________________
ત્રીજી દ્વારિકાનાથજીના નામની પત્થરની બનાવેલી એક મતિ છે, તેની જોડે સ્ત્રી ઉભી રાખવામાં આવેલી નથી.
ચેથી મથુરેશજીના નામની કાળા પત્થરની એક મૂર્તિ છે.
પાંચમી વિઠ્ઠલનાથજી અથવા વિઠ્ઠલેશરાયજી એવા નામની પીત્તળની માતા છે. વળી તેની જોડમાં એક સ્ત્રીની મૂતિ ઉભી કરેલી છે. - છઠ્ઠી ગોકુલેશજી અથવા ગોકુલનાથજીની પીત્તળની મૂર્તિ છે તે ચતુભુજ માણસના ઉભા ઘાટની છે. તેની જોડે બે સ્ત્રીઓ ઉભી રાખેલ છે. - સાતમી ગોકુળચંદ્રમાની પત્થરની એક મૂર્તિ છે, તેને બે હાથ છે, તેની જોડે સ્ત્રી ઉભી રાખેલી છે.
એ મૂતિઓની પ્રાણપ્રતિષ્ઠા કે કોઈ મંત્રથી સ્થાપન કરવામાં નથી આવતું, પણ કોઈ નવા મહારાજને જરૂર પડતાં તે જુના મહારાજને ત્યાંથી માંગી આણે છે. માત્ર સેવા કરી ધામધુમ ચાલુ કરવાથી મહત્વતા વધતી જાય છે. અન્ય મતિ ઓની પૂજા જેમ પિરાણિક રૂઢિ પ્રમાણે કરવામાં આવે છે તેમ એ મૂર્તિની સેવા કરવામાં નથી આવતી પણ અન્ય પ્રકારે તેની સેવા કરવામાં આવે છે. અહીં અતિ ટુંકમાં સાદું વર્ણન આપવામાં આવે છે.
પ્રથમ ઠાકોરજી શયનમાં હોય છે હેને ઘંટા વગાડી જગાડવામાં આવે છે. પછી જરાતરા કપડાં પહેરાવી એકઠા થયેલા વૈષ્ણવોને દર્શન કરાવે છે, સિંહાસન પર બેસાડે છે. હેની સન્મુખ મૃદંગ, ઝાંઝ, ૫ખવાજ, તંબુરા ઇત્યાદિ વાંજી સહિત હેના ગાન કીર્તન કરી આરતી ઉતારે છે હેને “મંગળ”ના દર્શન કહેવામાં આવે છે. પછી મૂર્તિને તેલ વિગેરે લગાડી કે આકાર કરી શૃંગાર યુક્ત વસ્ત્રથી સુશોભિત કરી દર્શન કરાવે છે. આને શૃંગારના દર્શન નામથી ઓળખવામાં આવે છે. આ પછી ઠાર બંધ કરી કંઈ સામગ્રી ધરવામાં આવે છે ને દર્શન કરાવે છે હેને ગ્વાલના દર્શન કહેવામાં આવે છે. આ પછી વિવિધ પક્વાન, વાની, સુખડી