________________
આ રીતે સમર્પણ કર્યાથી નવધા ભક્તિ સિદ્ધ થાય છે. ભકિત શું, જ્ઞાન શું, એનું રહસ્ય શું, ભક્ત કયારે બની શકાય છે વિગેરે સંબધમાં કાંઈપણ અર્થભર્યું વિવેચન જોવામાં આવતું નથી. પુરાણમાં કેટલેક ઠેકાણે ભક્તિના વર્ણન આવે છે પણ તેમાં તે કેટલાંયે વર્ષો સુધી કટ અને તપ સહ્યાં પછી ભકિત સિદ્ધ થયેલી જણાવવામાં આવેલી છે. જેવી રીતે અર્જુનને સખા ભક્તિ, હનુમાનને દાસ્યભક્તિ, પરિક્ષીતને શ્રવણભક્તિ અને બલિરાજાને આત્મનિવેદન ભક્તિ સિદ્ધ થઈ હતી વિગેરે.
ગીતામાં ત્રાઉળે. ઈત્યાદિ લોકમાં અર્પણ ભાવની આ ભાવના ઉપદેશાયેલી જોવામાં આવે છે પણ અર્પણ અને સમર્પણની તે ભાવનાનું અહીં તો કેવળ વિસ્મરણ થયેલું છે. આ ભક્તિ તે શુદ્ધ જ્ઞાનમયી, ચેતનમયી દિવ્ય ભાવના નહિ પણ આવેશમયી, અજ્ઞાનમયી, પ્રેમ નહીં પણ પ્રેમના આભાસરૂપ, છલરૂપ, કોઈ વખત જડ અને કોઈ વખત તે પાશવતાની પૂજ્ય એવી એક પ્રકારની રોગી પ્રવૃત્તિ હેય છે. શુકવત શબ્દોચ્ચારણ માત્રથી બ્રહ્મનો સંબન્ધ થત હૈય, સમર્પણ થઇ જતું હોય, ને સ્વર્ગ પ્રાપ્તિ થઈ જતી હોય તે વેદ, ઉપનિષદ્દ, પડદશન ઇત્યાદિ સર્વ શાસ્ત્રોની બિચારાની શી દશા થશે ? આટલા મંત્રોચ્ચારણ ને બ્રહ્મસંબન્ધના વિધિમાત્રથી સવ પાપા ને દોષનું નિવારણ થઈ જતું હોય તો શ્રતિ સ્મૃતિ, વિગેરે બિચારી રડશે. હેને કોણ સંભારશે ? પ્રાયશ્ચિત વિધાનના પ્રકરણો બધાં અર્થહીન થઈ પડશે આટલી નજીવી રકમની ભેટથી પ્રભુપ્રાપ્તિ થતી હોય, સ્વર્ગપ્રાપ્તિ આટલી સહેલી, સેંઘી હોય તે શાસ્રોપદેશિત પુરૂષાર્થોની આવશ્યક્તાયે કયાં રહી ? અમે આ પર વધુ વિવેચન ન કરતાં સુજ્ઞ વાચકોને વિચાર કરવા જણાવી એટલુંજ કહીએ છીએ કે આ પ્રભુપ્રાપ્તિ નિરંતરની ઉધારજ રહેતી હશે. ને જમેજ ન થતી હોય.
- તિલકની ઉત્પત્તિને ઇતિહાસ. સંસ્કારો સંબંધી એક વાત ધ્યાનમાં રાખવાની છે. કેટલાક સંસ્કારો આત્મ સંબધી છે તેમજ કેટલાક સંસ્કારો શરીર