________________
સંબધી છે. આ સર્વ સંસ્કારોનો હેતુ દુઃખ મુક્ત બની સુખ કે શ્રેય પ્રાપ્તિનો છે એટલે સર્વ સૈ સૈને સ્થાને યોગ્ય છે છતાં એકંદરે વિચાર કરતાં આત્મ સંબધી સંસ્કારની કંઈક વિશેષતા ગણી શકાશે. કારણું સુખ દુઃખાદિ વૃત્તિનો સંબધ અંતઃકરણ સાથે હેવાથી એટલે અંશે એ વિશેષ છે. યજ્ઞોપવિત વેદારંભ કરવાના કાલ માટે ઉપયોગી ગણાય છે. અને એક શારિરીક સંસ્કાર તરીકે માનવામાં આવે છે. પણ જેમ કોઈપણ સ્થળે “બ્રહ્મ સંબધન વિધિનું વર્ણન નથી એ ઉપર આપણે જોઈ ગયા તેમજ કંઠી કે તિલક સંબધી પણ કેથે ઉલ્લેખ નથી. આ રીતે પુષ્ટિમાર્ગે વેદોક્ત કર્મ છોડાવી હેનું વિસ્મરણ કરાવ્યું છે. હેને ઠેકાણે એ લોકો સામાન્ય કુદરતી ક્રમમાંથી નિવૃત્ત થઈ સ્નાન કરીને ઉર્ધ્વપુડ તિલક કરે છે. કેટલાક દેખાદેખી કરે છે, કેટલાક શોભા ખાતર કરે છે, કેટલાક ધમ સહમજી કરે છે, કેટલાક એમ સમજે છે કે ભગવદ્ મંદિરને આપણે કપાળ ઉપર ધારણ કરીએ છીએ ને હેમાં શ્રી ઠાકુરજી વિરાજે છે. કેટલાક માત્ર કપાળ ઉપર, તે કેટલાક વળી બાંધે તેમજ ભુજા ઉપર પણ કરે છે. કેટલાક પુરાણમાં કહેલા બાર સ્થાન ઉપર તિલક કરે છે. જોકે તિલકને વિધિ પુરાણમાં છે એમ ભાગ્યેજ તેઓ હમજતા હશે. પુરાણમાં કહ્યું છે કે,
* ललाटे केशवं विद्यात् । नारायण मथोदरे ।।
माधवं हृदयेन्यस्य । गोविंदं कंठकूबरे ।। ધિનુષ્ય ને ! તવાદુર્મપુન: || त्रिविक्रमं कर्णमूले । वामकुक्षौतु वामनं ।। श्रीधरंच सदा न्यस्य । वामबाहौनरःसदा ।।। पद्मनाभ पृष्टदेशे। ककुद् दाभोदरस्तथा ॥
वासुदेवंस्मरेनमूर्ध्नि । धारयदूर्ध्वपुंदकं ।। * અર્થ-લલાટને વિષે કેશવ ભગવાનને ધારણ કરૂં છું, નારાયણને પેટ ઉપર, હૃદયમાં માધવ, કંઠમાં ગેવિંદ, જમણ મુખ ઉપર વિષ્ણુ, જમણી બાહ્ય ઉપર મધુસૂદન, ત્રિવિક્રમ નામના ભગવાનને કાનનો મુળમાં ધારણ કરું છું, દાબી કુખ ઉપર વામન, શ્રીધરને દાબી બાંહ્ય ઉપર, પદ્મનાભન પુઠ ઉપર ચોટલીની નીચે કાંધ ઉપર દાદરને, તથા વાસુદેવ ભગવાનને મસ્તક ઉપર ધારણ કરૂં છું.