાં ભલાં ભાષણ થતાં, વિધવિધ વિષય વિશેષ.”
(દલપત કાવ્ય, ભા. ૧, પૃ. ૩૦૯ ) - સેસાઈટી સ્થપાઈ તે અરસામાં એક પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળી નીકળી હતી, તેને આશય લોકોપયોગી પુસ્તક પ્રચારમાં આણવાને હતે. તેણે શિલાછાપમાં છાપેલાં પુસ્તકોની કોક કોક પ્રત પ્રાપ્ત થાય છે પણ એ મંડળી વિશે એટલીજ માહિતી મળી આવે છે કે તે ઉભી કરવામાં રાવસાહેબ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, મહેતાજી તુલજારામ અને આજમ રામપ્રસાદ લહમીરામ વગેરે ગૃહસ્થો સામેલ હતા, અને એમણે અમદાવાદમાં પહેલવહેલું શીલાપ્રેસ આક્યું હતું.x
તે પછી “બુદ્ધિપ્રકાશ” નામનું એક મંડળ અસ્તિત્વમાં આવ્યું હતું અને એ મંડળને “બુદ્ધિપ્રકાશ” માસિક સન ૧૮૫ભાં કાઢવાનું માન ઘટે છે.ખરે, એ કાર્ય એમનું એક સાહસ હતું, કેમકે તે એમની ગુંજાસ બહારનું હતું. પણ તે માસિક ઝાઝું ટકેલું નહિ, દેઢેક વર્ષમાં બંધ પડયું હતું.
પરંતુ ઈગ્લિશ સ્કુલના હેડમાસ્તર રા. સા. ભોગીલાલભાઈની પ્રેરણ અને મદદથી “વિદ્યાભ્યાસક” નામનું મંડળ નિકળ્યું હતું, તેનું કામકાજ ઉત્સાહભર્યું, ગતિમાન અને સંતોષકારક નિવડયું હતું. કેવા આશયથી એ મંડળ પ્રથમ ઉભું કરવામાં આવ્યું હતું તેની વિગત નીચે પ્રમાણે મળી આવે છે. - “આ સભા અત્રેની અંગ્રેજી સ્કુલના માછ માસ્તર રાવસાહેબ
* જુએ, બુદ્ધિપ્રકાશ, સન ૧૮૬૪, પૃ. ૪.