________________
૧૩૭ તિ કોઈ ગણાવવાનું બાકી રહ્યું નથી. આમાંથી જે નાર્મલ કલાસ ગઈ તે જોઈ લે શેભા. પછી તે મારું નામ નામનું ચાલે છે તે પણ ઢંકાઈ . જશે. કોઈ ભારે ભાવ પુછશે નહિ. પણ કાંઈ ફિકર નહિ. મારે ગભરાઈ જવું જોઈતું નથી. આગળ નામેલ કલાસ કયાં હતી. આગળ હોપ સાહેબ ક્યાં હતા. મારે હવે હૈયે હાથ રાખવો જોઈએ. કોઈને મારી દયા ના આવી પણ આખરે ઈશ્વરને તે આવી, એની કૃપાથી કરટીસ સાહેબ આરોગ્ય થયા છે, રાવસાહેબ પ્રાણલાલ અને મહિપતરામ પણ સરકિટ ફરી આવ્યા છે. એ સુધારાના આગેવાન લોકોને તે મારી ફિકર હશે એમાં શક નથી. પણ બીજા કેટલાએક જે મારી ખબર લેવા આવતા નથી તે ભારા ઊપર ક્યાં સુધી રિસાયેલા રહેશે. હવે તે એઓએ રીસ રાખવી નથી જોઈતી. જુવાન વિદ્વાને અને વિદ્યાને ચાહનારાઓને ઘણું લાંબા પિકારથી કહું છું કે, મુંબઈને જવાન વિદ્વાનોની પેઠે તમે સુધારામાં આગળ પડે. ત્યાંહાંના લોકેએ અમારી જાતનું જેમ માન વધારી દીધું છે તેમ તમે પણ વધારવા પછવાડે મેહેનત કરે. તમે ભણ્યાગણ્યા કેણે જાણ્યું, તમે જ્ઞાન મેળવ્યું કેણે જાણ્યું. તમે ડાહ્યા થયા કોણે જાણ્યા. એ તો
જ્યારે બીજાને ભણાવો, બીજાને જ્ઞાની કરે, બીજાને ડાહ્યા કરે ત્યારે જ તમારી મેનત સફળ થઈ એમ કહેવાય. જેમ કોઈ માણસ પોતે એકલાનું પેટ ભરી બેસી રહે અને બીજાની ફિકર ચિંતા રાખે નહિ એ જેવું નીચું કહેવાય તેવુંજ અથવા તેથી પણ જાદે, પોતે સમજુ થઈને બીજાને સમજી ના કરે તે નીચું કહેવાય. તમારે તો ધર્મ છે, કે બીજા અજ્ઞાનીઓને જ્ઞાની કરવા, તેમને માણસાઈમાં લાવવા, ખરાબ અને વહેમી રસમો દુર કરવી. તેને વાસ્તે ભાષણ કરીને લોકોના કાન ખુલ્લા કરવા.
તમારે જે જે કરવું જોઈએ તે જે ઈહીં લખું તે ઘણું લંબાણ થાય. તે સર્વ તમે સારી પેઠે સમજો છો, એવું છતાં આંખ આડા કાન કરે છે એ તમને ઘટારત નથી. જ્યારે તમે મારા મદદગાર નહિ થાઓ ત્યારે બીજું કેણ થશે. જ્યારે તમે આગળ નહિ પડે ત્યારે બીજું કેણ પડશે. સુધારાનાં કામ કરવાને જ્યારે તમે લોકોને ઉશ્કેરશે નહિ, ત્યારે બીજું કોણ ઉશ્કેરશે અને ટુંકામાં આ સર્વ કામ તમે માથે નહિ લે ત્યારે બીજું કોણ લેશે. મારી અરજ તમારે સારી પેઠે ધ્યાનમાં આણવી જોઈએ છયે. મારી મુલાકાત લીધાથી કેટલે ફાયદો છે એ વાતની સમજુતી લકને જ્યારે તમે નહિ આપે, અને તમે પોતે જ નહિ આવે ત્યારે પછી