________________
૮૩
અજ્ઞાનતાને લીધે આયે ભૂલાઈ ગયેલું છે અને પાછલા કાળના આચાર્યોએ તે આ તત્વજ્ઞાન તેમજ યોગ સરખા ચિંતનીય વિચારો અને ધમાંગોને ગણ કરી નાંખી તેમજ પરમાત્માની ઉપાસનાના શુદ્ધ જ્ઞાનમય ચેતન સ્વરૂપનું વિસ્મરણ કરી, ભક્તિને એટલી બધી પ્રાધાન્યતા અપી કે જ્ઞાન, અને કર્મ માર્ગની ભાવનાઓ લુપ્ત થતી ગઈ. આના ઐતિહાસિક નિરીક્ષણ સાથે આપણે આથી વધુ સંબધ વિષયાન્તરતાના ભયને લીધે નથી. એટલું તે ખરું કે આ ભક્તિ તે શુદ્ધ જ્ઞાનમયી પ્રેમભાવના હતી પણ એક અંધ અવેશમયી હતી. અને અજ્ઞાનમાંથી હેની ઉત્પત્તિ હોવાથી ઘણા અનર્થો થયા છે. પ્રાચીન આર્ય શાસ્ત્રોમાં સંસારમાં જીવન શુદ્ધિ અર્થે સોળ સંસ્કારની ઉપયોગીતા જણાવેલ છે. તેને હેતુ આ લોકમાં સુખપ્રાપ્તિ અને પરલોકમાં મોક્ષપ્રાપ્તિ એ મુખ્ય કરી છે. આજે જો કે આ સવ સંસ્કારો મોટે ભાગે પ્રચરિત જોવામાં નથી આવતા અને લગ્નને સંસ્કાર કે એવું કંઈ જે જોવામાં આવે તેમાંયે વર્તમાન કાળમાં શુદ્ધ શાસ્ત્રીયતા તો નથી જ જળવાતી, છતાં એ સોળ સંસ્કારોનું વિધાન જવામાં આવે છે અને તે સંબંધમાં કોઈપણ ધર્મના અનુયાયિ કે આચાર્ય આ સંસ્કારોની શાસ્ત્રીયતા સંબધી એકમત છે. છતાં તેને ઠેકાણે આ સંપ્રદાયમાં તો કેવળ નવીનજ પ્રકારના સંસ્કારનો ઓપ ચઢાવવામાં આવે છે, જે કેવળ અશાસ્ત્રીય છે. એ ક્રિયા જાણવાનું જાણવાજોગ થઈ પડશે. પ્રથમ બાળકનો જન્મ થયા પછી થોડે મહિને મહારાજ પાસેથી નામ લેવડાવે છે. પછી મહારાજ નામ આપી તે બાળકના કાનમાં “શ્રી : સરળ મમ” એ નામ સંભળાવે છે અને કંઠી બાંધવા આપે છે. તે વખતે મહારાજ સન્મુખ અમુક ભેટ ધરવામાં આવે છે. પછી બાળક જો છોકરો છે તે તે ત્રણ ચાર પાંચ અથવા આઠ દશ વર્ષનો થાય ત્યારે બ્રહ્મસંબધ (સમર્પણ) ની મંવ દિક્ષા આપે છે. છોકરો જો ઉપવાસ કરી શકે એમ હોય તો તે કરવા દે છે કે નહીંતર એમજ ચલાવી લેવાય છે. મહારાજ તેને ખાનગી સ્થળમાં લઈ જાય છે અને હાથમાં તુળસીનું પાંદડું આપી પોતે બેલે તેમ બોલવા કહે છે. બિચારૂ